ધોરણ 12 કોમર્સના રેકોર્ડ બ્રેક પરિણામના કારણે પ્રથમ વર્ષ કોમર્સની તમામ કોલેજોમાં એકંદરે પ્રવેશ મેરિટ ત્રણથી પાંચ ટકા જેટલુ ઊંચુ જશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરની અગ્રણી કોલેેજોમાં પ્રવેશ મેરિટ પાંચથી ટકાથી વધુ ઊંચું જવાનો મત પ્રવેશ કમિટીના સૂત્રોએ વ્યક્ત કર્યો છે. પરિણામ ઊંચું આવ્યું હોવા છતાં પ્રથમ વર્ષ કોમર્સની 5 હજારથી વધુ બેઠકો ખાલી રહેવાની શક્યતા શિક્ષણ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
વિવિધ બ્રાંચમાં અંદાજે 34 હજારથી વધુ બેઠક છે
કોલેજની બ્રાન્ચ | બેઠકો |
પ્રથમ વર્ષ બીકોમ | 66 કોલેજોમાં આશરે 30000થી વધુ બેઠકો |
પ્રથમ વર્ષ બીબીએ | 12 કોલેજોમાં આશરે 1860થી વધુ બેઠકો |
પ્રથમ વર્ષ બીસીએ | 18 કોલેજોમાં આશરે 2200થી વધુ બેઠકો |
1064 સ્કૂલનું 100 ટકા રિઝલ્ટ આવ્યું
ધો 12 સામાન્ય પ્રવાહનુ સૌથી ઊંચુ પરિણામ જાહેર કરાયું છે. ગત માર્ચ 2020ના 76.29 ટકા પરિણામ કરતાં 10.62 વધુ પરિણામ આવ્યુ છે. કોરોનાની અસરથી બોર્ડના પ્રશ્ન પસંદગીમાં જનરલ ઓપ્શન હતા. તમામ વિષયોમાં 30 ગુણના હેતુલક્ષી પ્રશ્નો અપાયા હતા.કુલ 2544 જેટલા ગેરરીતિના કેસો થયેલા છે. 100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા 1064 છે, જે 2020ના પરિણામમાં 269ની હતી. - ડો. અવનિબા મોરી, નાયબ નિયામક પરીક્ષા, ગુજરાત માધ્યમિક-ઉ.માધ્યમિક બોર્ડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.