તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જીપીએસસી દ્વારા રાજ્યમાં 60 પોલીસ ઇન્સ્પેક્ટરની જગ્યા માટે જાહેર કરેલી ભરતીનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. જેમાં જનરલ કેટેગેરીમાં યુવાનોનું કટઓફ 402 અને યુવતીઓનું 366.25 પર અટક્યું છે. ઉમેદવારોનું મેરિટ કુલ 900 ગુણમાંથી ગણવામાં આવ્યું છે.
જાહેર થયેલું મેરિટ લિસ્ટ જીપીએસસી વેબસાઇટ પર જોઇ શકાશે. પહેલીવાર કોરોના મહામારીને કારણે બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રવેશ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલી હતી. જેમાં પ્રિલિમનરી બાદ મુખ્ય પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ વચ્ચે લાંબો ગાળો રહ્યો હતો. આ કારણે ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરવા માટેનો પૂરતો સમય પણ મળ્યો હતો. જાહેર થયેલા મેરિટ લિસ્ટમાં 14 ઉમેદવારોને વિવિધ કેટેગરી પ્રમાણે વેઇટિંગમાં રાખવામાં આવ્યા છે.
કેટેગેરી પ્રમાણે જાહેર થયેલું પરિણામ
જનરલ (યુવક) | 402 |
જનરલ (યુવતી) | 366.25 |
ઇડબ્લ્યુએસ | 392 |
S એન્ડ EBC(યુવક) | 383 |
S એન્ડ EBC(યુવતી) | 348.75 |
એસસી (યુવક) | 338.25 |
એસસી (યુવતી) | 322.25 |
એસટી (યુવક) | 324 |
એસટી (યુવતી) | 315 |
67 હજાર ઉમેદવાર માર્ચમાં GPSCની પરીક્ષા આપશે
જીપીએસસી દ્વારા માર્ચ મહિનામાં યોજાનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અમદાવાદમાંથી 67 હજાર ઉમદવારો પરીક્ષા આપશે. સરકારી નોકરી માટે ઉમેદવારોને બે તક મળશે. જીપીએસસી દ્વારા 7મી માર્ચે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની અને 21મી માર્ચે ક્લાસ 1-2ની પરીક્ષા લેવામાં આવશે. જોકે મોટાભાગે અમદાવાદમાંથી સૌથી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે.
જીપીએસસી દ્વારા માર્ચ મહિનામાં લેવાનારી પરીક્ષાઓમાં ક્લાસ 1-2માં 1515 વર્ગોમાં 36,360 વિદ્યાર્થીઓ, જ્યારે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં 1328 વર્ગોમાં 31,872 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવીની સુવિધા ફરજિયાત કરાઇ છે. સીસીટીવી ફરજિયાત કરાતા ઉમેદવારો યોગ્ય વાતાવરણમાં પરીક્ષા આપી શકશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.