તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રહ પરિવર્તન:બુધ ગ્રહનું કન્યા રાશિમાં 27 દિવસનું ભ્રમણ શરૂ, સિંહ અને વૃશ્ચિક રાશિને ધનલાભ કરાવશે

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બુધ પોતે વાણીનો કારક હોવાથી વાદવિવાદ ઉકેલાય, રોકાણકાર વર્ગને ફાયદો થશે
 • વેપાર-વ્યવસાય અને વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય

ગ્રહ મંડળમાં યુવરાજ ગણાતો બુધ ગ્રહ 21 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં સ્વગૃહિ ભ્રમણ કરશે. સતત 27 દિવસ સુધી આ જ રાશિમાં રહેશે. સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ ચાલતું હોય તેનાથી આગળ બુધ ચાલતો હોવાથી વિદ્યાર્થી વર્ગ માટે શુભ સમય ગણી શકાય. બુધનું મુખ્યકારક તત્વ વેપાર-વ્યવસાય, કમિશન, દલાલી, એજન્ટ તરીકે ગણાય છે. માટે અર્થતંત્રમાં વેપાર વ્યવસાય વધે અટકેલા સોદાઓ પડે. બુધ પોતે વાણીનો કારક હોવાથી વાદ વિવાદ ઉકેલાય અને સમાધાન થાય. રોકાણકાર વર્ગને ફાયદો થાય. નૈસર્ગિક કુંડળી પ્રમાણે છઠ્ઠા ભાવે ભ્રમણ થવાથી રોજગારીની નવી તકો સર્જાશે. ગોચર પરિભ્રમણમાં સૂર્યની આસપાસ બુધ અને શુક્રનું ભ્રમણ હોય છે.

બુધ ગ્રહની ખાસિયત એ છે કે જે ગ્રહ સાથે યુતિ કરશે તેવા ગ્રહ સંબંધી કારકત્વમાં વધારો થશે.બુધને તટસ્થ ગણવામાં આવે છે.જયારે બુધ વક્રી થાય ત્યારે શેરબજારમાં તેજી જોવા મળશે. અર્થતંત્રમાં બુધ ગ્રહનો વિશેષ ભાગ રહેલો છે .બુધનું ભ્રમણ મિથુન, કન્યા રાશિમાં શુભ ગણાય છે. બુધ ગ્રહને હંમેશા બળવાન તથા વાતોડિયા સ્વભાવનો મનાય છે.

દરેક રાશિના જાતકોને શુભ-અશુભ અસરો

 • મેષ : નોકરીની આવક સાથે અન્ય આવકનો સંયોગ બને,ચામડીને લગતી તકલીફ આવે.
 • વૃષભ : વિદ્યાર્થી વર્ગ માટે શુભ સમય, શેર,સટ્ટા તથા વડીલોથી ધનલાભ સંભવ
 • મિથુન : માતા સાથે વિચાર ભેદ દૂર થાય, વેપાર-વ્યવસાય કરવા માટે સાનુકૂળ સમય.
 • કર્ક : ટૂંકા પ્રવાસથી ધંધો વધી શકે, નવા નવા રોકાણો કરવાથી સારી સફળતા મળે, આરોગ્ય ક્ષેત્રે કાળજી રાખવી.
 • સિંહ : પરિવારમાં આવકમાં વધારો થાય, આરોગ્યની કાળજી રાખવી હિતાવહ.
 • કન્યા : માનસિક સ્થિતિ ડામાડોળ બને, લગ્ન જીવનમાં મધુરતા વધે.
 • તુલા : વિદેશ વ્યાપારથી ધનલાભ થઈ શકે. અટકેલાં કાર્યો પૂરા થતા જણાય.
 • વૃશ્ચિક : અનેકવિધ રીતે ધનલાભ થઈ શકે, વિદ્યાર્થીઓ માટે સારો સમય. શેરબજારમાં કરેલા રોકાણથી લાંબા ગાળે ફાયદો મળે.
 • ધન : જૂના ધંધા સાથે નવો ધંધો શરૂ કરવા માટે આયોજન સંભવ, માનસિક શાંતિ વધે.
 • મકર : દિનપ્રતિદિન ભાગ્ય ઉન્નતિ વધે, નાના ભાઈ ભાડું સાથે પ્રવાસ સંભવ.
 • કુંભ : કુટુંબીજનોથી ફાયદો, આરોગ્ય ક્ષેત્રે સંભાળવું, ફસાયેલા નાણાં પરત મળે.
 • મીન : લગ્ન ઉત્સુક યુવા વર્ગ માટે શુભ સમય.નવા નવા સંપર્ક થવાથી યાદગાર પ્રસંગો બને.
અન્ય સમાચારો પણ છે...