હવે ઠંડી શરૂ થશે:24 કલાકમાં પારો 2 ડિગ્રી ગગડ્યો; હજુ પણ શહેરમાં દિવસે ગરમી, મોડી સાંજ પછી ઠંડક

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં રાજ્યમાં ઠંડા પવન શરૂ થયાં છે, અમદાવાદ સહિત 6 શહેરોનું લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે જ્યારે અન્ય શહેરોમાં ઠંડીનો પારો 1થી 2 ડિગ્રી ગગડતાં લોકો ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં અમદાવાદમાં ઠંડીનો પારો હજુ એકથી દોઢ ડિગ્રી ગગડવાની શક્યતા છે. રાજ્યમાં ક્રમશ ઠંડીમાં વધારો થશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણએ બે દિવસ અમદાવાદ સહિત મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન 2થી 5 ડિગ્રી ઊંચકાતા ગરમીમાં વધારો થયો હતો. જો કે, મંગળવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ જતાં રાજ્યમાં ફરીથી ઠંડા પવનનું જોર વધ્યું છે. મંગળવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 2 ડિગ્રી ગગડીને 21.9 ડિગ્રી નોંધાયુ હતું. વહેલી સવારે અને સાંજે ઠંડક તેમજ બપોરે ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ રહેતાં લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 18.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...