તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિપત્ર:વેપારીઓએ બિલ પર હવે HSN કોડ લખવો પડશે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાના વેપારીએ 4 આંકડાનો અને મોટા વેપારીએ 6 આંકડાનો એચએસએન નંબર દર્શાવવો પડશે

જીએસટી કરદાતાએ પોતાના વેચાણ બિલ પર તા.1 એપ્રિલ 2021થી એચએસએન(હાર્મોનિઝ્ડ સીસ્ટમ ઓફ નોમેનસિલચ) અને એસએસી(સર્વિસ એકાન્ટિંગ કોડ)લખવો ફરજીયાત કરાયો છે. એટલે કે વેચાણ બિલ પર એચએસએન કોડ જે કોઇ માલ વેચાણ કરતા હોય તેમના ટેરિફ પ્રમાણેનો નંબર લખવો પડશે. આ માટે કેન્દ્ર સરકારે અંદાજે 86 હજાર જેટલા એચએસએન નંબર અલગ અલગ ગુડ્ઝ માટે ફાળવ્યા છે. જેમાંથી કરદાતાએ પોતાના માલ માટે લાગુ પડતો એચએસએન નંબર લખવાની જવાબદારી રહેશે.

તાજેતરમાં સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ જે કરદાતાનું ટર્નઓવર રૂ. 5 કરોડ કરતાં ઓછું હોય તેમણે ચાર અંકનો અને જેમનું ટર્નઓવર રૂ. 5 કરોડ કરતાં વધુ હોય તેમણે 6 અંકનો એચએસએન નંબર પોતાના બિલ પર ફરજીયાત લખવો પડશે. આમ હવે દરેક કરદાતાએ પોતાના માલનું વર્ગીકરણ કરી તેના પર લાગુ પડતો જીએસટી દર અને તે માલના ઉત્પાદન માટે વપરાયેલા રો-મટિરિયલનો એચએસએન નંબર દર્શાવવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો