તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:માનસિક બીમાર યુવતી પર 15 દિવસ પહેલા રહેવા આવેલા પાડોશીએ દુષ્કર્મ આચર્યુ, યુવતીની માતાએ ફરિયાદ નોંધાવી

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
ફાઈલ પ્રતિકાત્મક તસવીર
  • આખો પરિવાર નોકરી કરવા ગયો હતો અને યુવતી એકલી ઘરે હતી

ઓઢવ વિસ્તારમાં રહેતી અને છેલ્લા ત્રણ વર્ષથી માનસિક રીતે બીમાર 21 વર્ષીય યુવતીના પાડોશમાં રહેતા યુવકે તેના ઘરે જઈને તેની સાથે જબરદસ્તી કરી દુષ્કર્મ કર્યુ હતુ. 15 દિવસ પહેલા રહેવા આવેલા યુવકે દુષ્કરમ આચર્યા અંગેની જાણ યુવતીની માતાને થતાં તેમણે ઓઢવ પોલીસ સ્ટેશનમાં પાડોશી યુવકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તમામ ચક્રોગતિમાન કર્યા છે.

મૂળ મહીસાગર જિલ્લોના પરિવાર ઓઢવમાં રહે છે
મૂળ મહીસાગરના અને હાલ ઓઢવ વિસ્તારમાં 21 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. આ યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તથા તેના પરિવારના સભ્યો પણ અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે. બુધવારના દિવસે યુવતી અને તેની માતા ઘરે હાજર હતા. યુવતીની માતા જમવાનું બનાવીને નોકરી પર ગઈ હતી ત્યારે યુવતી ઘરમાં એકલી હતી. દરમિયાન તેમના પાડોશમાં 15 દિવસ પહેલા જ રહેવા આવેલા યુવકે યુવતીના ઘરે આવીને યુવતીને પકડીને પલંગ પર પાડી દીધી હતી. બાદમાં યુવતી સાથે જબરદસ્તી કરી દુષ્કર્મ કર્યુ હતુ. ત્યારબાદ આ યુવક ત્યાંથી ભાગી ગયો હતો.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ભાઈ ઘરે આવ્યો ત્યારે બહેન નગ્ન અવસ્થામાં હતી
બીજી બાજુ યુવતીનો ભાઈ ઘરે આવ્યો ત્યારે તેની બહેન નગ્ન પલંગ પર બેઠી હોવાનું જોઈ હોવાથી તેણે તેની માતાને ઘટનાની જાણ કરી હતી. બાદમાં માતા ઘરે આવીને યુવતીની પુછપરછ કરી ત્યારે યુવતીએ રડતાં રડતાં જણાવ્યુ હતુ કે, હું ઘરે હાજર હતી ત્યારે પાડોશમાં રહેતો યુવક અચાનક આપણા ઘરે આવ્યો અને મને જબરદસ્તી પકડી લીધી બાદમાં પલંગ પર ફેંકીની મારી સાથે દુષ્કર્મ કર્યુ હતુ. આ અંગેની જાણ તેની માતાને થતા માતા પીડિતાને લઈને ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેણે પાડોશી યુવકના વિરુદ્ધમાં ગુનો નોંધાવતા ઓઢવ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો