• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Members Oppose The President Calling For Elections In July; The Meeting Vowed To Announce A New Date For Elections In June In Two Days After The Controversy

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ:પ્રમુખે જુલાઈમાં ચૂંટણી યોજવાનું કહેતા સભ્યોનો વિરોધ; બેઠકમાં વિવાદ પછી જૂનમાં ચૂંટણી માટે બે દિવસમાં નવી તારીખ જાહેર કરવા બાંયધરી આપી

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ - ફાઇલ તસવીર

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સોમવારે મળેલી ઇસી બેઠકમાં ચૂંટણીની તારીખને લઇને સભ્યોએ હોબાળો કર્યો હતો. પ્રમુખ હેમંત શાહે ચૂંટણીની તારીખ 23 જુલાઇ જાહેર કરતા સભ્યો નારાજ થયા હતા. પદ છોડવા ન માંગતા હેમંત શાહે અંતે જૂનમાં ચૂંટણી યોજવા ચૂંટણી અધિકારી સાથે ચર્ચા કરીને નવી તારીખ બે દિવસમાં જાહેર કરવાની બાંયધરી આપી હતી.

બેઠકમાં પ્રમુખે ચૂંટણીની તારીખ જૂનની જગ્યાએ જુલાઇના અંતમાં કરવાની જાહેરાત કરી હતી. જેને લઇને ઇસી સભ્યોએ વિરોધ કર્યો હતો. સભ્યોએ રેગ્યુલર ચૂંટણી જૂનમાં કેમ નથી કરવા માંગતા તેવો પ્રશ્ન કરી પ્રમુખને કહ્યું કે, જુલાઇ માસમાં વરસાદ હોવાથી ચૂંટણી યોજવી શકય નથી.

પ્રમુખ હેમંત શાહે એવું જણાવ્યું કે, ચૂંટણી અધિકારીએ આ તારીખ આપી છે. ચેમ્બરના ટ્રાન્સપોર્ટ કમિટીના પ્રમુખ હિતેન વસંતે જૂનમાં ચૂંટણી કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. જ્યારે અન્ય સભ્યોએ પણ આ અંગે ભારે વિરોધ સાથે જૂન માસમાં ચૂંટણી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

નારાજ સભ્યોના કારણે પ્રમુખ હેમંત શાહે જણાવ્યું હતું કે, ઇલેકશન અધિકારી સાથે ચર્ચા કરીને 15 મે પહેલા નવી તારીખ જાહેર કરવાની બાંયધરી આપી હતી. અંતે જૂનમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરતા સભ્યોએ આગળની કાર્યવાહી કરવા દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...