ભારતીય જનતા પાર્ટી ની પેજ સમિતિ ના સભ્યોને ચૂંટણી માં જંગી બહુમતીથી જીતવાની ટેવ પડી ગઈ હોવાનું સ્વમાનભેર જણાવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગર્વભેર કહ્યું હતું કે, ગુજરાતની પેજ કમિટીના સભ્યોએ છેક બ્રિટન સુધી ડંકો વગાડ્યો છે,આવા પેજ કમિટીના સભ્યોને કોઈ મળે કે ના મળે મેં તો તેમના જિલ્લામાં જઈને મળવાનો કાર્યક્રમ રાખ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ પ્રમુખ પાટીલે દરેક જિલ્લામાં જઈ ને વનડે વન ડિસ્ટ્રીકટ અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત પાટીલે પેજ સમિતિના સભ્યોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમિતિનો સભ્યએ પાયાનો સભ્ય છે. પેજ કમિટીની તાકાત આખા દેશે જોઇ છે.
પેજ કમિટીના સભ્યોને ચૂંટણીમાં જંગી બહુમતથી જીતવાની ટેવ પડી છે
બ્રિટનના એક સાંસદ એક વાર કમલમમાં મળવા આવ્યા ત્યારે કહ્યુ કે પેજ કમિટીની સિસ્ટમ જે ગુજરાતમાં કાર્યકરોની છે તેને મારે સમજવી છે. બ્રિટન સુઘી પેજ કમિટીના સભ્યોને ઓળખતા થઇ ગયા છે. ગુજરાતમાં પેજ કમિટીના સભ્યોએ ડંકો વગાડયો છે. પેજ કમિટીની તાકાતથી જીલ્લા પંચાયત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, તાલુકા પંચાયત, નગરપાલિકામાં પણ ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે.ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટીના સભ્યોને ચૂંટણીમાં જંગી બહુમતથી જીતવાની ટેવ પડી છે.
ગુજરાતમાં કોંગ્રેસ માટે કોઇ જગ્યા રહી નથી
પેજ કમિટીના સભ્યોને કોઇ મળે કે ન મળે પણ મારા પેજ કમિટીના સભ્યોને તેમના જિલ્લામાં જઇને મળવાનો કાર્યક્રમ મે રાખ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમિતિનો સભ્યએ પાયોનો સભ્ય છે. પેજ કમિટીની તાકાત આખા દેશે જોઇ છે. આખા દેશમાં ભાજપના કાર્યકર્તાઓને શુભેચ્છકો કહે છે કે પહેલી વાર મોદી સાહેબ વર્ષ 2014માં લડયા ત્યારે લોકો કહેતા કે એક બાર મોદી સરકાર,બીજી વાર ચૂંટણી 2019માં આવી ત્યારે લોકો કહેતા કે ફીર એક બાર મોદી સરકાર અને હવે લોકો કહે છે કે બાર બાર મોદી સરકાર. શુભેચ્છકો અને કાર્યકરોએ નક્કી કર્યુ ત્યારે કોંગ્રેસ માટે કોઇ જગ્યા રહી નથી.
ભાજપના કાર્યકરોને સચિવાલયમાં માન મળે છે
ભાજપનો કાર્યકર ગર્વ સાથે ગુજરાતમાં વિકાસના એક પછી એક અનેક વિકાસના કામો બતાવી શકે છે. ભાજપ સરકારે મહિલાઓ,યુવાનો,ખેડૂતો સહિત દરેક વર્ગને આવરી યોજનાઓ બનાવી છે. સરકારની અનેક યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થીને અપાવો જોઇએ. ભાજપના કાર્યકરોને સચિવાલયમાં માન મળે છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકરોને સન્માન મળે,ચૂંટાયેલા પ્રતિનિઘીઓ કે પદાધિકારીઓ કાર્યકરોનું સન્માન જાળવે તે મારો પહેલાથીજ નિર્ઘાર રહ્યો છે.પેજ કમિટીના સભ્યોને પ્રાથમિક સભ્ય અને ત્યાર પછી સક્રિય સભ્ય બનાવવા હાંકલ કરી છે. ચૂંટણી લડવા પહેલા પાર્ટીનો કાર્યકર પહેલા સક્રિય સભ્ય બને તો તેને ટિકિટ મળવાની પ્રાથમિકતા રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.