ઓરિએન્ટેશન મીટ:ફિક્કી ફ્લો અમદાવાદના ઉપક્રમે યોજાયું મેમ્બર્સ ઇ- ઓરિએન્ટેશન

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિક્કી  ફ્લો અમદાવાદ ચેપ્ટર દ્વારા ઝુમ મેમ્બર્સ ઓરિએન્ટેશન મીટ યોજાઈ હતી. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય વર્તમાન સદસ્યો અને ભાવિ સદસ્યોને ફ્લો અંગે જાણકારી પ્રદાન કરવાનો હતો. તે ઉપરાંત વર્ષ 2020-21 માટે તેના વિઝન અને મીશનની જાણકારી આપવામાં આવી હતી. આ ઓરિએન્ટેશન ચેરપર્સન તરૂણા પટેલે બિઝનેસ  અને સ્પિરિચ્યુઅલ ગુરુ શ્રી ગુરુજી જી. નારાયણ અને અમદાવાદના મેયર બિજલબેન પટેલે મીટમાં જોડાયા હતા.  વર્ષ 2020-21 માટે પદાધિકારીઓના ઔપચારિક પરિચય આપવામાં આવ્યો હતો, જે દરમિયાન પદાધિકારીઓએ ફ્લોના સભ્ય તરીકે તેમના અનુભવો વર્ણવ્યાં હતાં તથા તેમના જીવનમાં ફ્લોની મહત્તા વિશે જાણકારી આપી હતી. ચેરપર્સન તરૂણા પટેલે ફ્લોના પ્રેસિડેન્ટે મહિલાઓની મજબૂત કામગીરી અને આજીવિકા માટે આ વર્ષના વિઝનને રજૂ કર્યું હતું તેમજ 4ડી થીમ (ડિફાઇન-ડિઝાઇન-ડેલિગેટ-ડિલિવર) સાથે ફ્લો અમદાવાદના પોતાના વિઝન અને મીશનને પણે પ્રસ્તુત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...