કર્ણાવતી ક્લબનો કકળાટ:કર્ણાવતી ક્લબના હેલ્થ કમિટી ચેરમેનને દૂર કરવા સભ્યો સક્રિય, વિરલ પટેલ સામે દાદાગીરી અને ગેરવર્તણૂકની સભ્યોની ફરિયાદ છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • એક મેમ્બરના પુત્રથી ડંબેલ્સ પડી જતાં તમાચા માર્યા હતા

કર્ણાવતી ક્લબમાં રવિવારે સવારે જીમમાં કસરત કરતા મેમ્બરના પુત્રથી ડંબેલ્સ નીચે પડી જતા કર્ણાવતી ક્લબની હેલ્થ કમિટીના ચેરમેન વિરલ પટેલ ગુસ્સે થઇને બોલાચાલી કરી હતી. ત્યાર બાદ ચેન્જિંગ રૂમમાં યુવકને બોલાવી તેને તમાચા માર્યા હતા. યુવાને આ અંગે તેના પિતાને જાણ કરતા તેના પિતા ક્લબ પર આવી પોલીસને બોલાવી હતી.

પોલીસને સમાધાન થઇ ગયું હોવાથી પરત મોકલાઈ
પોલીસ ક્લબ પહોંચતાંની સાથે જ મામલો અંદરો અંદર ઠંડો પાડી દેવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં પોલીસને સમાધાન થઇ ગયું હોવાથી પરત મોકલી દેવામાં આવી હતી. ક્લબના મેમ્બરો હવે વિરલ પટેલથી થાકી ગયા છે અને ક્લબ મેનેજમેન્ટ તેમને સપોર્ટ નહીં કરે તો મેમ્બરો આ વખતે મેનેજમેન્ટ બદલવા માટે તૈયારી કરશે. સોમવારે મોટી સંખ્યમાં ક્લબની બહાર મેમ્બરોએ મીટિંગ કરી હતી.

મેમ્બરો સાથે દાદાગીરી અને ગેરવર્તણૂક કરી હોવાની ફરિયાદો
ક્લબની મહિલા સભ્યોએ વિરલ પટેલની તાનાશાહી સામે લડી લેવા માટે વોટસએપ ગ્રૂપ બનાવ્યા છે. જૂના જોગીઓ પણ સક્રિય બન્યા હોવાથી ક્લબના મેનેજમેન્ટને મોટી લડતનો સામનો કરવો પડશે. હેલ્થ કમિટીના ચેરમેન વિરલ પટેલ અનેક વખત મેમ્બરો સાથે દાદાગીરી અને ગેરવર્તણૂક કરી હોવાની ફરિયાદો થઈ છે.

બેઠકમાં 100 કરતાં વધારે સભ્યો ઉપસ્થિત રહ્યા
​​​​​​​​​​​​​​
સોમવારે ક્લબના મેમ્બરોની બેઠક ક્લબની બહાર મળી હતી અને વોટસએપ ગ્રૂપ બનાવાયા હતા. ક્લબની નજીકમાં મળેલી બેઠકમાં 100 કરતા વધારે સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં સિનિયર સિટીઝનો પણ આ ઘટનાને વખોડીને મંગળવારે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ પણ આ લડતમાં જોડવાની ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...