શિક્ષણ:મહેતા આર્ટ્સ કોલેજે અંતે 140ને પ્રવેશ આપવો પડશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી એસ.આર.મહેતા આર્ટ્સ કોલેજ વિવાદ થતાં, અંતે 140 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. યુનિવર્સિટીએ એડમિશન ન આપનારી કોલેજ સામે કડક વલણ દાખવતા અને વિદ્યાર્થી સંગઠન દ્વારા કરાતા વિરોધને પગલે કોલેજને એડ્મિશન આપવાનું જણાવાયું છે.

આ પહેલા કોલેજે બિલ્ડિંગનું નવીનીકરણ ચાલતું હોવાનું કારણ આપીને યુનિવર્સિટીએ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ફાળવેલા વિદ્યાર્થીને પ્રવેશ આપવાની એસ.આર મહેતા આર્ટ્સ કોલેજે મનાઇ કરી હતી. વિદ્યાર્થી સંગઠને આક્ષેપ કરાયો છે કે, જે કોલેજમાં ગ્રાન્ટ ફાળવાઇ હોય તે જ કોલેજ ઉપલબ્ધ થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...