તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસું:છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લામાં મેઘમહેર,ઉમરાળામાં દોઢ ઈંચ વરસાદ,આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં બફારો વધ્યો - Divya Bhaskar
અમદાવાદમાં બફારો વધ્યો
  • સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી મોસમનો 12.59 ટકા વરસાદ નોંધાયો.
  • અમદાવાદમાં એક સપ્તાહ સુધી વરસાદ થવાની શક્યતાઓ નહિંવત.

અમદાવાદમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદે વિરામ લેતાં લોકો બફારાથી હેરાન થઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં આગામી 6 દિવસ સુધી વરસાદ થવાની કોઈ સંભાવના નથી. શહેરમાં છુટા છવાયા ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી જુલાઇના પ્રથમ સપ્તાહની શરૂઆત સુધી માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે અમદાવાદમાં જુલાઇના પ્રથમ સપ્તાહ બાદ જ વરસાદ થઈ શકે છે. આજે રાજ્યના 23 જિલ્લામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના ઉમરાળામાં દોઢ ઈંચ અને વલ્લભીપુરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 12.59 ટકા વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં એક સપ્તાહ સુધી વરસાદ નહીં થાય
ચોમાસાની વર્તમાન સિઝનમાં અમદાવાદ શહેરમાં અત્યારસુધી 5.11 ઈંચ જ્યારે અમદાવાદ જિલ્લામાં 3.74 ઈંચ સરેરાશ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. શહેરમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદે વિરામ લેતાં બફારો વધ્યો છે. લોકો બફારાથી પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદ નહીં થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમજ જુલાઈના પ્રથમ સપ્તાહની શરુઆતમાં જ વરસાદ ફરીવાર શરૂ થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

24 કલાકમાં 10 તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ ( મીમી)
ભાવનગરઉમરાળા34
વલસાડધરમપુર19
બોટાદબરવાળા13
અમદાવાદધંધૂકા10
રાજકોટજસદણ8
નવસારીચીખલી8
છોટાઉદેપુરછોટાઉદેપુર6
તાપીઉચ્ચછલ5
સુરેન્દ્રનગરસાયલા3
દાહોદધાનપુર3

રાજ્યમાં સતત બીજા વર્ષે સારા ચોમાસાનો અંદાજ
રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. રવિવારે સવારની સ્થિતિએ રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 105.77 મિ.મી. એટલે કે ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, જે સરેરાશ 12.59 ટકા જેટલો થવા જાય છે. કચ્છ ઝોનમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 12.34 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 11.96 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 10.08 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 14.37 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ( ફાઈલ ફોટો)
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ( ફાઈલ ફોટો)

ચાલુ વર્ષે અંદાજિત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર
IMDના અધિકારીએ જણાવ્યું હતું કે 19 જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ ૫ડ્યો છે. જ્યારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદ પ્રમાણમાં ઓછો નોંધાયો છે. આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત્ છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ચાલુ વર્ષે અંદાજિત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 21 જૂન 2021 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 1.394 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 8.06 ટકા વાવેતર થવા પામ્યું છે.

અમદાવાદમાં એક સપ્તાહ સુધી વરસાદની શક્યતાઓ નહિંવત ( ફાઈલ ફોટો)
અમદાવાદમાં એક સપ્તાહ સુધી વરસાદની શક્યતાઓ નહિંવત ( ફાઈલ ફોટો)

NDRFની કુલ 5 ટીમો ડિપ્લોય કરાઈ
NDRFની કુલ 15 ટીમમાંથી 5 ટીમ ડિપ્લોય કરી દેવામાં આવી છે, જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 1-રાજકોટ, 1-ગીર-સોમનાથ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે 8- ટીમ વડોદરા અને 2 ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. વઘુમાં, એસ.ડી.આર.એફ, સી.ડબ્લ્યુ.સી., ઊર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, સિંચાઇ વિભાગ, જી.એસ.ડી.એમ.એ., જી.એસ.આર.ટી.સી તથા સરદાર સરોવર નિગમ લિ.ના અધિકારીઓ ઓનલાઇન મીટિંગમાં જોડાયા હતા અને ચોમાસું અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...