તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસું:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં મેઘમહેર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતમાં ભારે વરસાદની આગાહી - Divya Bhaskar
સુરતમાં ભારે વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, સુરત, ભરુચ અને તાપીમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાની જમાવટ થઈ હતી, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં 103.40 મિ.મી. એટલે કે 4 ઈંચ વરસાદ થયો છે. એ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 12.31 ટકા વરસાદ થયો છે. અમદાવાદમાં લોકો બે દિવસથી બફારો અનુભવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 13.74 મિ.મી. વરસાદ થયો છે, જ્યારે સૌથી વધુ સુરતના પલસાણામાં 6.18 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બારડોલીમાં 5.35 ઈંચ વરસાદ થયો છે.

દરિયાઈ સપાટી પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ડાંગ, નવસારી, સુરત, ભરુચ અને તાપીમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આજે દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ,ગાંધીનગર, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 12 જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 12 જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ

24 કલાકમાં 111 તાલુકામાં મેઘમહેર
છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 6.18 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ પંચમહાલ, તાપી, ડાંગ, ખેડા, નર્મદા, ભરુચ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, વડોદરા, આણંદ, ભાવનગર, છોટા ઉદેપુર, પોરબંદર, પાટણ, અમદાવાદ, અરાવલી, ગાંધીનગર, જૂનાગઢ સહિતના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 તાલુકાઓમાં વરસાદની સ્થિતિ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 તાલુકાઓમાં વરસાદની સ્થિતિ

રાજ્યમાં સતત બીજા વર્ષે સારા ચોમાસાનો અંદાજ
રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારની સ્થિતિએ રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 103.40 મિ.મી. એટલે કે ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, જે સરેરાશ 12.31 ટકા જેટલો થવા જાય છે. કચ્છ ઝોનમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 12.31 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 11.83 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 9.91 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 13.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ચાલુ વર્ષે અંદાજિત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર
IMDના અધિકારીએ જણાવ્યું હતું કે 19 જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ ૫ડ્યો છે. જ્યારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદ પ્રમાણમાં ઓછો નોંધાયો છે. આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત્ છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ચાલુ વર્ષે અંદાજિત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 21 જૂન 2021 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 1.394 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 8.06 ટકા વાવેતર થવા પામ્યું છે.

સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ થયો
સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ થયો

રાજ્યમાં હાઇ અલર્ટ ૫ર કુલ 04 જળાશય છે
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરદાર સરોવર જળાશયમાં 1 લાખ 50 હજાર 627 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 45.09 ટકા છે. રાજયનાં 206 જળાશયોમાં બે લાખ 6 હજાર 910 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 37.14 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ અલર્ટ ૫ર કુલ 04 જળાશય છે, જ્યારે અલર્ટ ૫ર એકપણ જળાશય નથી તેમજ વોર્ગિં ૫ર 07 જળાશય છે.

અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી
અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી

NDRFની કુલ 15 ટીમમાંથી 5 ટીમો ડિપ્લોય કરાઈ
NDRFની કુલ 15 ટીમમાંથી 5 ટીમ ડિપ્લોય કરી દેવામાં આવી છે, જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 1-રાજકોટ, 1-ગીર-સોમનાથ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે 8- ટીમ વડોદરા અને 2 ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. વઘુમાં, એસ.ડી.આર.એફ, સી.ડબ્લ્યુ.સી., ઊર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, સિંચાઇ વિભાગ, જી.એસ.ડી.એમ.એ., જી.એસ.આર.ટી.સી તથા સરદાર સરોવર નિગમ લિ.ના અધિકારીઓ ઓનલાઇન મીટિંગમાં જોડાયા હતા અને ચોમાસું અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતું.