તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:રાજ્યમાં કોરોનાને કારણે મેગા લોક અદાલતની કાર્યવાહી ફરીવાર મોકૂફ, હવે 12 જૂને કાર્યવાહી હાથ ધરાશે

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને મેગા લોક અદાલત ફરી એકવાર મોકૂફ રાખવામાં આવી છે. 8 મેને બદલે હવે 12 જૂનના રોજ લોક અદાલતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન ઇન ચીફ અને ચીફ જસ્ટિસ વિક્રમનાથ તથા એક્ઝિક્યુટિવ ચેરમેનના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળો મારફતે હવે તારીખ 12 જૂનના રોજ રાજ્યની તાલુકા અદાલતથી લઈ ગુજરાત હાઇકોર્ટ સુધીની અદાલતો તેમજ ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ, વગેરે તમામ અદાલતોમાં મેગા લોક અદાલત યોજાશે.

રાજ્યમાં સોમવારે 12,820 કેસ અને 140ના મોત
રાજ્યમાં ત્રણ મેના રોજ કોરોનાના 12,820 નવા કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા દર્દીની સંખ્યા 11,999 રહી છે. તો નવ દિવસ બાદ 150થી ઓછા કેસ
નોંધાયા છે, અગાઉ 24 એપ્રિલે પહેલીવાર 152 કેસ નોંધાયા હતા, આજે રિક્વરી રેટ સુધરીને 74.46 ટકા થયો છે.1,47,499 એક્ટિવ કેસ અને 747 વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 7 હજાર 422ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 7,648 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 52 હજાર275 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,47,499 એક્ટિવ કેસ છે, જેમાંથી 747 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,46,752 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો