તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:જિલ્લાના 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં મંગળવારે મેગા ડ્રાઇવ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મલેરિયા મુક્ત ગુજરાત અંતર્ગત ટાયરના દુકાનોની આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચકાસણી
  • ડેન્ગ્યુના ઈંડા ત્રણ વર્ષ સુધી જીવંત રહે છે અને ગમે ત્યારે પાણી મળે તો જીવતા થઇ લાર્વી બને છે તથા થોડા દિવસોમાં જ મચ્છર બની જાય છે

મલેરીયા મુક્ત ગુજરાત-2022 અન્વયે અમદાવાદ જિલ્લામાં જિલ્લા મલેરીયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસના સંયુક્ત ઉપક્રમે મલેરીયા વિરોધી જુન માસ ઉજવણી અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમારના માર્ગદર્શન અને જિલ્લા મલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના નિરીક્ષીણ હેઠળ એક સાથે અમદાવાદ જિલ્લાના 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 215 સબ સેન્ટર વિસ્તારના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, સુપરવાઇઝર સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડેન્ગ્યુ માટેના મેઇન સોર્સ માનવામાં આવતા ટાયરના દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી.

આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી ઉપરાંત મેલેરીયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગથી બચવાના ઉપાયો અંગે સમજણ અપાઇ હતી. ટાયરમાં પાણી ન ભરાય તે માટે ઢાંકીને અથવા શેડમાં મુકવા માટે સુચના આપવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મલેરીયા વિરોધી જુન માસ ઉજવણી કરાઇ રહી છે.

જિલ્લાના 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 215 સબ સેન્ટર વિસ્તારના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, સુપરવાઇઝર સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડેન્ગ્યુ માટેના મેઇન સોર્સ માનવામાં આવતા ટાયરની દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી. ડેન્ગ્યુના ઈંડા ત્રણ વર્ષ સુધી જીવંત રહે છે અને ગમે ત્યારે પાણી મળે તો જીવતા થઇ લાર્વી બને છે તથા થોડા દિવસોમાં જ મચ્છર બની જાય છે. મલેરીયા તથા ડેન્ગ્યુનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા અને ડેન્ગ્યુ થતો રોકી શકાશે.

અન્ય સમાચારો પણ છે...