હાઈકોર્ટે નવી SOP જાહેર કરી:પાર્ટી ઈન પર્સને 48 કલાક પહેલાનો RTPCR રિપોર્ટ બતાવવો પડશે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાનાં કેસમાં વધારો થતાં ગુજરાત હાઇકોર્ટે સ્પેશિયલ ઓપરેટિંગ સિસ્ટમ જાહેર કરીને નિયમો વધુ કડક બનાવ્યા છે. ચીફ જસ્ટિસે જાહેર કરેલી સિસ્ટમ મુજબ હાઈકોર્ટમાં પક્ષકારોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાર્ટી ઈન પરસને 48 કલાક પહેલાનો RTPCR ટેસ્ટ રિપોર્ટ બતાવો પડશે. પરિસરમાં પ્રવેશવા માત્ર ૫ નંબરના ગેટનો ઉપયોગ કરવામાં આવશે. કોર્ટની કેન્ટિન બંધ કરી દેવા આદેશ કરવામાં આવ્યો છે. બાર એસસિયેશનને લાઇબ્રેરી કે અન્ય સ્થળે ભેગા થઈને બેસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હેબિયસ કોર્પેસની અરજીમાં કોરપસને કોર્ટમાં રજૂ કરવાને બદલે સંબંધિત પોલીસ સ્ટેશનમાં અથવા જિલ્લા કોર્ટમાં રજૂ કરવાના રહેશે. કોર્ટે પરિસરમાં પ્રવેશતા પહેલા દરેકનું સ્કેનિંગ ફરજિયાત છે. દરમિયાનમાં કોઈને લક્ષણો દેખાશે તો તેને પ્રવેશ મળશે નહીં. કોર્ટમાં ફરજિયાત માસ્ક-સોશિયલ ડિસ્ટન્સનો નિયમ પાળવાનો રહેશે.

કેન્ટીન બંધ કરવાનો આદેશ
ગુજરાત હાઈકોર્ટે વર્તમાન પરિસ્થિતિને જોતા વિસ્તારપૂર્વક SOP ઘડી છે. જેના ભાગરૂપે અરજદારોને હાલના સંજોગોના પગલે કોર્ટમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. પ્રવેશ માટે માત્ર ગેટ નંબર 5નો ઉપયોગ કરવામાં આવશે. કોર્ટ પરિસરની કેન્ટીનને આગામી આદેશ થાય ત્યાં સુધી બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે. 5 જાન્યુઆરીથી તેનો અમલ શરૂ થશે. હાઇકોર્ટ સંકુલના અન્ય કોઈ પણ સ્થળે બિનજરૂરી ભીડ નહીં કરવાની તાકીદ કરવામાં આવી છે.

અરજદારે 48 કલાક પહેલાંનો રિપોર્ટ સાથે રાખવો
એટલું નહીં પરંતુ પાર્ટી ઇન પર્સનની તરીકે હાજર થતાં અરજદારને સુનાવણીના 48 કલાક પહેલાનો કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવો ફરજીયાત રહેશે. સાથે જ પાર્ટી પર્સન તરીકે પોતાની અરજીઓ ગેટ નંબર-2 પર રાખવામાં આવેલ ડ્રોપ બોક્સમાં નાખવાનો રહેશે. સાથે સાથે હાઈકોર્ટ પરિસર સ્થિત રેફરન્સ લાઇબ્રેરી, બાર લાઈબ્રેરી અને તમામ બારરૂમ બપોરે 1 વાગ્યા સુધીમાં બંધ થઈ જાય તેની ખાતરી રાખવા પણ એડવોકેટ એસોસિએશનને તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પણ તમને કહેવામાં આવી છે ઉપરાંત તકેદારીના ભાગરૂપે હાલ હાથ ન મિલવવાથી દુર રહેવા સૂચના અપાઇ છે.

SOP માટે બેઠક યોજાઈ હતી
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી અને પરિસરમાં પ્રવેશ બાબતે કવાયત હાથ ધરવામાં આવી છે. જે મામલે એડવોકેટ એસોસિએશન, વકીલ મંડળ તથા ગુજરાત હાઇકોર્ટ સિનિયર એડવોકેટની બેઠક યોજાઈ હતી. જેમાં હાઈકોર્ટની કાર્યવાહી ફિઝિકલ કે વર્ચ્યુઅલ મોડમાં ચાલુ રાખવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. બાર કાઉન્સિલ અને કેટલાક સિનિયર એડવોકેટ તરફથી કોર્ટની પ્રોસીડિંગ વર્ચ્યુઅલ મોડમાં કરવા રજૂઆત કરવામાં આવી છે.

હાઇકોર્ટના એક જસ્ટિસ પણ પોઝિટિવ
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જસ્ટિસ પ્રચ્છકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કોર્ટ પરિસરમાં ચિંતા વધી હતી. તેમની કોર્ટનાં સ્ટાફ સહિતના લોકોને પણ ટેસ્ટ કરવી લેવા સૂચના આપવામાં આવી છે.

ફિઝિકલની સાથે વર્ચ્યુઅલ મોડમાં પણ કાર્યવાહી ચાલુ રાખવા રજૂઆત
જ્યારે હાઈકોર્ટ એડ્વોકેટ એસોસિએશને હાઈબ્રીડ મોડમાં કોર્ટ ચલાવવાની રજૂઆત કરી છે. એટલે કે ફિઝિકલ કોર્ટની કાર્યવાહી સાથે સાથે વર્ચ્યુઅલ મોડમાં પણ કોર્ટની કાર્યવાહી ચાલુ રાખવા માટે રજૂઆત કરી છે. આ બેઠકમાં રાજ્ય સરકારના એડવોકેટ જનરલ અને સરકારી વકીલ તથા કેન્દ્ર સરકારના એડિશનલ સોલિસિટર પણ હાજર રહ્યા હતા. ગુજરાત હાઇકોર્ટ તરફથી આ મામલે 2 કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં એક કમિટી ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી અને તેની SOP તૈયાર કરશે. જ્યારે બીજી કમિટી નીચલી કોર્ટોની SOP તૈયાર કરશે. હાઈકોર્ટમાં કમિટીની બેઠક બાદ હાઈકોર્ટની કાર્યવાહી અંગે ગાઇડ લાઇન જારી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...