મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે કેબિનેટની બેઠક, રાજ્યમાં એક દિવસમાં જ 5 હજાર કેસ વધ્યા, 17 હજારને પાર, 10નાં મોત

4 મહિનો પહેલા

નમસ્કાર,
આજે બુધવાર છે, તારીખ 19 જાન્યુઆરી, પોષ વદ- બીજ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે કેબિનેટની બેઠક, ફેબ્રુઆરીના બજેટ, કોરોના અને વેક્સિનેશન સહિતના મુદ્દા પર ચર્ચા થશે 2) ગુજરાતમાં કોવિડ ગાઈડલાઈન્સનું કડક પાલન કરાવવા જનજાગૃતિ ઝુંબેશ ચલાવાશે 3) આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવ-દમણમાં વાતાવરણ વાદળછાયું રહેશે 4) રાજકોટ મનપાના ઇતિહાસમાં પહેલીવાર જનરલ બોર્ડમાં પ્રશ્નકાળ રદ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) કોરોનાના તમામ રેકોર્ડ કડડભૂસ, એક દિવસમાં જ 5 હજાર કેસ વધ્યા, 17 હજારને પાર, ત્રીજી લહેરમાં પહેલી વાર 10નાં મોત

રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 17 હજારથી વધુ કેસ નોંધાયા છે. 10 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17 હજાર 119 નવા કેસ નોંધાયા છે અને 7 હજાર 883 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસ પણ 79 હજારને પાર થયાં છે. 256 દિવસ બાદ 12 હજારથી વધુ કેસ નોઁધાયા છે, અગાઉ 7 મેના રોજ 12 હજાર 64 કેસ હતા. અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં 3-3, સુરત શહેરમાં 2 અને ભાવનગર શહેરમાં 1 મળી કુલ 10નાં મોત થયાં છે.

વાંચો સમાચાર વિગતવાર

2) અમારા નેતાને પ્રલોભન આપી ભાજપ લઈ ગયો, ભાવુક થયેલા ઈસુદાન બોલ્યા, હવે મને પણ મરાવી નાખો

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા કલાકાર વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે, અમારા નેતાને પ્રલોભન આપીને ભાજપ લઈ ગયો. હવે મને પણ મરાવી નાંખો. ઈસુદાને કહ્યું હતું કે. ભાજપ અને પાટીલ ભાઉની સરકારે અમને જેલમાં પૂર્યા છે. મને દારૂના કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી. 12 દિવસ પછી રિપોર્ટ આપવામાં આવે છે. અમારી લડાઈ વ્યવસ્થા પરિવર્તન માટેની છે. આમ આદમી પાર્ટીમાં અનેક લોકો જોડાયા.આમ આદમી પાર્ટી છોડનાર બંને નેતાઓને અમે અભિનંદન આપીએ છીએ. ભાજપની સામ, દામ અને દંડની નીતિ છે. પ્રેશર ટેક્નિક અપનાવી છે.

વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11 સાયન્સની વર્ષ 2021-22 માટે પરીક્ષાની પેપરસ્ટાઈલ તૈયાર, 15 ગુણના 13 હેતુલક્ષી પ્રશ્નો પુછાશે
કોરોનાકાળમાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. સંક્રમણને કારણે અભ્યાસ પર અસર થતાં શિક્ષણ વિભાગ દ્વારા એક વર્ષ માટે ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામા આવ્યાં છે. હવે બીજી પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11 સાયન્સ માટે માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગુણભાર અને હેતુલક્ષી પ્રશ્નોની વિગતો તૈયાર કરવામાં આવી છે.

વાંચો સમાચાર વિગતવાર

4) શરૂ થયેલો પક્ષપલટો AAP માટે મોટો પડકાર, જો લાંબો ચાલ્યો તો કોંગ્રેસ જેવા હાલ થઈ શકે છે, ભાજપે ‘પ્રજાદ્રોહ’ને હથિયાર બનાવ્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે હવે પક્ષપલટો કરવાની મૌસમની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને ભાજપે વિપક્ષના નેતાઓને ખેડવવાની શરૂઆત કરી છે. ગઈકાલે (17 જાન્યુઆરી) આમ આદમી પાર્ટી (AAP​​​​​)માંથી વિજય સુવાળાને ભાજપમાં જોડી લીધા છે, જ્યારે ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ AAP છોડી દીધી છે.

વાંચો સમાચાર વિગતવાર

5) રાજ્યની ખાનગી લેબમાં કોરોના ટેસ્ટમાં 10 ગણો વધારો, ભીડ એટલી કે ટેસ્ટિંગ કિટ પૂરી થઈ જાય છે, 50 ટકાના રિપોર્ટ પોઝિટિવ આવે છે

કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ છે, જેમાં કેસનો આંકડો રાજ્યમાં 13000 નજીક પહોંચ્યો છે, જ્યારે અમદાવાદમાં 4000 કરતાં વધુ કેસ આવી રહ્યા છે, જેથી હવે કોરોનાના રિપોર્ટ માટેના ટેસ્ટિંગમાં વધારો થયો છે. સરકારી હોસ્પિટલ, કોર્પોરેશનના ડોમ, આરોગ્ય કેન્દ્રો પર તો ટેસ્ટ માટે લાઈન લાગતી હતી, જે બાદ હવે ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગમાં ધરખમ વધારો થયો છે.

વાંચો સમાચાર વિગતવાર

6) કોંગ્રેસે PMના સંબોધનની ક્લિપ વાઈરલ કરી,વડાપ્રધાન સ્પીચ આપતા અટક્યા તો રાહુલ ગાંધીએ કહ્યું- ટેલિપ્રોમ્પ્ટર પણ આટલાં જુઠ્ઠાણાં સહન ના કરી શક્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા સમિટમાં ભાગ લીધો હતો. આ સમિટમાં PM મોદી દ્વારા આપવામાં આવેલા એક સંબોધનની એક ક્લિપ વાઈરલ કરીને કોંગ્રેસે તેમની સામે આકરા પ્રહાર કર્યા છે. તેમની સાથે સાથે રાહુલ ગાંધીએ પણ મોદી પર આકરા પ્રહાર કર્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

7) UN પ્રમુખે ફરી ચેતવણી આપી, જો દરેક વ્યક્તિને વેક્સિન આપવામાં નહીં આવે તો નવા વેરિયન્ટ આવતા જ રહેશે અને જનજીવન ઠપ થતું જ રહેશે

UNના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે વિશ્વના નેતાઓને 2022ને સુધારાની યોગ્ય તક બનાવવા હાકલ કરી છે. તેમણે સોમવારે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીનો સામનો સમાનતા અને નિષ્પક્ષતાથી કરવો જોઈએ. તેમણે ચેતવણી આપી હતું કે જ્યાં સુધી આપણે વિશ્વની દરેક વ્યક્તિનું વેક્સિનેશન કરવામાં નિષ્ફળ રહીશું ત્યાં સુધી કોરોનાના નવા વેરિયન્ટ આવતા જ રહેશે. આ વેરિયન્ટ લોકોના જીવન અને અર્થવ્યવસ્થાને સ્થગિત કરવાનું ચાલુ જ રાખશે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) અમદાવાદમાં કોરોનાના 23000થી વધુ એક્ટિવ કેસ, હોસ્પિટલમાં દાખલ 350માંથી 65 દર્દીઓ ICUમાં 2) સુરતમાં આપના ઈટાલિયાના નિશાને ભાજપ કહ્યું,-'પાટીલ પૈસાના અને સત્તાના જોરે મન ફાવે તે ગુજરાતમાં કરી શકે, પરંતુ અમે લડીશું' 3) પાવી જેતપુરમાં રીંછે આધેડનું આખેઆખું મોઢું ફાડી નાખ્યું, તબીબોએ પ્લાસ્ટિક સર્જરી કરી 15 દિવસમાં નવો ચહેરો આપ્યો 4) ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસે રખડતા પશુઓની ટકોર કરતાં જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઢોર વિભાગે કામગીરી શરૂ કરી 5) વૈશ્વિક સંકેતો પાછળ શેરબજારમાં 554 પોઇન્ટનો ઘટાડો થયો; ઓટો, મેટલ, ફાર્મા અને IT શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું 6) ઉત્તર કોરિયા એ એક મહિનામાં ચોથું મિસાઈલ પરીક્ષણ કર્યું, અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા બાદ મિસાઈલ ટેસ્ટ કરાયો, કિમ જોંગે કહ્યું- પોતાની સુરક્ષા કરવી એ અમારો હક

આજનો ઈતિહાસ
વર્ષ 1966માં આજના દિવસે કોંગ્રેસ પાર્ટીએ ભારતના વડાપ્રધાન પદ માટે ઈંદિરા ગાંધીને પોતાનાં નેતા તરીકે ચૂટ્યાં હતાં.

અને આજનો સુવિચાર
કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...