તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વર્લ્ડ મ્યૂઝિક ડે:મળો અમદાવાદના આ ૩ યંગસ્ટરને, જેમના માટે મ્યૂઝિક તેમનો ખોરાક, પ્રેમ અને આગવી ઓળખ છે

ફોરમ પટેલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એન્જિનિયરિંગ ફિલ્ડને બદલે મ્યૂઝિક ફિલ્ડ પસંદ કરનાર રક્ષિત ગજ્જર હાલ ટ્રાવેલર બની ગયો છે
  • 9 વર્ષથી મ્યૂઝિક સાથે સંકળાયેલો અભિ પરીખ પેરિસમાં ઇન્ડિયન અને નોન-ઇન્ડિયન સ્ટુડન્ટને પિયાનો શીખવાડે છે
  • વનરાજ શાસ્ત્રી ગુજરાતનો યંગેસ્ટ સારંગી પ્લેયર છે

આજનો દિવસ એટલે કે 21 જૂનને વર્લ્ડ મ્યૂઝિક ડે તરીકે દુનિયાભરમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. આ સ્પેશિયલ ડેના દિવસે Divyabhaskar.comએ અમદાવાદના અભિ પરીખ, વનરાજ શાસ્ત્રી અને રક્ષિત ગજ્જર સાથે વાત કરી અને તેમના જીવનમાં મ્યૂઝિકનું મહત્ત્વ જાણ્યું. અભિ પરીખ હાલ પેરિસમાં બિઝનેસની સાથે મ્યૂઝિક ક્લાસ ચલાવે છે. વરરાજ શાસ્ત્રી ગુજરાતનો યંગેસ્ટ સારંગી પ્લેયર છે અને મિકેનિકલ એન્જિનિયર રક્ષિત ગજ્જર ઓનલાઈન અભ્યાસ કરીને પિયાનિસ્ટ બન્યો છે. ત્રણેયની મ્યૂઝિક જર્ની જેટલી અલગ છે તેટલી જ રસપ્રદ પણ છે. તો જાણીએ આ યંગસ્ટર માટે મ્યૂઝિકની વ્યાખ્યા શું છે: 

1.‘અજાણ્યા શહેર પેરિસમાં મ્યૂઝિકને લીધે હું સર્વાઈવ કરી શક્યો, લોકડાઉનમાં પણ મને ચિંતા ના થઇ’: અભિ પરીખ 

‘આ લાઇન થોડી ફિલ્મી લાગશે પણ, મ્યૂઝિક ઈઝ લવ ફોર મી’- અભિ પરીખ
‘આ લાઇન થોડી ફિલ્મી લાગશે પણ, મ્યૂઝિક ઈઝ લવ ફોર મી’- અભિ પરીખ

‘હું સ્કૂલમાં હતો ત્યારે એક દિવસ અચાનક મારા મમ્મી-પપ્પાએ મને કહ્યું કે તારે કોઈ પણ એક મ્યૂઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્ તો શીખવું જ પડશે, ગિટાર માટે મારી ઉંમર નાની હતી આથી હું મેં પિયાનો શીખવાનું શરુ કર્યું’ આ શબ્દો છે મૂળ અમદાવાદ અને હાલ પેરિસમાં રહેતા 23 વર્ષીય અભિ પરીખના છે. અભિએ આઠમાં ધોરણથી મ્યૂઝિક ક્લાસ જોઈન કર્યા હતા. બોર્ડમાં તેણે બ્રેક લીધો એ પછી અત્યાર સુધી તેની મ્યૂઝિક જર્નીની ગાડીમાં ક્યાંય બ્રેક વાગી નથી. 6 વર્ષ સુધી પિયાનો શીખીને તેણે વિશારદ પરીક્ષા પાસ કરી.

અભિએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂરું કરીને આગળ ભણવા માટે પેરિસ જવાનું વિચાર્યું અને ત્યાં ઇન્ટરનેશલ બિઝનેસનો અભ્યાસ પૂરો કર્યો. વિદેશ જતા વિદ્યાર્થીઓને સામાન્ય રીતે અભ્યાસની સાથે રહેવાનો અન્ય ખર્ચ ઉપાડવા માટે નાના-મોટી ગમે તે જોબ કરવી પડે છે, પણ અભિને તેનું ટેલેન્ટ કામમાં લાગ્યું. અભિ પેરિસમાં ઇન્ડિયન અને નોન-ઇન્ડિયન સ્ટુડન્ટને પિયાનો શીખવાડે છે. મ્યૂઝિકની દુનિયા સાથે 9 વર્ષથી સંકળાયેલા અભિએ શીખવા અને શીખવાડવા ક્યારેય રજા પાડી નથી. તેના મ્યૂઝિક ક્લાસના વિદ્યાર્થીઓની ઉંમર 5 વર્ષથી લઇને 30 વર્ષ સુધીની છે. 

મ્યૂઝિક માટે અભિનું ડેડિકેશન જોરદાર છે, તેણે કહ્યું કે, ઘણીવાર મને કોઈ કામને લીધે પ્રેક્ટિસ કરવાનો સમય નહોતો મળતો ત્યારે હું મારી ઊંઘના કલાક ઓછા કરી દેતો હતો. ઘણા એવા દિવસો છે જ્યારે મેં 5 કલાકની જ ઊંઘ લીધી છે. અમદાવાદમાં તેણે ઘણા મેરેજમાં સંગીત સંધ્યા અને અન્ય મ્યૂઝિક શોમાં પરફોર્મન્સ આપ્યું છે. હવે તેને યુરોપમાં ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યૂઝિકને લઈને કામ કરવું છે. અભિ એ. આર રહેમાનનો મોટો ચાહક છે. આજે પણ તેની સવાર અને રાત રહેમાન સરના સોંગ સાંભળીને જ શરુ અને પૂરી  થાય છે. 

2. 24 વર્ષીય વનરાજ ગુજરાતનો યંગેસ્ટ સારંગી પ્લેયર છે, સારંગીના સૂર માત્ર ભારત નહિ પણ દુનિયાભરમાં રેલાવ્યા

મારી ભાવનાઓને હું સંગીત સિવાય અન્ય કોઈ માધ્યમથી વ્યક્ત ના કરી શકું-વનરાજ શાસ્ત્રી
મારી ભાવનાઓને હું સંગીત સિવાય અન્ય કોઈ માધ્યમથી વ્યક્ત ના કરી શકું-વનરાજ શાસ્ત્રી

સારંગી, આ મ્યૂઝિક ઇન્સ્ટ્રુમેન્ટમાંથી કર્ણપ્રિય સંગીત તો સંભળાય છે, પણ તે શીખવા માટે અઢળક સાધના કરવી પડે છે. અમદાવાદનો 24 વર્ષીય વનરાજ આ સારંગીમાં સૂરોને રેલાવતો ગુજરાતનો યંગેસ્ટ પ્લેયર છે. વનરાજ શાસ્ત્રીનો સંપૂર્ણ પરિવાર સંગીત સાથે જોડાયેલો છે. વનરાજના પિતા ડો. નરેન્દ્ર શાસ્ત્રીએ ભક્તિ સંગીતમાં PhD કર્યું છે અને તેમના ભાઈ બલરાજ શાસ્ત્રી જાણીતા ગાયક છે. સારંગી એક ચેલેન્જિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, વનરાજે પોતાની લગનથી તે શીખવાનું ચાલુ રાખ્યું. વનરાજ માત્ર ગુજરાત જ નહિ પણ યુરોપ અને લંડનમાં પણ પોતાના સ્ટુડન્ટને સારંગી શીખવાડે છે. વર્ષ 2019માં ઓલ ઇન્ડિયા રેડિયો કોમ્પિટિશનમાં તે સોલો સારંગી પ્લેયરમાં બીજા નંબરે આવ્યો હતો.

વનરાજ 8 વર્ષનો હતો ત્યારે તેણે શાસ્ત્રીય ગાયન અને તબલાં શીખવાનું શરુ કરી દીધું. અમદાવાદમાં સપ્તક સ્કૂલ ઓફ મ્યૂઝિકમાં શ્રી વિકાસ પરીખ પાસે ગાયન અને શ્રી પ્રવીણ શિંદે પાસે તબલાની તાલીમ લીધી હતી. સ્કૂલ પૂરી કર્યા પછી જે. જી. કોલેજ ઓફ પર્ફોમિંગ આર્ટમાં ક્લાસિકલ વોકલમાં બેચલર અને માસ્ટર પૂરું કર્યું. વનરાજે સારંગી શીખવા વિશે કહ્યું કે, હું સ્કૂલમાં હતો ત્યારે મેં સારંગીનું સંગીત સાંભળ્યું હતું અને મને તેની સાથે આત્મીયતા બંધાઈ ગઈ. બીજા કોઈ વાજિંત્રમાં મને આવી લાગણી થઇ નથી. સારંગી બ્લાઈન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને તે નખની ઉપરની ચામડીથી પ્લે થાય છે. 

પત્ની છે કથક ડાન્સર 

વનરાજે સારંગીનો અભ્યાસ શ્રી અલ્લારખાં, વિદુષી મંજુ મહેતા, પંડિત ધ્રુબા ધોષ અને પંડિત નયન ઘોષ સાથે કર્યો. હાલની તારીખમાં પણ તેની પંડિત નયન ઘોષ સાથે એડવાન્સ ટ્રેનિંગ ચાલુ છે. વનરાજ જ્યારે નાનો હતો ત્યારે તે ઘણીવાર સારંગીનો રિયાઝ કરતા-કરતા  તેની બાજુમાં જ માથું રાખીને સૂઈ ગયો છે. વનરાજે હાલમાં જ લગ્ન કર્યા છે અને તેના પરિવારમાં વધુ એક કલાકારનો ઉમેરો થઇ ગયો. તેની પત્ની રાખી વેલિયત કથક ડાન્સર છે. મહુવાની રહેવાસી સ્પેશિયલ કથક શીખવા માટે અમદાવાદ આવી હતી. વનરાજ પોતાનો મ્યૂઝિક શો લંડન, હંગેરી, મલેશિયા અને દુબઈ સહિત અન્ય ઘણી જગ્યાએ કરી ચૂક્યો છે. 

વનરાજ માત્ર ગુજરાત જ નહિ પણ યુરોપ અને લંડનમાં પણ પોતાના સ્ટુડન્ટને સારંગી શીખવાડે છે. વિશ્વ વિખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાજરીમાં વનરાજે સારંગી વાદન કર્યું હતું, તેનો આ આખો શો તેમણે આંખો બંધ કરીને માણ્યો હતો. તે દિવસ વનરાજ ક્યારેય નહિ ભૂલી શકે. 

3. મિકેનિકલ એન્જિનિયર રક્ષિત ગજ્જર ‘ગૂગલ અને યુટ્યુબ’ની મદદથી પિયાનિસ્ટ બન્યો

ખાધા વગર જેમ ચાલે નહિ, તેમ મ્યૂઝિક વગર મારે ચાલતું નથી-રક્ષિત ગજ્જર
ખાધા વગર જેમ ચાલે નહિ, તેમ મ્યૂઝિક વગર મારે ચાલતું નથી-રક્ષિત ગજ્જર

23 વર્ષીય રક્ષિત ગજ્જર એશિયાના સૌથી મોટાં ક્લબ પ્રિઝમમાં પરફોર્મન્સ આપનારો પ્રથમ ગુજ્જુ બોય છે.  તેના પરિવારમાં સંગીત સાથે કોઈ સંકળાયેલું નથી, પણ તેને હંમેશાં સપોર્ટ મળ્યો છે. રક્ષિત ગજ્જરનું પેશન અને પ્રોફેશન મ્યૂઝિક છે. રક્ષિતે મ્યૂઝિક શીખવાની શરૂઆત સ્કૂલના પાંચમાં ધોરણથી કરી હતી. શરૂઆતમાં તે વોકલ શીખતો હતો અને ધીમે-ધીમે તેનો રસ કીબોર્ડ/પિયાનોમાં વધવા લાગ્યો અને તે પણ શીખવા લાગ્યો. રસપ્રદ વાત તો એ છે કે, રક્ષિતે અત્યાર સુધી પ્રોફેશનલ રીતે  કોઈ મ્યૂઝિક ક્લાસ કર્યા નથી. તેના મ્યૂઝિક ગુરુ ‘ગૂગલ અને યુટ્યુબ’ છે. આ બંને માધ્યમથી તે પિયાનો વગાડતા શીખ્યો. 

‘મ્યૂઝિક શોને લીધે ટ્રાવેલિંગનું સપનું સાકાર થયું’
કોલેજ પૂરી કર્યા પછી રક્ષિતને સારા પગારની જોબ પણ ઓફર થઇ હતી. જો કે, તેના ઘરેથી પરિવારે ક્યારેય તેને ફિલ્ડની પસંદગી વિશે કોઈ દબાણ કર્યું નહોતું. શરૂઆતમાં તે ડ્રામા અને અન્ય નાના-મોટા પ્રોગ્રામમાં પિયાનો પ્લે કરતો હતો. આ ફિલ્ડમાં ધીમે-ધીમે એના કોન્ટેક્ટ વધતા ગયા અને આજે તે કદાચ આખું ભારત ફરી ચૂક્યો છે. મ્યૂઝિક શો માટે તેને ક્યારે ક્યાં શહેરમાં જવાનું થાય તે ખબર નથી હોતી. રક્ષિતને પહેલેથી ટ્રાવેલિંગનો શોખ તો હતો અને હાલ તે પિયાનિસ્ટ બનીને અલગ-અલગ શહેર ફરી રહ્યો છે. તે મ્યૂઝિક શો માટે દુબઈ અને શ્રીલંકા પણ ફરી આવ્યો છે. 

લોકડાઉનમાં રસોઈ કરતા શીખ્યો
રક્ષિતે અત્યાર સુધી જેટલા પણ મ્યૂઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્ વસાવ્યા છે તે બધા પોતાની કમાણીમાંથી જ લીધા છે, હાલ તે યામહાનું લેટેસ્ટ ૩ લાખ રૂપિયાનું કીબોર્ડ વાપરે છે. લોકડાઉનમાં તેના ઘણા શો કેન્સલ થાય છે પણ તે ઘરેથી નવા વીડિયો બનાવીને રોજ કઈક અલગ સંગીતમાં શીખી રહ્યો છે. લોકડાઉનમાં મ્યૂઝિકની સાથે તે રસોઈ બનાવતા પણ શીખી ગયો છે. કોરોના વાઈરસના કહેર વચ્ચે તે પોતાને વાંચન અને મ્યૂઝિકથી પોઝિટિવ રાખે છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો