તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CMને બચાવનાર PSI કોણ?:​​​​​​​મુખ્યમંત્રી સ્ટેજ પરથી ઢળી પડ્યા ત્યારે જો આ જવાન સમયસર ન આવ્યો હોત તો તેઓ સીધા જ નીચે પટકાયા હોત

અમદાવાદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
સીએમને બચાવનાર સિક્યોરિટી જવાન સાબરકાંઠાનો વતની છે અને એસઆરપીનો પીએસઆઇ છે. - Divya Bhaskar
સીએમને બચાવનાર સિક્યોરિટી જવાન સાબરકાંઠાનો વતની છે અને એસઆરપીનો પીએસઆઇ છે.
 • ચેતક કમાન્ડોમાંથી ખાસ સિલેક્ટ થયેલા ઓફિસરને જ મુખ્યમંત્રીની સિક્યોરિટીમાં મૂકવામાં આવે છે
 • જવાને મિનિટનો પણ સમય ગુમાવ્યા વગર મુખ્યમંત્રીને સીધા જ સ્ટેજ પર સુવડાવી દીધા હતા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં દરેક રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ જાહેરસભા ગજવે છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિતનો સમાવેશ થાય છે. વડોદરામાં ગઇકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્ટેજ પર ભાષણ કરતાં કરતાં પડી ગયા હતા, જેમનો આજે RT-PCR ટેસ્ટ કરતાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. રવિવારે સીએમ જ્યારે નીચે પડી રહ્યા હતા ત્યારે તરત જ એક સિક્યોરિટી જવાન તેમની નજીક પહોંચી ગયો અને તેમને સંભાળી લેવા માટે પ્રયાસ કર્યો હતો. આ સિક્યોરિટી જવાન મૂળ સાબરકાંઠાનો વતની છે અને એસઆરપીનો પીએસઆઇ છે. તેને ખાસ પ્રકારની કમાન્ડો ટ્રેનિંગ આપવામાં આવી છે, જેને કારણે તે મુખ્યમંત્રીની સૌથી નજીક અને તેમના પ્રોટોકોલ પ્રમાણે વર્તન કરવાનું ચૂકતો નથી.

જવાને તરત જ મુખ્યમંત્રીને સ્ટેજ પર સુવડાવી દીધા
સાબરકાંઠાના ડી.એસ.ચૂડાવત ગઇકાલે વડોદરામાં ચાલી રહેલા ચૂંટણીપ્રચાર દરમિયાન મુખ્યમંત્રીના સિક્યોરિટીમાં જોડાયા હતા. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં જ્યારે પ્રચાર દરમિયાનની જાહેર સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર હતા ત્યારે તેમની પાછળ કમાન્ડો હાજર હતો, જેનું નામ ડી.એસ.ચૂડાવત હતું. મુખ્યમંત્રી જ્યારે સ્ટેજ પર ભાષણ આપતા હતા ત્યારે તેમની જીભ લથડવા લાગી અને તેનો અંદાજ પીએસઆઇને આવી ગયો અને તે તરત જ તેમની નજીક દોડી ગયો હતો અને મિનિટનો પણ સમય ગુમાવ્યા વગર તેમને સીધા જ સ્ટેજ પર સુવડાવી દીધા હતા. નોંધનીય છે કે જો ચૂડાવત દ્વારા મુખ્યમંત્રીને બે ખભા પકડી ના લેવાયા હોત તો તેઓ સીધા જ નીચે પટકાયા હોત. આવી સ્થિતિમાં તેમને ગંભીર ઇજાઓ પણ થઇ શકી હોત. વિજય રૂપાણી સાથે હાજર તમામ સિક્યોરિટીકર્મીઓ સલામતી વિભાગ પોલીસ અને સીએમ સિક્યોરિટીના હોય છે.

સીએમ સિક્યોરિટીમાં હાજર દરેક પોલીસકર્મીને ખાસ ટ્રેનિંગ અને પ્રોટોકોલની જાણ હોવી જરૂરી છે.
સીએમ સિક્યોરિટીમાં હાજર દરેક પોલીસકર્મીને ખાસ ટ્રેનિંગ અને પ્રોટોકોલની જાણ હોવી જરૂરી છે.

સિક્યોરિટીની લીલી ઝંડી મળ્યા બાદ જ સીએમ આગળ વધે છે
સીએમ સિક્યોરિટીમાં હાજર દરેક પોલીસકર્મીને ખાસ ટ્રેનિંગ અને પ્રોટોકોલની જાણ હોવી જરૂરી છે. તેની સાથે મોટા ભાગે કમાન્ડોની ટ્રેનિંગ લેનારને જ સીએમ સિક્યોરિટીમાં રાખવામાં આવે છે. તેમની પાસે હાઇ સિક્યોરિટી અને ટેક્નિકલ નોલેજ પણ હોય છે. જ્યારે મુખ્યમંત્રી કોઇ જગ્યાએ જાય એ પહેલાં તેમના સિક્યોરિટી સ્ટાફ પહેલા જઇને ત્યાં તપાસ કરે છે અને તેમના સજેસન પ્રમાણે સુધારાવધારા પણ કરવામાં આવે છે. એક વખત સીએમ સિક્યોરિટીની લીલી ઝંડી મળે ત્યાર બાદ જ મુખ્યમંત્રી એ સ્થળ પર જાય છે.

મિનિટનો પણ સમય ગુમાવ્યા વગર મુખ્યમંત્રીને સીધા જ સ્ટેજ પર સુવડાવી દીધા હતા.
મિનિટનો પણ સમય ગુમાવ્યા વગર મુખ્યમંત્રીને સીધા જ સ્ટેજ પર સુવડાવી દીધા હતા.

કયા નેતા પાસે કઈ સિક્યોરિટી?
ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડિયાને Z પ્લસ સિક્યોરિટી આપવામાં આવે છે. ત્યાર બાદ હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજાને Z કેટેગરીની સિક્યોરિટી આપવામાં આવી છે. નીતિન પટેલને વાય કેટેગરીની સિક્યોરિટી મળે છે, તેથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરતાં પણ હવે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની સિક્યોરિટીમાં વધારો થયો છે. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સે રાજ્યકક્ષાના ગૃહમંત્રી જાડેજા સામે આતંકી હુમલાનું જોખમ વધ્યાના રિપોર્ટ આપતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય કર્યો છે. રાજ્યના ગૃહ વિભાગે જાડેજાની સિક્યોરિટી વધારવામાં આવી હોવાનું સ્વીકાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો