તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી પહેલ:અમદાવાદમાં મેડિસિન બેંક શરૂ કરાઈ, કોરોનાના હોમ આઈસોલેટ દર્દીઓને વિનામૂલ્યે દવા પહોંચાડાય છે

અમદાવાદ5 દિવસ પહેલા
વિવિધ ક્ષેત્રના લોકોએ ગ્રુપ બનાવી લોકોને ફ્રીમાં દવા પહોંચાડે છે
  • મેડિસિન બેંકની શરૂઆત 250 કીટ કરાઈ હતી જે હવે 1000 કીટ સુધી પહોંચી છે

કોરોનાની બીજી ઘાતક લહેરમાં અનેક લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, ત્યારે હોસ્પિટલ ભરાઈ જતાં હવે લોકો હોમ આઇસોલેટ થયા છે. હોમ આઇસોલેટ દર્દીઓને ઘરે જ સારવાર મળે છે. ત્યારે કેટલાક જરૂરિયાતમંદ દર્દીઓની આર્થિક સ્થિતિ સારી ના હોવાને કારણે દવા ખરીદી શકતા નથી અને સામાન્ય દવાઓ લેતા હોય છે જેને લઇને અમદાવાદમાં અલગ અલગ ક્ષેત્રના લોકોએ સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવ્યું છે અને તેમણે મેડિસિન બેંક શરૂ કરી છે. હવે જરૂરિયાતમંદોને વિના મૂલ્યે દવા પહોચાડવામાં આવે છે.

જરૂરિયાતમંદ દર્દીઓને કીટ અપાય છે
ગ્રુપના સભ્ય ડૉ.માલિની પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પૈસાની સુવિધાને અભાવે અનેક લોકો સામાન્ય દવા પણ ખરીદી શકતા નથી, જેથી અમે ડોક્ટર અને અમારા ગ્રુપના અન્ય સભ્યોએ સાથે મળીને હોમ આઇસોલેટ દર્દીઓને દવા પહોચાડવાનું શરુ કર્યું છે. અમારી ટીમના બધા ડોક્ટરોએ સાથે મળીને એક પ્રિસ્ક્રિપ્શન બનાવ્યું છે. જેના થકી કીટ બનાવી છે અને જરૂરિયાતમંદ દર્દીઓને કીટ પહોંચાડીએ છે.

ગ્રુપના સભ્ય એવા ડો. માલિની પટેલ કીટમાં કેટલા પ્રકારની દવા છે તે બતાવે છે
ગ્રુપના સભ્ય એવા ડો. માલિની પટેલ કીટમાં કેટલા પ્રકારની દવા છે તે બતાવે છે

કીટમાં 11 પ્રકારની દવા હોય છે
વધુમાં ડૉ.માલિનીએ જણાવ્યું હતું કે, મેડિસિન બેંકની શરૂઆત 250 કીટથી શરૂ કરવામાં આવી હતી, જે આજે 1000 કીટ સુધી પહોચ્યું છે. ઉપરાંત ગૂગલ પર વેબસાઇટ બનાવી છે જેના આધારે લોકો સંપર્ક કરે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકો સંપર્ક કરે છે.કોરોનાના દર્દીને સામાન્ય રીતે ગળાનું ઇન્ફેક્શન થયા છે માટે તે માટે એન્ટિબાયોટિક દવા, વિકનેસ માટે પાઉડર, વિટામિન C માટે પણ દવા સહિત કુલ 11 દવાની કીટ બનાવી છે. ઉપરાંત ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ સહિત અનેક સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે.

મેડિસિન બેંકનું વિવિધ ક્ષેત્રના લોકોએ ગ્રુપ બનાવ્યું
અત્યારે ચાલી રહેલી પરિસ્થિતિમાં મદદની સૌથી વધુ જરૂર છે ત્યારે સામાજીક સંસ્થાઓ અને કેટલાક લોકો આગળ આવ્યા છે. અમદાવાદના અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું સોશિયલ મીડિયામાં ગ્રુપ ચાલી રહ્યું હતું, ત્યારે શહેર સહિત દેશભરમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વકરતા ગ્રુપના કેટલાક સભ્યોએ મેડિસિન બેંક માટેનું અલગ ગ્રુપ બનાવ્યું અને એ ગ્રુપ થકી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચ્યા અને 15 દિવસ સુધી રોજ 250 કોરોનાના દર્દીઓને ઘરે દવાની કીટ બનાવીને પહોંચાડી દીધી છે. જે બાદ માંગ વધતા હવે 1000 દવાની કીટ બનાવીને પહોંચાડી છે.

કોરોનાના હોમ આઈસોલેટ દર્દીઓને 11 પ્રકારની દવાની કીટ મફતમાં અપાય છે
કોરોનાના હોમ આઈસોલેટ દર્દીઓને 11 પ્રકારની દવાની કીટ મફતમાં અપાય છે

કીટ વિતરણનો ઉદ્દેશ્ય
મેડિસિન બેંકના ગ્રુપ દ્વારા સ્વ ખર્ચે રોજ અનેક કોરોના દર્દીને ઘરે દવા વિનામૂલ્યે પહોચાડવામાં આવી રહી છે. આ ગ્રૂપનો ઉદ્દેશ એ છે કે, હાલમાં અનેક એવા લોકો છે. જેમને કોરોનાની શરૂઆત થાય છે ત્યારે દવાથી તબિયત સુધરી શકે તેમ હોય છે, પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાને કારણે તેઓ સામાન્ય દવા લેતા હોય છે. જેના કારણે થોડા સમયમાં હોસ્પિટલ દાખલ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થાય છે માટે આવું ના થાય અને સારી તથા યોગ્ય દવા લઈને દર્દી ઘરે જ સાજા થઈ જાય તે ઉદ્દેશ સાથે દવાની કીટ બનાવીને વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો