કોરોના વચ્ચે ગંભીર બેદરકારી:મ્યુનિ.એ જ્યાં કોર્પોરેટરોના કોરોના ટેસ્ટ કર્યા, સામાન્ય સભા કરી એ ટાગોર હોલ સંકુલમાં જ જ્યાં-ત્યાં માસ્ક, PPE કીટ, મેડિકલ વેસ્ટનો ઢગલો

અમદાવાદએક વર્ષ પહેલા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની બિલહારી, ટાગોર હોલ પાસે મેડિકલ વેસ્ટ ઠલવાયો - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની બિલહારી, ટાગોર હોલ પાસે મેડિકલ વેસ્ટ ઠલવાયો
  • થોડા દિવસ પહેલા રેલવે સ્ટેશન બહાર માસ્ક, PPE કીટ વગેરે મેડિકલ વેસ્ટ ટેસ્ટિંગના ડોમ પર ફેંકાયો હતો
  • ખુદ મેડિકલ સ્ટાફ અને AMCના કર્મચારીઓ બેદરકાર
  • એક તરફ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નામે જનતા પાસે દંડના ઉઘરાણા અને કર્મચારીઓને છોડી મૂકે

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બેજવાબદાર ખુદ આરોગ્ય વિભાગ અને કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓ તેમજ સ્ટાફ બેદરકાર છે. ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની યોજાયેલી સામાન્ય સભા અને કોરોના ટેસ્ટ કરાયા હતા ત્યાં જાહેરમાં ગમે ત્યાં પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) કીટ, માસ્ક અને હેન્ડ ગલવ્ઝ જેવી વસ્તુઓ ફેંકી મેડિકલ વેસ્ટના ઢગલાં કરવાની ઘટના સામે આવી છે. શહેરના પાલડીમાં ટાગોર હોલ પાછળ જાહેરમાં ખુલ્લામાં માસ્ક, PPE કીટ અને હેન્ડ ગલવ્ઝ જેવા મેડિકલ વેસ્ટ ફેંકી દેવામાં આવ્યો હતો. પાલડી ટાગોર હોલ ખાતે બે દિવસ કાઉન્સિલરો અને અધિકારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાં જ વપરાયેલા માસ્ક, સેનેટાઇઝર, PPE કીટ અને અન્ય મેડિકલ વેસ્ટ હોવાનું જાણવા મળ્યું છે. આ મેડિકલ વેસ્ટનો સ્થાનિક લોકોએ વીડિયો બનાવી વાઈરલ કર્યો હતો.

કાલુપુર રેલવે સ્ટેશન પણ થોડા દિવસ પહેલા મેડિકલ વેસ્ટ ફેંકાયો હતો
થોડા દિવસ પહેલા જ કાલુપુર રેલવે સ્ટેશનની બહાર જ આ રીતે માસ્ક, PPE કીટ વગેરે મેડિકલ વેસ્ટ ટેસ્ટિંગના ડોમની બહાર જ ફેંકી દેવાયેલો જોવા મળ્યો હતો. એક તરફ મુસાફરોના કોરોના ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા હતી અને બીજી તરફ વ્યવસ્થાની સાથે જ બેદરકારીના દ્રશ્ય સામે આવ્યા હતા. ઉપરાંત સ્પેશિયલ ડોમ પાસે જ ડસ્ટબીન હોવા છતાં ટેસ્ટિંગ કીટ સહીતનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

લોકોને દંડ ફટકારતી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સામે કાર્યવાહી થશે ખરી!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જાહેર રસ્તા પર જો કોઈ સામાન્ય નાગરિક કચરો નાખે, જાહેરમાં થૂંકે અથવા વેસ્ટ નાખે તો તેઓને દંડ ફટકારવામાં આવે છે તો શું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ કાર્યવાહી કરશે? પાલડી ટાગોર હોલ પાછળ નાખવામાં આવેલા મેડિકલ વેસ્ટ મામલે તપાસ કરી દંડ લેવામાં આવશે? જો કોર્પોરેશન આ મામલે કાર્યવાહી ન કરી શકે તો મોટી બેદરકારી ગણી શકાય.

ટાગોર હોલ ફરતે PPE કીટ અને માસ્ક સહિતનો મેડિકલ વેસ્ટ ઠલાવાયેલા ફોટો અને વીડિયો વાઈરલ
ટાગોર હોલ ફરતે PPE કીટ અને માસ્ક સહિતનો મેડિકલ વેસ્ટ ઠલાવાયેલા ફોટો અને વીડિયો વાઈરલ

કમિશનર અને ડે. કમિશનરોએ પણ ટેસ્ટ કરાવ્યા
બુધવારે જે કાઉન્સિલરોનો પાલડી ટાગોર હોલમાં RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એમાં 50 કાઉન્સિલર અને 12 સપોર્ટ સ્ટાફ હતા, જેમાંથી માત્ર એક જ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવી હતી, જેને સારવાર માટે મોકલવામાં આવી છે. ઉપરાંત કમિશનર મુકેશકુમાર, ડેપ્યુટી કમિશનરો સહિતના અધિકારીઓએ પણ ટેસ્ટ કરાવ્યા હતા.

આરોગ્ય વિભાગ અને અમદાવાદ કોર્પોરેશનનો હેલ્થ વિભાગ દ્વારા ગંભીર બેદરકારી
આરોગ્ય વિભાગ અને અમદાવાદ કોર્પોરેશનનો હેલ્થ વિભાગ દ્વારા ગંભીર બેદરકારી

153માંથી 5 કાઉન્સિલર કોરોના પોઝિટિવ
6 મહિના બાદ પહેલીવાર ફિઝિકલ સામાન્ય સભા મળી હતી, જેને લઈને તમામ કાઉન્સિલરના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપનાં પાંચ કાઉન્સિલર કલાબેન યાદવ(કુબેરનગર), બિપિન સિક્કા(સરદારનગર), ઉર્વશીબેન ડાભી(સરદારનગર), પંકજસિંહ સોલંકી(વટવા) અને જેઠીબેન ડાંગર(સરખેજ વોર્ડ)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 20થી વધુ કાઉન્સિલર હોમ ક્વોરન્ટીન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...