વતન વાપસી:યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના મેડિકલ વિદ્યાર્થીઓ પરત ફર્યા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લૉકડાઉનથી ગુજરાત, મહારાષ્ટ્રના વિદ્યાર્થી અટવાયા હતા
  • ભારતીય દૂતાવાસની મદદથી વિશેષ ફ્લાઇટનું આયોજન

કોરોના મહામારી શરૂ થયા બાદ વિશ્વના મોટાભાગના દેશો તેના ભરડામાં આવી ગયા છે. જેના કારણે અનેક દેશોમાં લૉકડાઉન જાહેર કરતા લોકો ફસાઈ ગયા હતા. યુક્રેનમાં પણ લોકડાઉનને પગલે ત્યાં ફસાઈ ગયેલા ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 268 જેટલા મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થીઓને શુક્રવારે મોડી સાંજે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા.

આ તમામ વિદ્યાર્થીઓને યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટમાં અમદાવાદ લાવવામાં આવ્યા છે. અમદાવાદ પહોંચેલા આ તમામ વિદ્યાર્થીઓની મેડિકલ તપાસ કર્યા બાદ જ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર આવેલા તમામ વિદ્યાર્થીઓ સરકારના દિશાનિર્દેશો મૂજબ ક્વોરન્ટાઇન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ પહેલીવાર અમદાવાદ આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ સ્પેશિયલ ફ્લાઇટનું આયોજન કિવમાં ભારતીય દૂતાવાસની મદદથી ધ એમડી હાઉસ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...