રેમડેસિવિરની કાળાબજારી:અમદાવાદના નર્સ સહિત મેડિકલ સ્ટોરનો કર્મચારી પકડાયાં, વસ્ત્રાપુરની DHS હોસ્પિટલના સ્ટોરના કર્મચારીની સંડોવણી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આ પહેલાં SOGએ 2 સગીર સહિત 6ની ધરપકડ કરી હતી
  • વસ્ત્રાપુરની DHS હોસ્પિટલના સ્ટોરના કર્મચારીની સંડોવણી

રેમડેસિવિર ઇન્જેકશનનાં કાળાં બજારના કૌભાંડમાં જિલ્લા એસઓજીએ વધુ એક નર્સ અને વસ્ત્રાપુર ખાતેની ડીએચએસ હોસ્પિટલના મેડિકલ સ્ટોરના કર્મચારીની ધરપકડ કરી હતી. આ અગાઉ એસઓજીએ આ કૌભાંડમાં સંડોવાયેલા 2 સગીર તેમ જ જુહાપુરાની હોસ્પિટલની નર્સ, મેડિકલ સ્ટોરના 2 માલિક અને મેડિકલ સ્ટોરના કર્મચારી સહિત 6ની ધરપકડ કરી હતી.

રેમડેસિવિરનાં કાળાં બજારમાં ડીએચએસ હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા વિમલ સાધુ (ઉં.42, શ્રીરંગ એપાર્ટમેન્ટ, શાસ્ત્રીનગર)ની ધરપકડ કરી હતી તેમ જ જુદી જુદી હોસ્પિટલોમાં નર્સ તરીકે નોકરી કરતી અમરીનબાનુ મહંમદહુસેન શેખ(હુમે હોમ્સ, ફતેવાડી કેનાલ પાસે)ને ઝડપી લીધી હતી.

ઇન્જેક્શન સ્કિપ કરી વેચતા આરોપીના જામીન ફગાવાયા
કોરોના દર્દીઓના સારવાર માટે આપવાના રેમડેસિવિર ઇન્જેક્શન સ્કિપ કરી કાળા બજારમાં વેચતા સાર્થક હોસ્પિટલના નર્સ સ્ટાફ તરીકે નોકરી કરતા આરોપી આશિષ ક્રિશ્ચિયનની જામીન અરજી એડિ. સેશન્સ જજ વી. વી. પરમારે ફગાવી દીધી છે. 4 નંગ રેમડેસિવિર સાથે પકડાયેલા આશિષે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, બંનેએ ભેગા મળી દર્દીઓને અપાતાં ઇન્જેક્શનો સ્કિપ કરી ઊંચા ભાવે કાળાં બજાર કરતાં હતાં. આરોપી આશિષ પાસેથી 4 ઇન્જેક્શન કબજે કરાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...