તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Medical Mafia Robbing Patients In The Corona Era: The Same Company, Despite Having The Same Brand Of Medicine, Charges Somewhere Between Rs 450 And Rs 950.

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:કોરોનાકાળમાં દર્દીઓને લૂંટતા મેડિકલ માફિયાઃ એક જ કંપની, એક જ બ્રાન્ડની દવા હોવા છતાં ક્યાંક 450 તો ક્યાંક 950 ભાવ વસૂલે છે

અમદાવાદ, રાજકોટએક મહિનો પહેલાલેખક: ગૌરવ તિવારી
  • કૉપી લિંક
બે જગ્યાએથી લીધેલી એક જ દવાના અલગ અલગ ભાવની તસવીર - Divya Bhaskar
બે જગ્યાએથી લીધેલી એક જ દવાના અલગ અલગ ભાવની તસવીર
  • દવા અને ડિવાઇસની ડિમાન્ડ વધતા મેડિકલ માફિયાઓ 200થી 1000% વધુ ભાવ વસૂલવા લાગ્યા
  • એક જ એન્ટિબાયોટિકનો બે જગ્યાએ અલગ-અલગ ભાવ નીકળ્યો
  • ઑનલાઈનમાં તો તેના કરતાં પણ સસ્તું એટલે કે, 350 રૂપિયા જ કિંમત
  • અમુક માથાઓ જ દવાની સાચી પડતર અને કિંમત જાણે છે

ગુજરાતભરમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે મેડિકલ માફિયાઓ દવાઓ અને મેડિકલ ડિવાઇસના કાળા બજાર કરીને ઊંચી કિંમત વસૂલી રહ્યા છે. તેના કારણે જીવનરક્ષક ઉપકરણોના ભાવમાં 1000 ટકાનો ઉછાળો આવ્યો છે. એક ઑક્સિજન કન્સેન્ટ્રેટરનો ભાવ સામાન્યપણે 36 હજારથી 40 હજાર હોય છે જે હવે 1.5 લાખ રૂપિયામાં વેચવામાં આવી રહ્યા છે. આ તરફ રાજકોટમાં ભાસ્કરની ટીમે કોવિડ હોસ્પિટલના તબીબો પાસેથી કોરોના દર્દી માટેની એન્ટિબાયોટિક અને એન્ટિવાયરલ ઇન્જેક્શન સહિતની દવાઓનું પ્રિસ્ક્રિપ્શન મેળવીને અલગ-અલગ દુકાનેથી ખરીદી કરી હતી. મેરોબે બ્રાન્ડનું ઇન્જેક્શન એક મેડિકલ સ્ટોરે એમઆરપીના ભાવે એટલે કે 950માં આપ્યું તો બીજા સ્ટોરે 450 વસૂલ્યા હતા. જ્યારે ઑનલાઇન આ જ ઇન્જેક્શન 350ના ભાવે વેચાતું હતું.

Merrobe બ્રાન્ડનું meropenem ઈન્જેકશન એક મેડિકલમાં 450 અપાયું
Merrobe બ્રાન્ડનું meropenem ઈન્જેકશન એક મેડિકલમાં 450 અપાયું

દવાની બમણી કિંમત
ભાસ્કરની ટીમે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે એક જ કંપની, બ્રાન્ડની દવાઓ વિવિધ દુકાનેથી ખરીદી હતી. જેમાં ચોંકાવનારી વિગતો મળી હતી. 950ની એમઆરપી ધરાવતા એક જ ઇન્જેક્શનનો જુદો-જુદો ભાવ જોવા મળ્યો હતો. આવું મોટાભાગની દવા કંપનીઓ કરે છે જેથી વચેટિયાઓ નફો રળી રહ્યા છે. કોરોનાની ઘણી દવાઓ અને ઈન્જેક્શન ડ્રગ પ્રાઇઝ કન્ટ્રોલ ઓર્ડરમાં સમાવિષ્ટ નથી જેથી મનફાવે ભાવ વસૂલાય છે. દવાની અછતથી મેડિકલ માફિયા દ્વારા સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ બજારમાંથી ગાયબ કરી દેવાઈ છે અને સબ સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ ઊંચા ભાવે વેચી નફો રળી લેવાય છે.

Merrobe બ્રાન્ડનું જ ઉપરોક્ત ઈન્જેકશન બીજા મેડિકલ સ્ટોરમાં 950માં મળ્યું.
Merrobe બ્રાન્ડનું જ ઉપરોક્ત ઈન્જેકશન બીજા મેડિકલ સ્ટોરમાં 950માં મળ્યું.

દવા અને તેના ભાવઃ-

ડ્રગનું નામસ્ટોરમાંઓનલાઈન

FABIFLU 400 MG 17

12241101
ROSINOX-60638510
DOXY -1 L-DR9583

CEFAKIND CV 500

435374
VERMACT 12371297

ડ્રગ પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડર લોકોને લૂંટતા બચાવશે
દવાઓમાં થતી બેફામ લૂંટને અટકાવવા ડ્રગ પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડર 1995 લાગુ કરવામાં આવ્યો છે. આ ઓર્ડર અંતર્ગત દવાઓની યાદી બનાવી તેના પર ભાવબાંધણું કરાયું છે. આ યાદીમાં આવી ગયા બાદ સરકારે નક્કી કરેલા ભાવથી વધુ ભાવ કોઇપણ કંપની કે મેડિકલ સ્ટોર લઈ શકે નહીં. આ યાદીમાં નામ ઉમેરવા સંદર્ભે નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈઝિંગ ઓથોરિટીની પણ રચના કરવામાં આવી છે. 2011માં નેશનલ લિસ્ટ ઓફ એસેન્સિયલ મેડિસિન બનાવાયું હતું તેના આધારે ડીપીસીઓ 2013માં 27 ગ્રૂપના 680 ડ્રગનું ભાવબાંધણું કરાયું છે. જાહેરહિત હોય ત્યારે ગમે તે દવાને લિસ્ટમાં સમાવી શકાય તેવી જોગવાઈ હોવાથી હાલના સમયે આ ઓર્ડરનો ઉપયોગ કરી કોરોનામાં વપરાતી દવાઓને યાદીમાં સમાવી ભાવ કાબૂમાં કરી શકાય છે.

પલ્સ ઓક્સિમીટર - ફાઇલ તસવીર
પલ્સ ઓક્સિમીટર - ફાઇલ તસવીર

ગુજરાતભરમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે મેડિકલ માફિયાઓ દવાઓ અને મેડિકલ ડિવાઇસના કાળા બજાર કરીને ઊંચી કિંમત વસૂલી રહ્યા છે. તેના કારણે જીવનરક્ષક ઉપકરણોના ભાવમાં 1000 ટકાનો ઉછાળો આવ્યો છે. મેડિકલ ક્ષેત્રનું બેકગ્રાઉન્ડ ન હોય એવા લોકોએ પણ ઝંપલાવીને દવાઓ, ડિવાઇસનો ઊંચો ભાવ વસૂલી રહ્યા છે. એક ઑક્સિજન કન્સેન્ટ્રેટરનો ભાવ સામાન્યપણે 36 હજારથી 40 હજાર હોય છે જે હવે 1.5 લાખ રૂપિયામાં વેચવામાં આવી રહ્યા છે.

બાઇપેપ મશીન - ફાઇલ તસવીર
બાઇપેપ મશીન - ફાઇલ તસવીર

મેડિકલ બેકગ્રાઉન્ડ ન હોય એવા લોકો વેપાર કરી રહ્યા છે
ભાસ્કરે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વ્યક્તિનો સંપર્ક કર્યો તો તેણે જણાવ્યું કે તે પહેલા સેનેટાઇઝર તથા ગ્લવ્સ વેચતો હતો. પણ માગ વધી જતા હવે તે ઓક્સિમીટર અને ઓક્સિજન કન્સેન્ટ્રેટર વેચી રહ્યો છે.

ઓક્સિજન કોન્સ્ટ્રેટર - ફાઇલ તસવીર
ઓક્સિજન કોન્સ્ટ્રેટર - ફાઇલ તસવીર

સરકાર આવશ્યક વસ્તુ અધિનિયમ લાગુ કરે
નિષ્ણાંતોનું કહેવું છે કે ગુજરાત અને દેશમાં દવાઓ તથા મેડિકલ ડિવાઇસની કાળાબજારી રોકવા માટે 1955નો આવશ્યક વસ્તુ અધિનિયમ લાગુ કરવો જોઈએ. હાઇકોર્ટના વકીલ ઓમ કોટવાલનું કહેવું છે કે સરકારે કાળાબજાર કરનારાઓ સામે કડક પગલાં ભરવા જોઈએ. સામાન્ય માણસો આ અંગે ફરિયાદ અત્યાર સુધી એનપીપીએ (રાષ્ટ્રીય ઔષધ અને મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ) દ્વારા કોઈ પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા નથી. માત્ર સ્ટેન્ટ અને ની હીપ જોઇન્ટનો રેટ જ નિર્ધારીત કરાયેલો છે.

કોઈ નિયંત્રણ નથી એટલે ભાવ વધારી દેવાયા

મેડિકલ ડિવાઇસકોરોના પહેલાબીજી લહેર
પલ્સ ઓક્સિમીટર6002500
બાયપેપ2600055000

ઓક્સિજન કન્સેન્ટ્રેટર

360001.5 લાખ
વેન્ટિલેટર7.5-12 લાખવેઇટિંગ

ઓક્સિજન ફ્લોમીટર

8008000

દુકાનો-હોસ્પિટલ નહીં સોશિયલ મીડિયાથી થાય છે લે-વેચ, કાળાબજારીયાઓને લાભ
જરૂરિયાતમંદ લોકો સોશિયલ મીડિયા, વૉટસએપના માધ્યમથી પોતાની જરૂરિયાત લોકો સુધી પહોંચાડે છે. આ તત્વો તેના આધારે એમના સુધી પહોંચીને ભાવતાલ કરે છે. વાજબી ભાવે મળે એ માટેની સરકારી વ્યવસ્થા નથી તેનો લાભ કાળા બજાર કરનારા લઈ રહ્યા છે.

રિટેલ વેપારીઓને માતબર નુકસાન
રિટેલ વેપારીઓનો આક્ષેપ છે કે ઘણા વેપારીઓ કૃત્રિમ અછત પેદા કરવા માટે મેડિકલ ડિવાઇસોની જમાખોરી કરી છે. ભાસ્કરે એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. તેણે ઓક્સિજન કન્સેન્ટ્રેટર માટે 1.5 લાખ ચાર્જ જણાવ્યો હતો જેને ડિસ્ટ્રીબ્યુટર પાસેથી 36000માં લાવવામાં આવે છે.