સુનાવણી:MBBSમાં બોન્ડ સંદર્ભે અરજદારને બાહેંધરી આપવા હુકમ, વિદ્યાર્થીને સર્ટી આપ્યા છે, જેથી અંતિમ નિર્ણયને આધીન રહેવુ પડશે: હાઈકોર્ટ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેડિકલના કોલેજના વિદ્યાર્થીના બે લાખના બોન્ડના વિવાદમાં સિંગલ બેન્ચના આદેશ સામે ડિવીઝન બેંચ સમક્ષ થયેલી અપીલની સુનાવણીમાં કોર્ટે અરજદારને બાહેનધરી આપવા કહ્યું કે, હાલ સર્ટી તો કામ ચલાઉ ધોરણે આપવામાં આવી રહ્યા છે, પરંતુ કોર્ટનો નિર્ણય આવ્યો, તેને બાધિત રહેવું પડશે. આ દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠે એડવોકેટને મહત્વની ટકોર કરી છે. વિદ્યાર્થી તરફથી પાર્ટી ઇન પર્સન તરીકે આ કેસ અરજદારના પિતા લડી રહ્યા છે. પોતાનો પક્ષ રજૂ કરતા સમયે કોર્ટે પિતાને અવલોકન કરતા ટકોર કરી કે નવી નવી દલીલો કરતા પોતે જ પોતાના દીકરાનું ભવિષ્ય બગાડી રહ્યા છે.

અગાઉ કોર્ટે આ મામલે કોલેજને આદેશ કર્યો હતો કે, કોલેજ કવરિંગ લેટર સાથે અરજદારે માંગેલ ત્રણ સર્ટિફિકેટ્સ રજૂ કરે, જે કોલેજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. જેમાં પણ અરજદારે વાંધો ઉઠાવ્યો કે અટેમ્પ્ટ સર્ટિફિકેટમાં 2015થી 2019 નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની સ્થાને બદલે 2021 હોવું જોઇએ. તેથી કોર્ટે કોલેજ વતી હાજર એડવોકેટ ને કહ્યું લે આ તારીખમાં યોગ્ય સુધારો કરી, સર્ટિફિકેટ ઉપર ડીનના જ સહી કરી રજૂ કરવા કહ્યું છે. ઉપરાંત કોર્ટે અરજદારના અન્ય મુદ્દા હોય તો તે પણ સ્પષ્ટ કરવા કહ્યું. સાથે જ તેમને માંગેલ સર્ટી આપવામાં તો આવે છે, પરંતુ વાલીએ કોર્ટનો નિર્ણય આવ્યે, તેને આધીન રહેવા માટે કોર્ટ સમક્ષ લેખિતમાં બાહેનધરી આપવા કહ્યું છે.

અગાઉ સિંગલ બેચની કોર્ટે વિદ્યાર્થીના ત્રણ દસ્તાવેજો ફર્સ્ટ એટેમ્પ્ટ સર્ટિફિકેટ, ટ્રાન્સ્ક્રિપ્ટ સર્ટિફિકેટ અને ઇન્ટર્નશિપ કમ્પ્લિશન સર્ટિફિકેટ પરત કરવા હુકમ કર્યો હતો, ઉપરાંત બોન્ડના રૂપિયા બે લાખની રકમ ભરવાનો પણ આદેશ કર્યો હતો. જે આદેશને પડકારતા વિદ્યાર્થી તરફથી તેના પિતા રાજેશ પટેલે પાર્ટી ઇન પર્સન તરીકે સિંગલ બેચમાં આદેશની સામે ડિવીઝન બેંચમાં અપીલ કરી હતી. જેમાં MBBS પૂર્ણ થઇ ગયેલ હોવા છતાંય તેને ઇન્ટર્નશિપ સર્ટિફેક્ટ આપવામાં આવતું નથી. આગળ અભ્યાસ માટે તેની જરૂરી છે. જોકે સરકાર તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે વિદ્યાર્થી તરફથી બોન્ડ સાઇન કરવામાં આવ્યા છે, તેની ભરપાઈ નથી કરવામાં આવી. જેની સામે અરજદારની દલીલ છે કે બોન્ડનો મુદ્દો તેમને લાગૂ જ થતો નથી.

અન્ય સમાચારો પણ છે...