સોખડા મંદિર વિવાદ:સમાધાન પહેલા કોર્ટમાં બંને પક્ષે એકબીજા સામે વાંધા ઉઠાવ્યા, બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત જજ MS શાહની અધ્યક્ષતામાં મીડિયેશન થશે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • પ્રબોધ સ્વામીના વકીલે પ્રેમસ્વરૂપ સ્વામીને સંસ્થાના પ્રેસિડેન્ટ તરીકે ઉલ્લેખ સામે વાંધો ઉઠાવ્યો
  • કોર્ટે પ્રેસિડેન્ટના મુદ્દા અંગે યોગ્ય ફોરમમાં રજૂઆત માટે કહ્યું

સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદનો મામલો વધુ ગૂંચવાતો હોય તેમ જણાઈ રહ્યું છે. હાઇકોર્ટ સમક્ષ સમાધાન માટે બંને પક્ષ તૈયાર થયા છે. ત્યારે બંને પક્ષે એકબીજા સામે વાંઘા ઉઠાવ્યા હતા. દરમિયાન મંદિરના વિવાદ મામલે બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ એમ.એસ. શાહની અધ્યક્ષતામાં મીડિયેશન (સમાધાન) પ્રક્રિયા આગળ વધશે.

હાઈકોર્ટમાં બંને પક્ષ સમાધાન માટે તૈયાર થયા છે
સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદનો મામલો વધુ ગૂંચવાતો હોય તેમ જણાઈ રહ્યું છે. હાઇકોર્ટ સમક્ષ સમાધાન માટે બંને પક્ષ તૈયાર થયા છે. પરંતુ પ્રેમ સ્વામીના વકીલ સુધીર નાણાવટી તરફથી મીડિયેટર સાથે સમાધાન દરમિયાન પ્રેમ સ્વરૂપ સ્વામી સાથે ત્યાગ વલ્લભ સ્વામીને હાજર રાખવામાં આવે તેવી રજૂઆત કરી તેની સામે પ્રબોધ સ્વામીના વકીલ ચિત્રજીત ઉપાધ્યાય તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં, પરંતુ પણ સુનાવણી દરમિયાન સંસ્થાના પ્રેસિડન્ટનો મુદ્દો પણ કોર્ટે સમાધાન માટેની બેઠકમાં ચર્ચા કરવા માટે આગ્રહ કર્યો. જેની સામે પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલે વાંધો ઉઠાવ્યો અને આ મુદ્દો સમાધાન બેઠકમાં ચર્ચા ન કરવા માટે કહ્યું. જે બાદ કોર્ટે પણ પ્રેસિડેન્ટના મુદ્દો અંગે યોગ્ય ફોરમમાં રજૂઆત માટે કહ્યું છે.

મીડિયેશન પહેલા 9મી મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે
મંદિરના વિવાદ મામલે બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાય મૂર્તિ જસ્ટિસ એમ.એસ. શાહની અધ્યક્ષતામાં મીડિયેશન (સમાધાન) પ્રક્રિયા આગળ વધશે. જોકે તે પહેલા બંને સંતો અને તેમના વકીલની 9મી મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. 13 જૂન સુધીમાં કોર્ટને મીડિયેશનનો રિપોર્ટ આપવાનો રહેશે, 13 જૂનના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે.

પ્રેમસ્વરૂપ સ્વામીના વકીલની વાતનો પ્રબોધ સ્વામીના વકીલે વાંધો ઉઠાવ્યો
સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામીના વકીલ તરફથી સમાધાન માટે તૈયારી દર્શાવવામાં આવી હતી. જોકે મહત્વની વાત એ સામે આવી કે સમાધાન માટે મીડિયેટરની હાજરીમાં જ પ્રક્રિયા થાય તે માટે પણ બન્ને પક્ષ તૈયાર થયા હતા. જોકે બાદમાં પ્રેમ સ્વામીના વકીલ દ્વારા રજૂઆત કરાઈ કે, 'જો મીડિયેટરની હાજરીમાં સમાધાન વખતે પ્રેમસ્વરૂપ દાસની સાથે ત્યાગ વલ્લભ સ્વામી પણ પ્રતિનિધિ તરીકે હાજર રહેશે' જેની સામે પ્રબોધ સ્વામીના વકીલ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો.

2 વકીલ સહિત 5 લોકોની હાજરીમાં સમાધાન થવાનું હતું
આ મામલે કોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે' અચાનક પ્રેમ સ્વામી તરફથી સમાધાન મામલે નવી વાત કેમ કરવામાં આવી? કેમ કે, અગાઉ સમાધાન માટે માત્ર મીડિયેટરની અધ્યક્ષતામાં બન્ને સાધુ અને બે વકીલ મળી કુલ પાંચ લોકોની હાજરીમાં સમાધાનની વાત હતી. પરંતુ હવે શા માટે પ્રેમ સ્વામીની સાથે વલ્લભ સ્વામીને હાજર રાખવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે'.

હાઈકોર્ટનું સૂચન બંને પક્ષ સાથે તેમના વકીલ બેઠક કરે
જોકે કોર્ટે આ મામલે એક ઉપાય સૂચવ્યો અને કહ્યું કે, 'સૌથી પહેલા પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી તથા તેમના વકીલ એમ મળી કુલ 4 લોકો સાથે બેસે. બાદમાં બીજી બેઠકમાં નિવૃત જજની એટલે કે મીડિયેટરની મદદ લેવામાં આવશે'.

અન્ય સમાચારો પણ છે...