તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વર્ગારોહણ તિથિ:વિજયસિદ્ધિ સૂરીશ્વરજીની 61મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે જરૂરિયાતમંદોને ભોજન પીરસાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંઘસ્થવીર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજયસિદ્ધિ સૂરીશ્વરજી મહારાજાની 61મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે જૈન સંઘો દ્વારા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નરરત્નસૂરી મહારાજા સ્થાપિત નમોનમઃ શાશ્વત પરિવાર દ્વારા 20 સપ્ટેમ્બરે રવિવારે શહેરના 30થી વધુ વિસ્તારોમાં જરૂરિયાતમંદોને એક ટંકનું ભોજન પૂરું અપાશે.

આ પ્રસંગે મેયર બિજલ પટેલ, પૂર્વ મેયર અમિત શાહ, ધારાસભ્ય રાકેશ શાહ તથા અમદાવાદના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...