તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:બકેરી ગ્રુપના એમ.ડી. પાવન બકેરીએ કહ્યું કે, બિઝનેસમાં પોઝિટિવ થીંકીંગથી તમે ઝડપી કમબેક કરી શકશો

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
બકેરી ગ્રુપના એમ.ડી. પાવન બકેરી. - Divya Bhaskar
બકેરી ગ્રુપના એમ.ડી. પાવન બકેરી.
 • અત્યારે ઓનલાઈન બિઝનેસને વધારવાની જરૂર

આંત્રપ્રિન્યોરશિપ ઈન ધ ન્યૂ નોર્મલ વિષય પર ગણપત યુનિવર્સિટીમાં વેબિનાર યોજાયો હતો. જેમાં બકેરી એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ગ્રુપ)ના મેનેજિંગ ડિરેક્ટર પાવન બકેરીની ટૉક યોજાઈ હતી. જેમાં તેમને સફળ આંત્રપ્રિન્યોરશિપ તરફ કઈ રીતે પહોંચી શકાય છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કયા પ્રકારનો બિઝનેસ યોગ્ય છે તે તમામ બાબતોને લઈને પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ઓનલાઈન મોડમાં બિઝનેસ કરવાની જરૂર 
ખુદનો બિઝનેસ શરૂ કરવા માટે કેટલીક બાબતોને સમજવી જરૂરી છે. તમારામાં રિસ્ક બેલેન્સિંગ સ્ટ્રેટજી હોય, ગેમ્સ થિયરી સ્ટ્રેટજીની સમજ હોય જેમાં તમે લોસને મિનિમાઈઝ અને પ્રોફિટને મેક્સિમાઈઝ કરી શકો છો. આ ઉપરાંત અત્યારનો સમય કોમ્પ્યુટર ડિરેક્ટરેટ સ્ટ્રેટજી તરફ જવાનો છે એટલે કે ઓનલાઈન મોડમાં બિઝનેસ કરવાની જરૂર છે. ઓનલાઈન જુદા-જુદા સેક્ટરમાં તમે આંત્રપ્રિન્યોરશિપ તરફ જઈ શકો છો જેમ કે, અત્યારની પરિસ્થિતમાં ઓનલાઈન ક્લાસિસ ચાલી રહ્યા છે. તેવી જ રીતે આગામી સમયમાં સપ્લાય ચેન વર્ચ્યુઅલ મોડથી પ્રોડક્ટને કન્ઝ્યુમર સુધી પહોંચાડી શકાય છે.
પરંતુ આ બધું ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે કેટલીક બેઝિક બાબતો અને માર્કેટને સમજો. તમારી સાથે એવો પણ કપરો સમય આવી શકે છે જેમાં તમને બાઉન્સ બેક થતા આવડતું હોવું જોઈએ કેમ કે, બિઝનેસમાં કમબેકની ભાવના પણ જરૂરી છે એ ત્યારે જ શક્ય બને જ્યારે તમે પોઝિટિવ થિંકિંગ રાખતા હોવ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો