તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર ક્રાઈમ:MBBSની વિદ્યાર્થિનીનું ડેટિંગ સાઈટ પર ફેક ID બનાવી ચેટ કરી લોકોને પર્સનલ નંબર આપ્યા, મોડાસાથી આરોપી ઝડપાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોડાસાથી અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે MBBS સ્ટુડન્ટને પકડી લાવી - Divya Bhaskar
મોડાસાથી અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે MBBS સ્ટુડન્ટને પકડી લાવી
  • એક જ સમાજ અને શહેરના હોવાથી યુવક અને યુવતી મેડિકલ વિદ્યાર્થીઓના વોટ્સએપ ગૃપમાં સામેલ હતા
  • ગૃપના એડમિને એવા આરોપી વિદ્યાર્થીએ યુવતીને વોટ્સએપ ગૃપમાં એડ કરી હતી
  • પર્સનલ વોટ્સએપમાં યુવતી રિસ્પોન્સ ન આપતી હોવાથી બદલો લેવા યુવકે ડેટિંગ સાઈટ પર ફેક ID બનાવી

મેડિકલ કોલેજમા ભણતી વિદ્યાર્થિનીના નામે ફેક આઈડી બનાવી અલગ-અલગ યુવક સાથે ચેટ કરતાં MBBSના સ્ટુડન્ટને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. યુવતીએ કરેલી ફરિયાદ અનુસાર યુવકે તેના નામે ફેક આઈડી બનાવી ડેટિંગ સાઇટ પર ચેટ જુદાજુદા લોકો સાથેને તેનો પર્સનલ નંબર આપી દીધો હતો. અનેક લોકોના મેસેજ આવતા આખરે યુવતીએ આ અંગે સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

વોટ્સએપ પર અજાણી વ્યક્તિના મેસેજથી ખબર પડી
અમદાવાદના મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી નિશા (નામ બદલ્યું છે) રોજ પોતાની કોલેજમાં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન એક દિવસ તેના વોટ્સએપ નંબર પર અજાણી વ્યક્તિના મેસેજ આવ્યા અને કહ્યું કે તમારો નંબર અમને ડેટિંગ વેબસાઈટ પર પ્રોફાઈલ પરથી મળ્યો છે. જેથી અમે તમને મેસેજ કર્યો છે અને આવી રીતે બીજા લોકોએ પણ નિશાને મેસેજ કરવા લાગ્યા હતા. જેનાં કારણે નિશા પરેશાન થઈ ગઈ હતી. કારણકે તેને આવી કોઈ આઈડી બનાવી જ ન હતી. જેથી તેણે આ અંગે સાયબર ક્રાઇમ વિભાગનો સંપર્ક કર્યો હતો. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ કરી આરોપીને દબોચી લીધો છે.

યુવકે બદલો લેવા માટે થઈને યુવતીના ડેટિંગ સાઈટ પર ફેક ID બનાવ્યા હતા
યુવકે બદલો લેવા માટે થઈને યુવતીના ડેટિંગ સાઈટ પર ફેક ID બનાવ્યા હતા

ડેટિંગ સાઈટ પર વિવિધ ID બનાવી યુવતીના પ્રોફાઈલ પિક રાખ્યા
ચાંદખેડા રહતી આપેલી ફરિયાદ મુજબ કોઈ અજાણી વ્યક્તિએ લેમન ડેટિંગ એપ્લિકેશન પર Naiya, cutie, sweet girl નામના ID બનાવીને તેના પ્રોફાઈલ પિક્ચર રાખ્યા હતા. તે ID પરથી તેણે જુદાજુદા લોકો સાથે યુવતીના નામે કરી તેનો મોબાઈલ નંબર અને ઈન્સ્ટાગ્રામ IDની માહિતી આપી હતી. એટલું જ નહીં તેમાં કોમેન્ટ કરીને વાતચીત કરવા જણાવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર તેના એકાઉન્ટ બનાવીને યુવતીને કોલેજમાં બદનામી થાય તેમ બીભત્સ ગાળો આપતો મેસેજ કરતો હતો.

પોલીસે ટેક્નિકલ એનાલિસિસના આધારે યુવકને પકડ્યો
સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરીને ટેક્નિકલ એનાલિસિસના આધારે ફેક ID બનાવનાર યુવક અરવલ્લી જિલ્લાના મોડાસાનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મોડાસાથી કુશ ઉર્ફે છોટુ ઘનશ્યામ પટેલ (ઉ.વ.20)ની તેના નાલંદા-1 માલપુર રોડ સ્થિ ઘરથી અટકાયત કરી હતી.

એક જ સમાજના હોવાથી પરિચયમાં આવ્યા
પોલીસની પુછપરછમાં યુવકે જણાવ્યું હતું કે તે અને યુવતી એક જ સમાજના હોય અને મોડાસા ખાતે રહેતા હતા અને બંને MBBSમાં અભ્યાસ કરતા હોવાથી મોડાસાની વિવિધ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વોટ્સએપ ગૃપમાં છે, જેનો એડમિન તે પણ છે. તેથી તેણે યુવતીને તે ગૃપમાં એડ કરી હતી. તેને જાણવા મળેલું કે તેમના બંનેના પિતા પણ મિત્રો છે. જેથી બંને વચ્ચે વોટ્સએપમાં મેસેજથી વાતચીત થતી હતી. પરંતુ યુવતી બરાબર રિસ્પોન્સ આપતી ન હતી અને તેને અવોઈડ કરી હતી. તેથી તેને તુચ્છ ગણતી હોવાની લાગતા તેણે બદલાની ભાવનાથી હેરાન કરવાના ઈરાદે તેના મોબાઈલથી જુદાજુદા ID બનાવીને મિત્રોને મેસેજ કર્યા હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની અટકાયત કરી હતી.

યુવતીઓને હેરાન કરવાના સોશિયલ સાઈટ પર સાયબર ક્રાઈમના બનાવ સામે આવી રહ્યા છે
યુવતીઓને હેરાન કરવાના સોશિયલ સાઈટ પર સાયબર ક્રાઈમના બનાવ સામે આવી રહ્યા છે

સોશિયલ મીડિયાને સંબંધિત ફ્રોડથી બચો
સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા જણાવે છે કે, આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપસપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે. WhatsApp, Facebook, Instagram, Twitter, YouTube, snapchat જેવી એપ્લિકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ અહીં પણ તમારી સાથે છેતરપિંડી કરવા માટે ઘણા અસામાજીક સાયબર તત્વો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેમ કે, સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના નામે ફેક પ્રોફાઇલ બનાવવી, સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના પ્રોફાઇલ પેજ હેક કરવા કે અન્ય કોઇ વ્યકિતના ફોટો કે વીડિયો બિનઅધિકૃત રીતે અપલોડ કરવા, અન્ય કોઇ વ્યકિત વિશે અપશબ્દોનો ઉપયોગ, બીભત્સ ભાષા, સાહિત્ય કે પોર્નોગ્રાફી, સાયબર બુલિંગ, ફેક ન્યૂઝ કે ખોટી અફવા ફેલાવવી, ધર્મ, જાતિ, ભાષા કે પ્રાંતને નિશાન બનાવી અન્યની લાગણીને ઠેસ પહોંચાડવી તેમજ તે પ્રકારની માહિતી, ફોટા કે વીડિયો અપલોડ કરવા, ટેગ અથવા શેર કરવું પણ ગંભીર ગુનો બને છે. સોશિયલ મીડિયાથી થતા નુકશાનની સાથે તેના સાચા ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવી સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો