તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ વખત અખબારમાં હસાયરો:માણો માયાભાઇ આહીર અને સાંઇરામ દવેનો હાસ્ય દરબાર, વાવાઝોડામાં મોબાઇલ બંધ થીયા તો એમ લાઇગું કે વિહ વિહ વરહના દીકરા વીયા ગીયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાસ્યની દુનિયાના બે દિગ્ગજ કલાકાર માયાભાઇ આહીર અને સાંઇરામ દવેએ રાજકોટના ગ્રીનલીફ રિસોર્ટસમાં દોઢ કલાક સુધી માત્ર દિવ્ય ભાસ્કરના વાચકો માટે જ હાસ્યની છોળો ઉડાવી હતી. એ હસાયરો અહીં તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે. - Divya Bhaskar
હાસ્યની દુનિયાના બે દિગ્ગજ કલાકાર માયાભાઇ આહીર અને સાંઇરામ દવેએ રાજકોટના ગ્રીનલીફ રિસોર્ટસમાં દોઢ કલાક સુધી માત્ર દિવ્ય ભાસ્કરના વાચકો માટે જ હાસ્યની છોળો ઉડાવી હતી. એ હસાયરો અહીં તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે.
  • ચીનના એરપોર્ટ પર ફ્લાઇટ મોડી થઇ, મેં કીધું આવશે તો ખરીને, ચીનો કે આવશે જ ચાઇનીઝ એરપોર્ટ છે, તો મેં કીધું ચાઇનીઝ છે તો ઓરિજિનલ ક્યાં?
  • ગામડામાં બળદિયાને છીકલા બાંધી દેતા, હવે માણહ માત્રને છીકલા (માસ્ક) બાંધ્યા છે, એક બાપાએ એક વરહથી એક જ માસ્ક રાખ્યું છે ઇ કે એક જ માસ્કમાં કોરોનું કાઢવું છે
  • કોરોના પછી એટલું જાણવા મળ્યું કે ઘરમાં પોતું મારતાં-મારતાં પાછું વળાય અને ઝાડું વાળતી વખતે આગળ ચલાય, હસવામાં દુબળા લોકોને કોરોના વધુ થયો

સાંઈરામ: અમે ચીનના એરપોર્ટ પર બેઠા’તા, એરપોર્ટ પર એનાઉન્સમેન્ટ થયું, યાનોસાન્યીયો, યાહોસીનો, મારો ભજનીક કે આ તારું નામ લ્યે છે, મેં અંગ્રેજીમાં પૂછ્યું કે આ જાહેરાત થઇ એ શું છે, તો ઓલા ચીનાએ મારું આઇકાર્ડ જોઇને કીધું ટેન્શન લ્યો’માં ચાર મિનિટ ફ્લાઇટ મોડી છે એ જાહેરાત થઇ, મેં કીધું આ ચાર મિનિટ મોડી ફ્લાઇટની વાતમાં અમે વિહ મિનિટથી ગોટે ચડ્યા છીએ, મેં કીધું ફ્લાઇટ તો આવશે ને? ઇ કે ચિંતા કરોમાં આ ફ્લાઇટ આવશે જ. આ ચાઇનીઝ એરપોર્ટ છે, તો મેં કીધું આ ચાઇનીઝ તો ઓરિજિનલ એરપોર્ટ ક્યાં છે.

ભાસ્કર પ્રયોગ - હસાયરાનો સંપૂર્ણ વીડિયો જોવા માટે 91900 00093 પર કરો મિસ્ડકોલ
પ્રિય વાચકો, માયાભાઇ આહીર અને સાંઇરામ દવેના હસાયરાનો સંપૂર્ણ વીડિયો જોવા માટે ઉપરના નંબર પર મિસ્ડકોલ કરો, એટલે SMS દ્વારા તમને એક લિન્ક મળશે. જેને ક્લિક કરતા જ હસાયરો માણી શકશો.

સાંઈરામ: છેલ્લા દોઢ બે વર્ષથી તો સ્થિતિ એવી છે કે, ગામડામાં બળદને છીકલા બાંધી દેતા હતા તેમ માણહ માત્રને છીકલા બાંધી દીધા હોય તેવું વાતાવરણ બન્યું છે.

સાંઈરામ: મારા ઘરની બાજુમાં એક બાપાએ એક વર્ષથી એક જ માસ્ક રાખ્યું છે, માસ્ક ઢીલુ પડી ગયું છે કે શ્વાસ લ્યે ત્યારે માસ્ક મોઢામાં ઘૂસી જાય છે, મેં કીધું કાકા માસ્ક તો બદલાવો કાકા ક્યે, મારે એક જ માસ્કે કોરોનું કાઢવું છે. વાંક વગર ક્યારેક માણહ દંડાતો હોય તેમ વાંક વગર કાન દંડાઇ ગયા છે.

માયાભાઇ: જે વ્યક્તિ બરોબર હસી નથી શકતો એને કોરોના વધુ થયો છે, જે અંદરથી આનંદમાં છે તેને એન્ટિબોડી બન્યા છે. હસવામાં દુબળા જ મર્યા છે. વાવાઝોડામાં લાઇટના થાંભલા પડી ગયા, મોબાઇલ બંધ થઇ ગયા, મોબાઇલ બંધ થયા તો એવું લાગ્યું કે જાણે વીહ વીહ વરહના દીકરા વયા ગયા હોય, અમારે નેટ નથી આવતું, નેટ માટે તડપે છે ને એ માછલીનો સરાપ છે.
વાવાઝોડામાં ઘરની બહાર નીકળ્યો, એની ઉપર તાર પડ્યો, તાર પડતા જ ભૂરો ઉલળવા લાગ્યો, પાંચ મિનિટ ઉલળ્યો, એ મરી ગયો, એ મરી ગયો, પાંચ મિનિટ પછી હાથેહાથે ઊભો થયો અને બોલ્યો, માયાભાઇ હારું થયું યાદ આઇવું કે આમાં લાઇટ ક્યા છે. જો મને યાદ ન આવ્યું હોત તો હું મરી જાત આ ઘડીએ. જેને યાદ આવ્યું કે મને કંઇ ન થાય તે બચી ગયા.
અમુકની ઘરે જાવ ને તો ક્યે તો ક્યાં ગ્યો કોરોના, આપણા ગુજરાતી એવા છે એ ગમે ત્યાંથી કોરોના ગોત્યાવશે...હમણા બે વિદ્યાર્થી વાતો કરતા’તા, આપણને હવે કોરોના મળે તો છુપાવી દેવો છે, કેમકે પરીક્ષા વખતે બારો કઢાયને.

સાંઈરામ: હમણા એક જણો કન્યા જોવા ગ્યો ને છોકરાએ કીધું તમે ક્યાં સુધી ભણેલા છો, કન્યાએ કીધું, હું છે ને માસ પ્રમોશન સુધી ભણેલી છું, તો વરરાજો ક્યે આપણું પાકું હુંય માસ પ્રોગ્રેસન સુધી ભણેલો છું. ઓલો બેઠો બેઠો ગ્રેજ્યુએટ થયો હતો અને ઓલી બેઠી બેઠી દહમું પાસ કરી ગઇ’તી.

માયાભાઇ: અમુક હૈયા દુબળા હોય, આપણી હારે ગાડીમાં બેઠા હોય તો આપણી કરતા રોડ અને ડ્રાઇવરનું ધ્યાન રાખે, જોજે જોજે, એ મઇરા મઇરા, કદાચ એક્સિડેન્ટ થયું હોય ને તો ગાડી ભટકાય તે પેલા ઇ મરી જાય.
એક ભાઇ જ્યારે મળે ને ત્યારે કે મારી નાઇખા કોરોનાએ, હું કામ?, દીકરો ઘરમાં હલવાણો’તો, એના ટાંટિયા ઘરમાં રેતા નો’તા, એક ભાઇ આવીને કે મારી નાઇખા, ઘીરે રહી તો તારી ભાભી શોઇતરા કાઢે અને બાઇર નીકળી તો મોર બોલે. મે કીધું આઇટલા સમયથી ઘરે હતા તો શિઇખા, મને કે કોરોના પછી એટલું જાણવા મઇળું કે, પોતું મારતા મારતા પાસું વળાઇ અને ઝાડું મારતા મારતા આગળ હલાય. હવે આ પોઠિયા કેવા તૈયાર થઇ ગયા બોલો.
આપણા તમામ મેળા તહેવાર ઉત્સાહ વગરના ન હોય, દાદીમાં ફરાળ કરતા’તા, ઓ..હો..હો..હો.., ટપુડિયો ઝીણું ઝીણું જોવે આ..હા..હા..હા.. શું દાત વગરના છે પણ ગળી જવાના છે બધું, દાદીમાં શું કરો તો કે ફરાળ કરું છું, પસી શોકરાએ કીધું હવે મનેય કે જો હુંઇ હોમવાર રઇશ, આની હારું તો બધુંય રેવાય.
શણગાર સજીયે, રૂપ સજીયે....મેળામાં હાસ્ય આવે, મારાને તમારા હાસ્ય હોય ને તો હોસ્પિટલમાંય આવે, જિંદગી હાસ્ય છે, જીવનની શરૂઆત રડવાથી થાય છે, હસવાથી જિંદગી પૂરી થવી જોઇ, હાલરડાંથી જિંદગી શરૂ થાય અને હાય..હાય..થી પૂરી થાય એ વચ્ચે જ જિંદગી છે.

સાંઈરામ: હસના હી જિંદગી હૈ, હસકે ગુજારો યારો, ઇતની સી બાત મેરી, દિલમેં ઉતારો યારો.
હૈયા દુબળા જ હલવાઇ ગયા કોરોનામાં, ચીને કોરોના હળગાવ્યું, ચીનાના નામ કેવા હોય જામાજુકો, ચીનની રમતમાં ક્રિકેટ નથી, કેમ કે હારા એકનો એક આઉટ થાય અને મોઢું ધોઇન પાસો આવી જાય તો આપણે પકડી નો હકી, કે આ ઇનો ઇ છે.
ચીનો રાજકોટમાં આવ્યો, હોસ્પિટલમાં દાખલ કર્યો’તો એને મારા મંજીરાવાળા મુકાએ કીધું આની હારે ફોટો પાડવો છે, ચીનાએ કીધું ચીનચાંગચોંગ ને મરી ગયો, મુકો બાર આવીને કે ચીનચાંગચોંગ બોલીને આ મરી ગયો, મને થયું હારું ચીનો હું બોલ્યો ને મરી ગ્યો, મે ચીનીભાષા જાણતા મારા મિત્રને પૂછ્યું કે ચીનચાંગચોંગનો અર્થ હું થાય તો ઇ કે, ઓક્સિજનની નળી પરથી પગ લઇ લે, મે મુકાને કીધું તે મર્ડર કઇરું કોઇને કેતો નઇ. આ 302 થઇ. ચીનની ભાષા ઊંધા ગાંઠિયા જેવી.
આ દિવસોમાં બધાય ઘરેને ઘરે રિયા ને તો સોફાસેટ કેતો’તો.. હવે મને થોડો આરામ કરવા દે, એ રોયા ઊભો થા ઊભો થા, બેઠોજ શો, ગોંડલથી વીરપુર જેટલું તો આપણે ડ્રોઇંગરૂમથી રહોડા હુધીમાં હાલી ગ્યા.

સાંઈરામ: રાત્રે દોઢ વાગ્યે ગોંડલમાં હું ચંદુનીયાં ગાંઠિયા લેવા ગ્યો, એણે મને ભોળા ભાવે પુઇછું, સાઇબ અતાણે તમને કોણે મોઇકલા, હું મોળો પડી ગ્યો, ગધનું મારી બા મને રાઇતે દહ વાઇગા પછી બાર નીકળવાની ના કે, અટાણે મને કોણે મોઇકલો હોય, આઇટલું મે કીધું ને ત્યાં તો એણે જારો મુકી દીધો અને મને ભેટી ગ્યો, તમે મારી દુ:ખતી રગ પર પગ મૂકી દીધો.

માયાભાઇ: એક જણો પોલીસ સ્ટેશને ગ્યો, અને બોઇલો, મારી ફરિયાદ તો નઇ લખો, કાચી યાદી લખો, સાઇબ રોટલો હું કરું, વાસણ હું ધોઉ, બાર વાઇગા હુધી પગ હું કસરું, તોઇ મારે, ત્યાંતો ફોજદાર રોઇરોઇને ઢગલા થઇ ગ્યા, ઓલો કે સાઇબ તમે કાં રોવો તો ઇ કે તું તો ફરિયાદ કરી હઇક અમારે ક્યાં લખાવવી.
હમણાં ચાર જણા ફુલ પીઇગ્યા, પછી, પીઇગ્યા પછી હું યાર, પીઇગ્યા...પશી એના એડ્રેસ ભુલી ગ્યા, આપણે સઇએ કોણ, તો કે આપણે મિત્રો સીએ, આપણે ક્યાં જાઇ છી, આપણી ઘરે, આપણું ઘર ક્યાં છે તો કે ગામમાં, આપણું ગામ ક્યા છે, તો ઘર પાહે, મૂળ એડ્રેસ ભૂલી ગ્યા, ત્યાં પોસ્ટઓફિસ જોઇ ગ્યા, ચારેય પોસ્ટના ડબ્બા પર ચડ્યા, અને અંદર ઘૂસ્યા, ટાંટિયા ઉપર અને મોઢા ડબ્બામાં ત્યાં પોલીસ આવીને ધોકાવાળી કરવા માંડ્યા, તો અંદર બેઠેલા પીધેલા કે ટપાલ અંદર નાઇખી હવે સિક્કા મારતા લાગે છે.

સાંઈરામ: દારૂ મૂકીને દૂધડાં પીજો, દુનિયાને દુ:ખ ન દેજો...એક જણાએ ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન, આવતા જનમમાં દાંત બે જ આપજે, પણ લિવર બતરીહ દેજે, પીપીને લિવર પતી ગ્યા.

માયાભાઇ: તહેવારોને અમુકે વ્યસનના દિવસો બનાવી દીધા છે, આપણા તહેવારોને અમુક માણસોએ જુગારના દિવસો બનાવી દીધા છે. પ્લીઝ તમે જે હો તે જન્માષ્ટમીના દિવસે એક દિવસ તો કૃષ્ણની માળા કરજો, દિવસે એના તે વારમાં આપણેઇ નાચશું.

સાંઈરામ: અમુક લોકો મેસેજ કરે કે, ફટાકડાથી ધુવાળા થાય છે, અરે ભાઇ તો બીજા બધાના ઉત્સવો વખતે ઇલેક્ટ્રિસિટી બળે છે, ક્યાંક તો લંગરિયા નાખી ને લાઇટ લે છે, ઉત્સવો નીકળી જશે તો આપણું હોવાપણું જ નહીં રહે.
કોરોનાના આ મહાકાળ પછી જો આપણે બચી ગ્યા છી તો લખી લેજો આપણે દેવના દીધેલા છીએ, ઇશ્વરે આપણને મોકો આપ્યો છે, સમજી જાજો, બીજાની મદદ કરવા માટે બચી ગ્યા છીએ. સમય તો સારો જ હોય છે, સમય ક્યારેય ખરાબ હોતો નથી.

માયાભાઇ: મેળા શું કામ?, ફુગ્ગા વેચવાવાળાથી લઇ ચગડોળવાળા સુધીના લોકોને રોજગારી મળી જાય છે આ વેપાર વાણિજ્ય સાથે જોડાયેલી વાતુ છે.

સાંઈરામ: એટલે જ રમેશ પારેખે કીધું છે, આ મનપાંચમના મેળામાં સહુ જાત લઇને આવ્યા છે, કોઇ સપનું લઇને આવ્યા છે. કોરોનાને કારણે મેળા નથી થતાં એટલે તો દિવ્ય ભાસ્કરે શબ્દોનો મેળો કર્યો છે. સુધરી જવાની લ્હાયમાં સુધરતા જાય છે. લોકોને બગડતી જાય છે દુનિયા, ખબર પડતી નથી કે આ સડો છે કે સુધારો.

માયાભાઇ: એક છોકરાને સાહેબે કીધું હું એકપક્ષીના પગ બતાવું જોઇને કઇ દે ક્યું પક્ષી છે, સ્ક્રીન પર પક્ષીના પગ બતાવ્યા એટલે છોકરો ક્યે ના મને નથી ખબર, એટલે સાઇબ ખીજાણા કે તું ફેલ, તારું નામ શું છે, એટલે છોકરાએ કીધું ઉભારિયો મારો મોબાઇલ મારા પગ પર રાખું મારા પગ જોઇને મારું નામ તમે કઇ દયો.

સાંઈરામ: આ ધરતી પર બે પ્રકારની પત્ની હોય, એક કેર કરે એવી અને બીજી કાળોકેર કરે એવી. એક ભાઇ જમતો હતો અને રસોડામાં તેની પત્નીને એમ થઇ ગયું કે સીમકાર્ડ નવું નાખીને મારાને મારા હબીને બીજા નંબર પરથી મેસેજ કરું, આવું કોઇ દી કરાય નહીં, બધી જ બહેનોને વિનંતી આવા જોખમી પ્રયોગો પતિદેવો ઉપર ન કરવા, અજાણ્યા સીમકાર્ડમાંથી સગી પત્નીએ પતિદેવને મેસેજ કર્યો, કે કેમ છો, કરીને આઠ પ્રશ્નાર્થ કર્યા, ઇ ભેગા જ આ ભાઇએ જમતા જમતા ડાઇનિંગ ટેબલ હેઠેથી મેસેજ કર્યો કે ડાકણ રસોડામાં છે પછી કરું, પછી શું થયું હશે ઇ કેવાની જરૂર નથી. કોરોનામાં મહિલાઓ માટે થાળીઓ વગાડવામાં નથી આવી, બધી જ પત્નીઓને સલામ બધેય લોકડાઉન હતું એક રસોડું જ ચાલુ હતું, રસોડું બંધ હોત તો મરી રેત આપણે.
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, એ મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.