તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્ફ્યૂમાં કાર્યવાહી:અમદાવાદના જુહાપુરામાં ઈ વોર્ડના નાકે આવેલી મસ્જિદે અક્સા પાસે નમાજ અદા કરીને જતાં 40 લોકો પોલીસ જોઈ ભાગ્યા, મૌલાનાની ધરપકડ

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફૂટ પેટ્રોલિંગ વખતે કાર્યવાહી, ટ્રસ્ટીની પણ કર્ફ્યૂ ભંગનો ગુનો નોંધી ધરપકડ

કોરોનાને કારણે શહેરભરમાં નાઇટ કર્ફ્યૂનું સખતાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. મોડી રાત્રે કામ વિના ફરતા લોકોને પકડવા માટે પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. શુક્રવારે રાત્રે જુહાપુરાની મસ્જિદમાં નમાજ અદા કરીને બહાર નીકળી રહેલા 40 લોકો પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને જોઈ ભાગ્યા હતા. આથી પોલીસે મસ્જિદમાં તપાસ કરી મૌલાના, ટ્રસ્ટીની ધરપકડ કરી હતી.

જુહાપુરામાં નાઇટ કર્ફયૂનો કડક અમલ કરાવવા પોલીસ કર્મચારીઓ ફૂટ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. જોકે રાતે 8 વાગતાની સાથે જ દુકાનો-માર્કેટ બધું ટપોટપ બંધ થઈ ગયું હતું, પરંતુ પોલીસે રાતે 40 જેટલાં લોકોનાં ટોળાને એક મસ્જિદમાંથી બહાર નીકળતું જોયું હતું. જોકે પોલીસને જોઈને તે લોકો ભાગી ગયા હતા. આથી જ્યારે પોલીસે મસ્જિદમાં તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે તેઓ નમાજ અદા કરવા ભેગા થયા હતા. વધુ તપાસ કરતા મસ્જિદમાંથી મૌલાના અને ટ્રસ્ટી મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

કોરોના મહામારીના કારણે હાલમાં અમદાવાદમાં રાતે 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. જ્યારે દિવસ દરમિયાન પણ દવા-શાકભાજી-ફ્રૂટ, કરિયાણાં જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ જ મળે છે. તે સિવાયની તમામ દુકાનો-માર્કેટો બંધ રાખવામાં આવી છે. જોકે જુહાપુરા વિસ્તારમાં કર્ફયૂના અમલ કરાવવા માટે ડીસીપી, એસીપી, વેજલપુર ઇન્ચાર્જ પીઆઈ એસ. જી. દેસાઈ તેમ જ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ શુક્રવારે રાતે ફૂટ પેટ્રોલિંગ રાખ્યું હતું, જેમાં 8 વાગ્યાથી પોલીસ કાફલો વિસ્તારોમાં નીકળ્યો હતો, જે જુહાપુરા ઈ વોર્ડના નાકે આવેલા શાઇન દવાખાના પાસે પહોંચ્યો ત્યારે ત્યાં આવેલી મસ્જિદે અકસામાંથી 40 માણસોનું ટોળું મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યું હતું.

પોલીસ કાફલાને જોઈને તે તમામ લોકો ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે પોલીસે મસ્જિદમાં જઈને તપાસ કરતાં ત્યાંથી મૌલાના વલીભાઈ મોહંમદભાઈ ઘાંચી (ઉં.65) અને ટ્રસ્ટી અબ્દુલહમીદ અહમદહુસેન શેખ (ઉં. 48) (બંને રહે.સંકલિતનગર, જુહાપુરા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંનેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, મસ્જિદની બહાર નીકળી ભાગી ગયેલા 40 લોકો નમાજ માટે આવ્યા હતા. જોકે હાલમાં કોરોના મહામારીના કારણે આટલાં બધાં લોકોને ભેગા થવા પર પ્રતિબંધ હોવાથી પોલીસે જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી વલીભાઈ ઘાંચી અને અબ્દુલહમીદની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો