સ્મૃતિ શેષ:‘માતાજીમાં એક અદભુત શક્તિ હતી, વિશ્વના કોસ્મિક સોર્સ ઑફ એનર્જીમાંથી શક્તિ ગ્રહણ કરતા હોય એમ બની શકે’

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંદડીવાળા માતાજી (પ્રહલાદ જાની). - Divya Bhaskar
ચૂંદડીવાળા માતાજી (પ્રહલાદ જાની).
  • 81 વર્ષથી અન્ન-જળ વિના જીવતાં ચૂંદડીવાળા માતાજી અમર થયાં, ડૉક્ટરો કરી ચૂક્યા છે રિસર્ચ

પ્રહલાદ જાની એટલે કે માતાજી પાણી અને ભોજન વિના કેવી રીતે ટકી શક્યાં એ અંગે ડૉ. સુધીર શાહે ડિટેલ્સમાં અભ્યાસ કર્યો હતો. માતાજીના સ્વર્ગવાસ નિમિત્તે દિવ્ય ભાસ્કરના સમીર રાજપૂતે ડૉ.સુધીર શાહ સાથે વાતચીત કરી હતી. વાંચો શું કહ્યું સુધીર શાહે એમના જ શબ્દોમાં....
2003 અને 2010માં મોનિટરિંગ કર્યુ હતું
માતાજી (પ્રહલાદ જાની)નું મોનિટરિંગ થયું હતું, તેમાં એકદમ સખત ક્રાયટેરિયા હતા, તેમાં દરેક સેકન્ડનું મોનિટરિંગ કર્યું, જેમાં બંને સમયનાં સીસીટીવીનાં ફૂટેજ છે, 23 નવેમ્બર 2003થી 10 દિવસ તેમજ બીજીવાર વર્ષ 2010માં મોનિટરિંગ કર્યુ હતું, જેનાં 15 દિવસનાં સીસીટીવી ફૂટેજ છે. માતાજીનો રૂમ અને બાથરૂમ પણ સીલ કરવામાં આવ્યા હતા, તેમને જે ફલોર પર દાખલ કરાયા હતા તે ફલોર પર અને તેમને રખાયા હતા તે રૂમની બહાર 24 બાય 7 સિક્યુરિટી સ્ટાફ, સર્વેલન્સ ટીમ હતી, અને ડોકટરોની ટીમ નિયમિત તેમનું ચેકિંગ કરતી હતી. આ દિવસો દરમિયાન તેમણે પાણી પીધું ન હતું કાંઇ ખાધું ન હતું.
મનુષ્ય અને પ્રાણીઓમાંથી પણ ઉર્જા ગ્રહણ કરી શકાય
આમાં પોસિબલ મિકનેઝિમ શું છે તે સૌથી અગત્યનું છે, તેમાં ક્રોનિક એડેફટેશન છે એટલે કે માણસ લાંબે ગાળે ઓછું ખાતો જાય તો ધીમે ધીમે 2 હજાર કેલેરીમાંથી ઘટાડીને 1500, 1200 અને એક હજાર કેલેરી પર આવી શકે છે. (81 વર્ષથી અન્ન જળ વિના) આવી રીતે જીવતા હોય તે વિશ્વના કોસ્મિક સોર્સીસ ઓફ એનર્જી હોય તેમાંથી કદાચ શક્તિ ગ્રહણ કરતા હશે. જેમાં સૂર્ય, હીરા, રતન અને માણેકની જે થિયરી છે, હવા છે પાણી છે, વનસ્પતિ છે અથવા આજુબાજુ જીવતા પદાર્થો જેવાં કે મનુષ્ય અને પ્રાણીઓમાંથી પણ ઉર્જા ગ્રહણ કરી શકાય, આ શક્યતાને વિજ્ઞાન હજુ ચકાસી શક્યું નથી, પણ આવતાં વર્ષોમાં તેમાં પ્રકાશ પડી શકે છે, અત્યારે તો હાઇપો થીસીસ કહેવાય. જેમ વનસ્પતિ ફોટો સિન્થેસીસ કરે છે અને માનવી પણ સુર્ય શક્તિથી ફોટો સિન્થેસીસ થઇ શકે છે, અને તે સિન્થેસીસ માટે તેની અંદર પિનિયલ ગ્લેન્ડનો એક મોટો રોલ છે, તેવું મારા રિસર્ચમાં મને મળ્યું પણ આના માટે હજુ ઘણાં પ્રયોગોની જરૂર છે. એક જર્મન ફિલ્મ ‘ઇન ધ બિગેનીંગ ધેર વોઝ લાઇવ’  છે. જેમાં માતાજી પર ફોકસ થયું છે.
ઓસ્ટ્રીયાનાં પીટર સ્ટ્રોબિંગરે ફિલ્મ બનાવી  
આ ફિલ્મ ઓસ્ટ્રીયાનાં પીટર સ્ટ્રોબિંગર નામની વ્યકિતએ બનાવી હતી, અને તેના માટે ઇન્ડિયા બે વાર આવીને માતાજી પર આખી ફિલ્મ બનાવી ગયા હતા, તેમજ વિશ્વમાં ફરીને કયાં કયાં લોકો લાંબો સમય ભુખ્યા રહે છે અને ઉપવાસ કરે છે તેની પર રિસર્ચ કર્યું હતું.  
માતાજીની શરીર રચના જુદી હતી, તેઓ વનસ્પતિની જેમ સૂર્યપ્રકાશમાંથી ઊર્જા મેળવી શકતા હતા: ડૉ. ધ્રુવ
‘એસોસીએશન ઓફ ફિઝિશિયન ઑફ અમદાવાદના પ્રેસિડેન્ટ તરીકે પ્રહલાદ જાની એટલે કે માતાજીના દાવાની સત્યાર્થતા જાણવા માટે યોજાયેલા વૈજ્ઞાનિક પરીક્ષણનું ધ્યાન રાખવાનું મારા ભાગમાં આવેલું. આ પ્રોજેક્ટ ૨૦૦૩માં કરવામાં આવેલો. એ સમયે તેઓ અન્નજળ વિના કેવી રીતે જીવે છે તેનું કારણ જડ્યું નહોતું. એટલું કહી શકાય કે પ્રહલાદ જાનીના શરીરની વૈજ્ઞાનિક રચના અન્ય વ્યક્તિઓ કરતા અલગ હતી. કદાચ તેઓ શરીરમાં ચામડીની નીચે સૂર્યપ્રકાશથી શક્તિ ભેગા કરવા સક્ષમ હતા અને શરીરના ketones વાપરવા સક્ષમ હતા.’ - ડોક્ટર ઉમેન ધ્રુવ, ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટર્નલ મેડિસિન, એચ સી જી હોસ્પિટલ, અમદાવાદ
92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

યાત્રાધામ અંબાજી નજીક આશ્રમ નિવાસી અને રહસ્યમય જીવન જીવતા ચૂંદડીવાળા માતાજી  92 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયાં છે. વતન માણસાના ચરાડા ગામે મંગળવારે રાતે 2.45 વાગ્યે  તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બે દિવસ સુધી ભક્તો આશ્રમ ખાતે તેમનાં દર્શન કરી શકશે. એ પછી ગુરુવારે માતાજીને સમાધિ આપવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...