તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીટર ઝડપાયા:અમદાવાદમાં બેસીને અમેરિકનો સાથે છેતરપિંડી કરતો બોગસ કોલ સેન્ટરનો માસ્ટર માઈન્ડ ઝડપાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયબર ક્રાઈમના અધિકારીઓ સાથે બન્ને આરોપી(વચ્ચે) - Divya Bhaskar
સાયબર ક્રાઈમના અધિકારીઓ સાથે બન્ને આરોપી(વચ્ચે)

પહેલી વાર એવું થયું કે અમેરિકામાં પકડાયેલ આરોપીના મૂળ ગુજરાતમાં નીકળ્યા છે. જેને પગલે અમરિકન પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમે વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકન એજન્સી દ્વારા મળેલી માહિતીના આધારે સાયબર ક્રાઇમે ગુજરાતમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે હાલ કોલ સેન્ટરના પ્રોસેસિંગનું કામ કરતા માસ્ટર માઇન્ડ રવિ રામી સાથે કુલ બે આરોપીઓની ધરપકડ કરી છે.

પાર્થ ભટ્ટ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર
આરોપીની પૂછપરછમાં કોલ સેન્ટરના કાળા કારોબારમાં વધુ ખુલાસો થવાની શક્યતા છે. બોગસ કોલસેન્ટરમાં ઝડપાયેલા માસ્ટર માઇન્ડ આરોપીઓનું જીવન પણ ફિલ્મોને ટક્કર મારે એવું છે. સાયબર ક્રાઇમે રવિ ઇન્દ્રવદન રામી અને પાર્થ ગૌતમ ભટ્ટને ઝડપી લીધા છે. ઈલેક્ટ્રિકલ એન્જિનિયર એવો પાર્થ ભટ્ટ અમેરિકન નાગરિકોને અલગ અલગ ચાર્જ માટે નાણા ભરવાનું કહી આઈટ્યુન્સ-ગૂગલ પ્લે કાર્ડના તથા જુદી જુદી કંપનીના ગિફ્ટ કાર્ડની ખરીદી કરાવતો, ત્યાર બાદ કાર્ડના પ્રોસિંગ માટે રવિ રામી અને દેવેક્ષ ત્રિવેદીને ફોરવર્ડ કરતો હતો.

જ્યારે BBAનો અભ્યાસ કરી ચૂકેલો માસ્ટર માઇન્ડ રવિ રામી આઈટ્યુન્સ અને ગૂગલ પ્લે કાર્ડનું પ્રોસેસિંગ કરાવતો હતો.

લોન આપતી કંપનીના અધિકારી તરીકે ફોન કરી નાણાં પડાવતા
આરોપી પાર્થ ભટ્ટ અમેરિકન નાગરિકોને ફેક કોલ સેન્ટરમાંથી લોન આપનાર કંપનીના અધિકારી તરીકે ફોન કરી અલગ-અલગ ગિફ્ટ કાર્ડમાં રૂપિયા નાખવાનું કહેતો હતો. ત્યાર બાદ તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવા માસ્ટર માઈન્ડ રવિ રામીને કાર્ડ આપવામાં આવતા હતા. આ ભેજાબાજ આરોપીઓના કૌભાંડની માહિતી મળતા સાયબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રાઈમને અમદાવાદથી અમેરિકા સુધીના બોગસ કોલ સેન્ટરના કનેક્શનનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. જેમાં, બોગસ કોલ સેન્ટરના માસ્ટરમાઈન્ડ રવિ રામીને ઝડપી લીધા બાદ કોલ સેન્ટરની કૌભાંડી દુનિયામાં ચકચાર મચી ગઈ છે. રવિ રામી અને તેનો સાગરીત પાર્થ ભટ્ટ સાયબર ક્રાઈમના સકંજામાં આવતા બોગસ કોલ સેન્ટરના અને કૌભાંડ સામે આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

ગિફ્ટ કાર્ડમાં આવતા વિદેશી ચલણને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરતા
ગિફ્ટ કાર્ડમાં આવતા વિદેશી નાણાઓને ભારતીય નાણામાં રૂપાંતરિત કરવાનું એટલે કે પ્રોસેસિંગ કરવાનું કામ માસ્ટર માઇન્ડ આરોપી રવિ રામીનું છે. અગાઉ પણ આરોપી રવિ રામી કોલ સેન્ટરના કૌભાંડમાં ઝડપાઈ ચૂક્યો છે. પરંતુ આ વખતે આરોપી રવિને ઝડપીને સાયબર ક્રાઇમ દ્વારા અમદાવાદથી અમેરિકા સુધીના તમામ બોગસ કોલ સેન્ટરના કનેક્શનનો પર્દાફાશ કરવા માટે તપાસનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

અમેરિકન નાગરિકોના ડેટા લઈ બોગસ કોલ સેન્ટર ચલાવતા
સાયબર ક્રાઇમ દ્વારા પકડવામાં આવેલા બોગસ કોલ સેન્ટરના બંને ભેજાબાજ શખ્સસોની સાથે સાથે અમેરિકન નાગરિકોના ડેટા લઈ બોગસ કોલ સેન્ટર ચલાવતા હતા. બેંગ્લોરના વિશાલ પટેલ તથા હૈદરાબાદના રવિ ક્રિશ્ચિયનના નામ તપાસમાં ખુલ્યા છે. તેને પકડવા માટે પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. નોંધનીય છે કે, બોગસ કોલ સેન્ટરનું કૌભાંડ આટલેથી અટકતું નથી. રવિ રામીની પૂછપરછમાં અનેક બોગસ કોલ સેન્ટર અને આરોપીઓના નામ ખુલે તેવું પોલીસ માની રહી છે. હવે જોવાનુંએ રહેશે કે, સાયબર ક્રાઇમ આ ભેજાબાજ આરોપીઓ પાસેથી માહિતી કેવી રીતે કઢાવે છે.

અન્ય સમાચારો પણ છે...