તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના ઓસરતા હવે મેડિકલ કોલેજોમાં બેઠક વધારા માટે અને રીન્યુઅલ પરમિશન માટે ઈન્સપેકશન થનાર છે ત્યારે સરકારે દર વર્ષની જેમ તબીબી શિક્ષકોની બદલીઓનો દૌર શરૂ કર્યો છે. હાલ 75થી વધુ તબીબી શિક્ષકોની બદલીના ઓર્ડર કરવામા આવ્યા છે. GMERSની કોલેજોમાં સ્ટાફની અછત હોવાથી અન્ય કોલેજોમાંથી તબીબી શિક્ષકોની બદલી કરી મોકલવામા આવ્યા છે. વડનગર સહિતની કોલેજોમાં છેલ્લા વર્ષનું રીન્યુઅલ પરમિશનનું ઈન્સેપેકશન આવનાર છે. જ્યારે કેટલીક કોલેજોમાં બેઠક વધારો થનાર છે.
ત્રણેય કેટેગરીના અધ્યાપકોની બદલી કરવામા આવી
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને GMERSહેઠળની અર્ધ સરકારી મેડિકલ કોલેજોમાં અરસપરસ બદલી કરવામા આવી છે. ગાયનેક, સર્જરી, મેડિસિન, એનેસ્થેસિયા, બાયોકેમિસ્ટિરી, પીડિયાટ્રિક્સ, ઓર્થોપેડિક અને ઈએનટી સહિતની વિવિધ બ્રાંચોના તબીબી શિક્ષકોની બદલી કરવામા આવી છે.જેમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર એમ ત્રણેય કેટેગરીના અધ્યાપકોની બદલી કરવામા આવી છે.અમદાવાદ,સુરત,વડોદરા, જામનગર, ભાવનગર અને રાજકોટ સહિતની છ સરકારી મેડિકલ કોલેજોમાંથી વધુ પ્રમાણમાં તબીબી શિક્ષકોને અન્ય કોલેજોમાં મુકવામા આવ્યા છે.
મેડિકલ કોલેજો પરીક્ષાઓમાં અન્ય યુનિવર્સિટીમાંથી પરીક્ષકોને બોલાવી શકશે
નેશનલ મેડિકલ કમિશન દ્વારા UG મેડિકલની પરીક્ષાઓમાં બહારના એક્ઝામિનર્સની નિમણૂંક કરવાના નિયમો અંતર્ગત ખાસ છુટછાટો આપવામા આવી છે. જે અંતર્ગત યુનિવર્સિટીઓ રાજ્યની જ અન્ય યુનિવર્સિટીઓના પરીક્ષકોને બોલાવી શકશે. જો કે ફાઈનલ થીયરી પરીક્ષાઓમાં યુનિવર્સિટીઓએ પરીક્ષા બાદ ઉત્તરવહીઓનું સેન્ટ્રલ એસેસમેન્ટ કરાવવાનું રહેશે.આ ઉપરાંત પરીક્ષા પુરી થયાં બાદ સેન્ટ્રલ એસેસમેન્ટમાં જ દરેક વિદ્યાર્થીઓની ઉત્તરવહીની ચકાસણી કરવાની રહેશે.ગ્રેજ્યુએશન મેડિકલ રેગ્યુલેશન અંતર્ગત દરેક યુનિ.એ મેડિકલની ફાઈનલ પરીક્ષાઓમાં ફરજીયાત રાજ્ય બહારની યુનિવર્સિટીઓમાં એક્ઝામિનર્સ બોલાવી નિમવાના હોય છે.જેથી પરીક્ષાઓમાં કોઈ ગેરરીતિ ન થાય અને પારદર્શિતા રહે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.