તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Mass Promotion Will Not Be Written In School Leaving Certificate Of Standard 10, It Will Be Mentioned After Completion Of Secondary Education

વિદ્યાર્થીઓ આનંદો:ધોરણ 10ના વિદ્યાર્થીઓની LCમાં માસ પ્રમોશન નહીં લખાય, માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતાં એવો ઉલ્લેખ કરાશે

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગુજરાત બોર્ડ દ્વારા અગાઉ લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાની સૂચના અપાઈ હતી

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીના માસ પ્રમોશન આધારે તૈયાર થનાર પરિણામને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે પોતાના નિર્ણય અંગે પુનઃ વિચાર કરતા, ધોરણ 10ના વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં કરવામાં આવે. હવે તેની સ્થાને લિવિંગ સર્ટિફિકેટમાં "માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા" તેવો ઉલ્લેખ કરવામાં આવશે.

પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી
અગાઉ ગુજરાત બોર્ડ શાળાઓને લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશન સંદર્ભે પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાની સૂચના અપાઈ હતી. પરંતુ શિક્ષણવિદો, આચાર્યોની રજૂઆત બાદ બોર્ડે પોતાનો નિર્ણય બદલ્યો છે અને વિદ્યાર્થીઓના હિતમાં માસ પ્રમોશન ન લખવા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને, તેમના હસ્તે શાળાઓને સૂચના આપવા માટે કહેવામાં આવ્યું છે. સાથે સાથે 31 મે, 2021 શાળા છોડ્યાની તારીખનો ઉલ્લેખ કરવા સૂચના અપાઈ છે.

પરિણામને પગલે હવે વિદેશ જવામાં કોઈ અડચણ નહીં નડે
ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન તો સરકારે જાહેર કરી દીધું, પણ તેની માર્કશીટ તૈયાર કરવાની પદ્ધતિમાં શિક્ષણ બોર્ડ ગૂંચવાઈ ગયું હતું. પરિણામે, ખાસ સમિતિ બનાવી હતી, એનાં તારણો અને ફોર્મ્યુલાના આધારે માર્કશીટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હજુ પણ મૂંઝવણ છે કે પરિણામ સારું આવશે, પણ એમાં માસ પ્રમોશન લખેલું હશે તો ઉચ્ચ અભ્યાસથી માંડીને વિદેશ જવામાં નડતરરૂપ બનશે તો કારકિર્દી રોળાઈ જશે. વાલી-વિદ્યાર્થીઓની આ ચિંતાથી માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ સજાગ હોવાથી તેણે નક્કી કર્યું છે કે ધોરણ 10 અને 12ની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં.