તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય સરકારનો નિર્ણય:કોલેજમાં સ્નાતકના 2-4 અને 6 સેમેસ્ટરના 9.50 લાખ વિદ્યાર્થીઓને મેરિટના આધારે માસ પ્રમોશન

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્નાતક કક્ષાના મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે માસ પ્રમોશનની જાહેરાત
  • ઇન્ટરમિડીયેટ સેમિસ્ટર 2-4 અને જ્યાં સેમેસ્ટર-6 ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનનો લાભ
  • 50 ટકા ગુણ આંતરિક મુલ્યાંકન અને 50 ટકા ગુણ અગાઉના સેમિસ્ટરના આધારે અપાશે.

રાજયની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ, કોલેજોમાં મેડિકલ-પેરામેડિકલ સિવાયના સ્નાતક કક્ષાના ચાલતા અભ્યાસક્રમના બીજા,ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના અભ્યાસક્રમને મેરિટ બેઇઝ્ડ પ્રોગ્રેશન અપાશે તેવો કોર કમિટીની મળેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આશરે 9.50 લાખ વિદ્યાર્થીને 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અ્ને 50 ટકા ગુણ અગાઉના સેમેસ્ટરના આધારે ગણતરી કરીને પ્રોગેશન અપાશે.

જેમને સેમેસ્ટર 6 છે તેમણે પરીક્ષા આપવી પડશે
અહીંએ સ્પષ્ટતા સરકારે કરી છે કે, 2,4 અને 6 સેમેસ્ટર ઇન્ટરમીડિયેટ એટલે કે અભ્યાસક્રમના વચ્ચેના સેમેસ્ટર હોય તેવા સેમેસ્ટરમાં જ પ્રોગેશન અપાશે,એટલે કે સેમેસ્ટર 6 અભ્યાસક્રમનું અંતિમ સેમેસ્ટર હોય તેવા વિદ્યાર્થીઓને પ્રોગેશન નહીં,પણ પરીક્ષા આપવી પડશે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં શાળા-કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે.

સ્નાતક સ્તરના વિદ્યાર્થીઓને મેરિડ બેઇઝ્ડ પ્રોગ્રેશન
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીના આ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષે કોવિડ-19 સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કરેલા આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનના નિર્ણયનો લાભ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા કોલેજોના મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર 2, 4 અને જ્યાં સેમેસ્ટર 6 પણ ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી

રાજ્યના 9.50 લાખ વિદ્યાર્થીઓને નિર્ણયનો લાભ
તેમણે ઉમેર્યું હતું કે, આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંદાજે 9.50 લાખ જેટલી થવા જાય છે. શિક્ષણ મંત્રીએ ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને અપાનારા મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે, આ હેતુસર માર્કસની ગણતરી માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના 50 ટકા ગુણ તુરતના અગાઉના પ્રિવીયસ સેમિસ્ટરના આધારે આપવામાં આવશે.

કેવી રીતે થશે મૂલ્યાંકન?
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ કર્યુ કે, જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં નહીં આવી હોય તો ત્યાં 50 ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના 50 ટકા ગુણ તુરતના અગાઉના પ્રીવિયસ સેમિસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ 18 થી 44ની વયજૂથના લોકોની કોરોના વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. આવા યુવા વિદ્યાર્થીઓમાંથી બહુધા વિદ્યાર્થીઓને રસીકરણ થવાનું બાકી છે. ત્યારે સમગ્ર વિદ્યાર્થી જગતના વિશાળ આરોગ્ય હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આવી રીતે ગુણની ગણતરી કરીને પ્રોગ્રેશન મળશે
50% ગુણ આંતરિક મૂલ્યાંકન, 50% અગાઉના સેમિસ્ટરના આધારે અપાશે

પ્રોગ્રેશન માટે 50 ટકા ગુણ આંતરીક મૂલ્યાંકન અને 50 ટકા ગુણ અગાઉના સેમેસ્ટરની એટલે કે અગાઉનું ત્રીજું સેમેસ્ટર હોય તો તેના આધારે પરીક્ષામાં ગુણ મુકાશે. પ્રેક્ટિકલ પરીક્ષા લેવાય હોય તેવા કિસ્સામાં પ્રેક્ટિકલની પરીક્ષામાં વિદ્યાર્થીએ મેળવેલ ગુણના આધારે ઇન્ટરનલ ગુણ મુકાશે તેમ ગુજરાત યુનિ.ના કુલપતિ હીમાંશુ પંડયાએ જણાવ્યું હતું.

1. આંતરિક મૂલ્યાંકન: આંતરિક મૂલ્યાંકન 50 ટકા ગુણની ગણતરી દાખલ તરીકે આંતરીક મૂલ્યાંકન કુલ ગુુણ 30નું હોય તો તેમાંથી વિદ્યાર્થીએ 20 ગુણ મેળવ્યા હોય તો તેને 50 ટકાનું મૂલ્યાંકન ગણીને ગણતરી કરાશે.

2. અગાઉના સેમેસ્ટરનું મૂલ્યાંકન: વિદ્યાર્થી 4 સેમેસ્ટરમાં હોય અને તેણે 3 સેમેસ્ટરમાં 100માંથી 70 ગુણ મેળવ્યા હોય તો તેનું 50 ટકા તરીકે મૂલ્યાંકન કરીને ગુણ અપાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉનું સેમેસ્ટ એટલે તરત જ અગાઉનું સેમેસ્ટર હોય તેવું દાખલા તરીકે વિદ્યાર્થી 4 સેમેસ્ટરમાં હોય તો 3 સેમેસ્ટરમાં મેળવેલા ગુણ અને 6 સેમેસ્ટરમાં હોય તો 5 સેમેસ્ટરને અગાઉનું સેમેસ્ટર ગણીને મૂલ્યાંકન કરાશે.