તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓ ચિંતિત:ધોરણ-12ની માર્ક શીટ તૈયાર કરવાની ફોર્મ્યુલાથી માત્ર બોર્ડનું લક્ષ્યાંક રાખી મહેનત કરનાર વિદ્યાર્થીઓને નુકસાન

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત બોર્ડે ધોરણ-10 બાદ હવે ધોરણ-12ના વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવાની ફોર્મ્યુલા જાહેર કરી છે. જે મુજબ ધોરણ 10ના 50 ટકા માર્ક, ધોરણ 11ના 25 ટકા માર્ક અને ધોરણ 12ના 25 ટકા માર્કના આધારે પરિણામ આપવામાં આવશે. જો કે આ ફોર્મ્યુલાથી ધોરણ-12ની માત્ર બોર્ડની પરીક્ષાને લક્ષ્યાંક રાખીને તૈયારી કરતા હતા તે વિદ્યાર્થીઓના પરિણામ પર અસર થશે.

આ અંગે DivyaBhaskarએ નિષ્ણાત દ્વારા પરિણામને ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કર્યો છે. જેના આધારે કેવી રીતે ધોરણ 10,11 અને 12ના માર્કની ગણતરી થશે એ જાણી શકાશે. શિક્ષક સમીર ગજ્જર દ્વારા એક ઉદાહરણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં માસ પ્રમોશન મેળવનાર x નામના વિદ્યાર્થીને ધોરણ 10માં 80 ટકા આવ્યા હોય તેના 50 ટકા માર્ક એટલે 40 માર્ક,ધોરણ 11માં પ્રથમ અને બીજી પરીક્ષામાં 80 ટકા માર્ક મેળવ્યા એટલે તેના 25 ટકા માર્ક્સ 20 માર્ક અને ધોરણ 12ની પ્રથમ તથા બીજી એકમ કસોટીમાં 60 ટકા માર્ક મેળવ્યા હોય તો તેના 25 ટકા માર્ક્સ એટલે 15 માર્ક એમ ધોરણ 10,11 અને 12નો ટોટલ કરીએ તો ધોરણ 12માં 75 ટકા માર્ક મેળવ્યા હશે.

શિક્ષક સમીર ગજ્જર
શિક્ષક સમીર ગજ્જર

સ્કૂલ પરીક્ષામાં વિદ્યાર્થીઓ માત્ર હાજરી પુરાવા જ પરીક્ષા આપે છે
સમીર ગજ્જરે વધુમાં જણાવ્યું હતું કે બોર્ડે નક્કી કરેલ ફોર્મેટ મુજબ ધોરણ 10ના 50 ટકા, ધોરણ 11ના 25 ટકા અને ધોરણ 12ના 25 ટકા માર્ક માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓના ગણવામાં આવશે. મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 10 બાદ ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તૈયારી જ કરતા હોય છે. ધોરણ 11 અને 12ની સ્કૂલની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપતા નથી. વિદ્યાર્થીઓ માત્ર હાજરી પુરાવા માટે જ પરીક્ષા આપતા હોય છે ત્યારે બોર્ડના ફોર્મેટ પ્રમાણે ધોરણ-11 અને 12ના સામાયિક અને એકમ કસોટીના જ 50 ટકા માર્કની ગણતરી કરવામાં આવશે. જેથી અનેક વિદ્યાર્થીઓના પરિણામમાં તેની અસર જોવા મળશે. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લક્ષ્યાંકમાં રાખીને તૈયારી કરતા હોય છે, જેના કારણે માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓના પરિણામ પર અસર થશે.

અન્ય સમાચારો પણ છે...