તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Mass Promotes Board Failing Students For Fees Despite Promotions; The DEO Clarified That, Even If There Is A Zero Mark, The Pass Will Be Counted.

અમદાવાદમાં સ્કૂલોની દાદાગીરી:માસ પ્રમોશન છતાં ફી માટે બોર્ડના વિદ્યાર્થીઓને નાપાસ કરવા ધમકી આપે છે; DEOએ સ્પષ્ટતા કરી કે, ‘ઝીરો માર્ક હશે તોપણ પાસ ગણાશે’

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ધો.10 અને 12નું પરિણામ તૈયાર કરતા પહેલા સ્કૂલ વાલીઓને બાકીની ફી ભરી જવા દબાણ કરી રહી હોવાની ફરિયાદો વાલી મંડળને મળી હતી. પરંતુ ડીઇઓએ સ્પષ્ટતા કરી છે કે કોઇ વિદ્યાર્થીની ફી બાકી હોય તો પણ સ્કૂલ વિદ્યાર્થીને નાપાસ નહીં કરી શકે, સ્કૂલ વિદ્યાર્થીને શૂન્ય ગુણ આપશે તો પણ વિદ્યાર્થી પાસ જ થશે. વાલી મંડળના જણાવ્યા પ્રમાણે, કેટલાક વાલીઓનું શિક્ષણ ઓછું હોવાથી તેઓ જાણતા નથી કે માસ પ્રમોશનમાં પણ તેઓનું બાળક પાસ થઇ જશે. જેથી વાલીઓમાં જાગૃતિ લાવવી જરૂરી છે કે માસ પ્રમોશનને કારણે ફી ભરી હોય કે ન ભરી હોય તેમ છતાં બાળકો પાસ થશે.

દરમિયાન ધોરણ-10-12નું પરિણામ તૈયાર કરવાના નિયમમાં બોર્ડે ફેરફાર કર્યો છે. જૂનું પરિણામ નહીં હોય તો સ્કૂલના રજિસ્ટરમાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણની એન્ટ્રી માન્ય ગણાશે. સ્કૂલોની દલીલ હતી કે, એક વર્ષ જૂના પરિણામનો રેકોર્ડ તેમની પાસે નથી. જો કે, સ્કૂલોને રજિસ્ટર પરથી પરિણામ તૈયાર કરવાની મંજૂરી અપાઈ છે. માર્કશીટ ન હોય તો પણ સ્કૂલોએ જૂના રેકોર્ડને આધારે રિઝલ્ટ આપવાનું રહેશે.

ફી ન ભરી હોય તોપણ નાપાસ ન કરી શકાય
સ્કૂલે આપેલા વિદ્યાર્થીઓના ગુણ બાદ બોર્ડના માર્ગદર્શનમાં રિઝલ્ટ તૈયાર થશે. તેથી કોઇ સ્કૂલ ફી બાકી હોય તેવા વાલીઓને ફી ન ભરે તો બાળકને નાપાસ કરવાની કે ગુણ ઓછા કરવાની ધમકી ન આપી શકે. સરકારે ધો.10માં માસ પ્રમોશન આપ્યું હોવાથી કોઇ બાળક નાપાસ નહીં થાય. વાલીએ ચિંતા કરવાની જરૂર નથી. > આર.આર વ્યાસ, અમદાવાદ ડીઇઓ

ધો.10-12નાં પરિણામ માટે ગ્રામ્યની 70 સ્કૂલમાં તપાસ
ધો.10 અને 12ના પરિણામ તૈયાર કરતા સમયે આધાર તરીકે લેવાનાર તમામ દસ્તાવેજોની તપાસ ડીઇઓને કરવા સૂચના અપાઇ હતી. જેથી અમદાવાદ ગ્રામ્ય દ્વારા પહેલા દિવસે 70 જેટલી સ્કૂલોના દસ્તાવેજોની તપાસ કરાઇ હતી, જ્યારે કે શહેર ડીઇઓ દ્વારા બુધવારથી તમામ આધારની તપાસ થશે. બોર્ડે તમામ ડીઇઓને આદેશ આપ્યો હતો કે સ્કૂલો પરિણામ તૈયાર કરવા માટે જે પણ આધાર લે છે તે તમામ દસ્તાવેજોની ખરાઇ કરવી. જેથી રાજ્યના તમામ જિલ્લામાં પરિણામ માટેના આધારની ખરાઇ કરવાની કામગીરી શરૂ થઇ છે. ડીઇઓ આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે, તપાસ કરાયેલી સ્કૂલોના રેકોર્ડમાં કોઇ જ પ્રકારની ગેરરીતિ જોવા મળી નથી. તેથી સ્કૂલો પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા યોગ્ય રીતે જ કરે છે.

અન્ય સમાચારો પણ છે...