નિર્ણય:ગુજરાત યુનિવર્સિટી દ્વારા માસ પ્રોગ્રેશન અપાશે, ઈન્ટરનલ એક્ઝામ અને અગાઉના પરિણામ પરથી માર્કશીટ બનશે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • સેમેસ્ટર 2,4 અને 6 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં
  • ઓનલાઈન પરીક્ષા માટે રજિસ્ટ્રેશન મુદતમાં વધારો, મોક ટેસ્ટ માટેનું શીડ્યુલ જાહેર

કોરોનાને કારણે શિક્ષણ મંત્રી દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીમાં સ્નાતકના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ પરંતુ માસ પ્રોગ્રેશન આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ આપેલ કોલેજની પરીક્ષા અને અગાઉ મેળવેલ માર્કસના આધારે પરિણામ આપવામાં આવશે.

અગાઉના પરિણામ પરથી માર્કશીટ બનશે.
શિક્ષણમંત્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ રાજયના સ્નાતકના સેમેસ્ટર 2,5, અને 6માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.ગુજરાત યુનિવર્સીટીના પણ લો અને મેડીકલ/પેરામેડીકલ સિવાયની ડીગ્રીમાં માસ પ્રોગ્રેશન આપવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓની પરીક્ષા નહિ લેવાય પરંતુ વિદ્યાર્થીઓએ કોલેજની આપેલ પરીક્ષા અને છેલ્લી માર્કશીટમાં મેળવેલ ગુણના આધારે નવી માર્કશીટ તૈયાર કરવામાં આવશે.

કોલેજ તરફથી માર્કશીટ મળ્યા બાદ વિદ્યાર્થીઓની નવી માર્કશીટ તૈયાર કરવામાં આવશે.
કોલેજ તરફથી માર્કશીટ મળ્યા બાદ વિદ્યાર્થીઓની નવી માર્કશીટ તૈયાર કરવામાં આવશે.

સેમેસ્ટર 2,4 અને 6 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં
આ અંગે યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્નાતકના સેમેસ્ટર 2,4 અને 6 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં. પરંતુ માસ પ્રોગ્રેશન આપવામાં આવશે. 50 ટકા માર્ક્સ ઈવોલ્યુશન એટલે વિદ્યાર્થીઓને મેળવેલ કોલેજની પરીક્ષાના માર્ક્સ અને 50 ટકા માર્ક્સ અગાઉ યુનીવર્સીટીની પરીક્ષામાં મેળવેલ માર્કસના આધારે નવી માર્કશીટ તૈયાર થશે.કોલેજ તરફથી માર્કશીટ મળ્યા બાદ વિદ્યાર્થીઓની નવી માર્કશીટ તૈયાર કરવામાં આવશે.

મોક ટેસ્ટ માટેનું શીડ્યુલ જાહેર
ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા માટે ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પ આપવામાં આવ્યા છે. ત્યારે ઓનલાઈન વિકલ્પની પસંદગી માટે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું. ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉ આપેલ રજીસ્ટ્રેશન મુદત પૂર્ણ થઇ હતી ત્યારે હવે બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન મુદત વધારીને 25 મે કરવામાં આવી છે અને મોક ટેસ્ટ માટેનું શીડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરાવવાની મુદત વધારીને 25મે કરવામાં આવી છે
વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરાવવાની મુદત વધારીને 25મે કરવામાં આવી છે

રજિસ્ટ્રેશન કરાવવાની મુદત 25મે સુધી વધારી
ગુજરાત યુનિવર્સિટીના બીએ, બીકોમ, બીબીએ, બીએસસી, બીએસસી સેમેસ્ટર-6 અને એમએ, એમકોમ, તથા એમએડ સેમેસ્ટર-4, બીએડ સેમેસ્ટર-1 અને 4ની ઓનલાઈન પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અગાઉ કોઈ કારણથી રજિસ્ટ્રેશન કરાવી શક્યા ના હોય તેવા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરાવવાની મુદત વધારીને 25મે કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ અગાઉ સેમેસ્ટર-1 માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેમને ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત નથી.