હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી:બે વર્ષ બાદ હનુમાન મંદિરોમાં મારુતિ યજ્ઞ, સુંદરકાંડ પાઠ, બટુક ભોજન થયાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રખિયાલના નાગરવેલ મંદિરે મારૂતી યજ્ઞ, સુંદરકાંડ પાઠ, છપ્પનભોગ ધરાવીને હનુમાન જયંતી ઊજવાઈ હતી. - Divya Bhaskar
રખિયાલના નાગરવેલ મંદિરે મારૂતી યજ્ઞ, સુંદરકાંડ પાઠ, છપ્પનભોગ ધરાવીને હનુમાન જયંતી ઊજવાઈ હતી.
  • કેમ્પ, નાગરવેલ સહિતનાં મંદિરોમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી
  • સોલા ભાગવતના ઋષિકુમારોએ મંત્રોચ્ચાર સાથે મારુતિ યજ્ઞ કર્યો
  • રખિયાલના નાગરવેલ હનુમાન મંદિરમાં છપ્પનભોગ ધરાવાયો

કોરોનાકાળના બે વર્ષ બાદ આ વર્ષે શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણી કરાઈ હતી. આ વર્ષે હનુમાન જન્મોત્સવની સાથે શનિવારનો અનોખો સંયોગ થતા શહેરના તમામ હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. હનુમાન યાત્રાના આયોજનની સાથે મંગળા આરતી, ભજન તેમ જ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. જ્યારે બપોરે મંદિરોમાં ધ્વજારોહણની સાથે ભંડારા પણ યોજાયા હતા.

કેમ્પ હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારે મંગળા આરતીની સાથે સુંદરકાંડ પાઠ, બુંદી પ્રસાદનું વિતરણ કરાયું હતું. ત્યારબાદ સોલા ભાગવતના ઋષિકુમારોએ મંત્રોચ્ચાર સાથે મારુતિ યજ્ઞ કર્યો હતો. બપોરે મંદિર પર ધ્વજારોહણની સાથે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. ભક્તો મંદિરમાં હનુમાનદાદાના દર્શન કરી શકે તે માટે સવારથી મોડી રાત સુધી મંદિર ખુલ્લા રાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...