• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Maruti Yajna, Aarti Will Be Performed In The Main Temples Of Ahmedabad; Various Programs Will Be Held At Camp, Nagarvel, Panchmukhi Temples

આજે હનુમાન જયંતી:અમદાવાદનાં મુખ્ય મંદિરોમાં મારુતિ યજ્ઞ, આરતી કરાશે; કેમ્પ, નાગરવેલ, પંચમુખી મંદિરોમાં વિવિધ કાર્યક્રમ યોજાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેમ્પ મંદિરની શોભાયાત્રા - Divya Bhaskar
કેમ્પ મંદિરની શોભાયાત્રા

શહેરના મુખ્ય હનુમાન મંદિરમાં આજે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે, જેમાં અમરાઈવાડીમાં આવેલા નાગરવેલ હનુમાન મંદિરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં દાદાની મંગલા આરતી બાદ દાદાને વિશેષ શણગાર કરાશે. બાદમાં મંદિર પર ધ્વજારોહરણ કરી અને દાદાને છપ્પનભોગ ધરાવાશે. આ સાથે સુંદરકાંડ, ધૂન અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંજે મહા મારુતિ યજ્ઞ કરાશે. રાત્રે 8.30 વાગ્યે 11 હજાર દીવડાંની મહાઆરતી પણ કરાશે. કેમ્પ હનુમાન મંદિરમાં પણ વહેલી સવારે મંગળા આરતી કરાશે, તેમ જ 150 કિલો કેકની પ્રસાદી વિતરણ પણ કરાશે.

​​​​​​​બરવાળા તાલુકાના પવિત્ર યાત્રાધામ કષ્ટભંજનદેવ હનુમાન મંદિરે આ વર્ષે પણ હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. લાખો દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ઊભી ના થાય તે માટે મંદિરના પરિસરમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા કરાઈ છે. એક સાથે દસ હજારથી વધુ વાહનો પાર્ક થઈ શકે તે માટે છ વિશાળ પાર્કિગ એરિયા બનાવાયા છે. મંદિરમાં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.

વિવિધ મંદિરોમાં હોમાત્મક યજ્ઞ કરાશે
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ત્રણ જાણીતા હનુમાન મંદિર જેમ કે હાથીજણમાં કષ્ટભંજન દેવ, લાલગેબી હનુમાન મંદિર તથા વટવા જીઆઈડીસી ખાતે વીર હનુમાન મંદિરે દિવસમાં દરમિયાન હોમાત્મક યજ્ઞનું આયોજન કરાયું છે. હાથીજણ હનુમાન મંદિર ખાતે વાહન મોચક હનુમાન યંત્ર પ્રસાદ તરીકે આપવામાં આવશે.

સાળંગપુરધામમાં હનુમાન જયંતીએ 2 લાખથી વધુ ભક્તો દર્શનનો લાભ લેશે
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુર ધામમાં હનુમાનજી મંદિર ખાતે 16 એપ્રિલે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. મંદિરમાં 2 વર્ષ બાદ સૌથી મોટો મારૂતી મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે. મંદિરના સંતના જણાવ્યા મુજબ, એક દિવસ મંદિરમાં આશરે 20થી 25 લાખ જેટલું દાન એકત્રિત થઈ શકે છે. 1 દિવસમાં 2 લાખ જેટલા હરિભક્તો દર્શનનો લાભ લેશે.

પંચમુખી મંદિરમાં પ્રભાત આરતી, અખંડ ધૂન થશે
પૂર્વ વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરમાં મારુતિ યજ્ઞની સાથે 56 ભોગ ધરાવવામાં આવશે. વહેલી સવારે પ્રભાત આરતી પણ યોજાશે. દિવસભર મંદિરમાં હનુમાનજીના નામની અખંડ ધૂન કરાશે. વહેલી સવાર 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી દર્શન કરી શકાશે.

25 કિમીની શોભાયાત્રાનું 40 જગ્યાએ સ્વાગત કરાયું
હનુમાન જયંતી નિમિત્તે કેમ્પ હનુમાન મંદિરથી શુક્રવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રા શાહીબાગથી નીકળીને શહેરમાં 25 કિમી ફરી હતી અને સાંજે સાત વાગ્યે નિજ મંદિરે પહોંચી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રાનું 40 જગ્યાએ સ્વાગત કરાયું હતું. શોભાયાત્રામાં 12 હજાર પેકેટ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...