અમદાવાદના ખોખરા રમતગમત સકુંલ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં એક મારૂતી સ્વીફટ કારે બે બાળકોને અડફેટે લેતા એક ત્રણ વર્ષની બાળકીનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેનો ભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે એલ જી હોસ્પિટલ ખસેડાયો હતો.
બે બાળકોને અડફેટે લેવાના બનાવને પગલે હાજર લોકોએ સ્વીફ્ટ કારના ચાલકને પકડીને ખોખરા પોલીસને હવાલે કર્યો હતો. કારની અડફેટે 3 વર્ષીય બાળકી આયુષી દંતાણી અને તેનો પાંચ વર્ષનો ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને નાજુક હાલતમાં મણીનગરની એલ જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર બાળકી શ્રમજીવી પરિવારની હોવાનું સામે આવ્યું છે. બંને બાળકો એક જ પરિવારના હતા અને સગા ભાઈ-બહેન હતા. જે રમતગમત સકુંલના ગેટ પાસે જઈ રહ્યા હતા, ત્યારે સ્વીફટ કાર ચાલકે તેમના પર ગાડી ચડાવી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.