તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે એકપણ ઉમેદવાર ઊભો નહીં રાખતા ભાજપ બંને બેઠકો જીતી ગયું છે. જોકે તેની સત્તાવાર જાહેરાત હવે થશે. દરમિયાનમાં ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રામ મોકરીયા 388 કરોડની મિલકતના આસામી છે. રાજ્યસભામાં ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલા સોગંદનામા મુજબ રામ મોકરીયાએ પોતાના અને પત્ની શોભનાબહેનના નામે આવેલી કુલ પારિવારીક મિલકતોની વિગતો રજૂ કરી છે. મોકરીયાની વર્ષ 2019-20ની વાર્ષિક આવક 11.43 કરોડ જ્યારે તેમના પત્નીની આવક 1.11 કરોડ રૂપિયા દર્શાવવામાં આવી છે.
રાજ્યસભામાં ઉમેદવારી કરનાર ભાજપના એક ઉમેદવાર અબજોપતિ છે જ્યારે અન્ય ઉમેદવાર દિનેશ પ્રજાપતિ 82 લાખની સંપતિ ધરાવે છે. કુરીયર કંપની ચલાવતા રામ મોકરીયા સ્મીથ એન્ડ વેસન બ્રાન્ડની રિવોલ્વર પણ ધરાવે છે. તેમની સામે એકપણ ફોજદારી ગુનો દાખલ થયો નહીં હોવાનું તેમણે એફિડેવિટમાં જણાવ્યું છે. બીએ એલએલબી સુધીનો અભ્યાસ કરનાર રામ મોકરીયા અને તેમની પત્ની બંને વ્યાપાર સાથે સંકળાયેલા છે. રામ મોકરીયા પાસે 130 કરોડની ખેતી- બિનખેતીની જમીન છે. તેમના પત્નીના નામે 14 કરોડ જ્યારે પરિવાર પાસે 51 કરોડની જમીનો છે.
આ ઉપરાંત મોકરીયાના પોતાની માલિકીના 17 કરોડની કિંમતના રહેણાક અને કોમર્શિયલ બિલ્ડીંગ છે. તેમની પત્નીના નામે 6.25 કરોડના મકાનો છે. 5.50 કરોડના મકાન તેમના પરિવારની માલિકીના છે. તેમની અને તેમના પરિવારની કુલ સ્થાવર મિલકત 337.75 કરોડ જેટલી છે. રામભાઇ જે મકાનમાં રહે છે તે મકાનની કિંમત જ 10 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેમની અને પરિવારની પાસે વાહન અને રોકડ સહિત કુલ 50.60 કરોડની જંગમ મિલકતો છે. તેમના માથે 1.76 કરોડ રૂપિયાનું દેવું છે. પણ રામભાઇ પાસે પોતાના નામે એકપણ ફોરવ્હીલર નથી. તેમની માલિકીનું એકમાત્ર એક્ટીવા સ્કૂટર છે. તેમના પરિવારની માલિકીની એક ટોયોટો ઇનોવા કાર છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.