રાશિ પરિવર્તન:મંગળ ગ્રહ સતત 40 દિવસ સુધી મીન રાશિમાં પરિભ્રમણ કરશે; જ્યોતિષીના મત મુજબ, વિદ્યાર્થી, નોકરિયાત વર્ગ માટે આ સમય શુભ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણા સમયથી મકર, કુંભમાં મંગળ, શનિની ચાલતી સ્ફોટક યુતિ પૂરી

મંગળ ગ્રહ સળંગ 40 દિવસ મીન રાશિમાં પરિભ્રમણ કરશે. મંગળવારે સવારે 9.34 કલાકે સેનાપતિ મંગળ ગ્રહે મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. જ્યોતિષીના જણાવ્યા મુજબ, આ પરિભ્રમણથી વૃષભ, તુલા, મકર રાશિ પર શુભ અસર થશે. જ્યારે મેષ, સિંહ, ધન રાશિના જાતકોએ સાચવવાની જરૂર છે. ઉપરાંત મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક, કુંભ, મીન માટે આ સમય મધ્યમ રહેશે.

આ અંગે જ્યોતિષી આશિષ રાવલે જણાવ્યું કે, મીન રાશિ જલતત્ત્વ રાશિ સાથે આખરી રાશિ ગણાય છે, જેનું ચિહ્ન માછલી છે, જેનો સ્વામી ગુરુ બને છે. છેલ્લા ઘણા સમયથી મકર અને કુંભમાં મંગળ, શનિની સ્ફોટક યુતિ થઈ રહી હતી. મંગળના મીનમાં જવાથી આ યુતિ પૂર્ણ થાય છે, જેની સારી અસર યુદ્ધ પર જોવા મળશે અને આગજનીની ઘટનાઓ ઓછી થશે તેમ જ અકસ્માતની માત્રા પહેલા જેટલી નહીં રહે.

મીનનો મંગળ એટલે ગુરુના ઘરનો મંગળ પરિસ્થિતિ સમજવા માટે રોકાય છે, નહિ તો મંગળનો સ્વભાવ તુરંત પ્રતિક્રિયા આપવાનો છે, પરંતુ મીનમાં મંગળ કોઈ ઘટના બાબતે લેટગોની ભાવના જગાવે કે ઝઘડો નિવારવા પ્રયત્ન સમાધાન કરે છે. આ સમયમાં કોઈ દિગ્ગજ રમતવીર કોઈ પણ કારણસર સન્યાસ લેતા કે અલવિદાના સમાચાર મળી શકે છે. મંગળ-ગુરુ-શુક્ર સાથે ત્રિપુટી કરશે, જે યુવાવર્ગ માટે આળસી બનાવે તેમ જ મોજ શોખમાં સમય વેડફાવે.

કોઈ પણ ક્ષેત્રમાં ઊંડા ઊતરી સંશોધન કરવાની વૃત્તિ આપશે.ડોક્ટરેટ કરતા વિદ્યાર્થી વર્ગ માટે શુભ સમય છે. મહાનુભાવો કોઈ ઉચ્ચ હેતુ માટે એકઠાં થઈ કાર્ય કરતા પણ જોવા મળે. સમાજનાં મોટાં સંમેલનો આ સમયમાં યોજાઈ શકે છે.

કોના માટે શુભ અને કોના માટે અશુભ?
ચંદ્ર રાશિથી શુભ પરિભ્રમણ - વૃષભ,તુલા,મકર,
ચંદ્ર રાશિથી અશુભ પરિભ્રમણ - મેષ,સિંહ,ધન,
ચંદ્ર રાશિથી મધ્યમ પરિભ્રમણ - મિથુન,કર્ક,કન્યા,વૃશ્ચિક,કુંભ,મીન

અન્ય સમાચારો પણ છે...