તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેડતી:વહુ રસોડામાં હતી અને સસરાએ પાછળથી આવી અડપલાં કર્યા, પછી બદનામ કરવાની ધમકી આપી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • એક વખત મને તારી સાથે સુવા દે નહિ તો તને બદનામ કરી દેવાની સસરાએ ધમકી આપી
  • સસરાની હરકત સામે મહિલાની બાપુનગર પોલીસમાં ફરિયાદ
  • પતિ બહાર હતો, સાસુ ઉપરના રૂમમાં સૂતાં હતાં ત્યારે છેડતી કરી

બાપુનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના સસરા સામે ફરિયાદ નોંધાવી છે કે, તે રસોડામાં કામ કરી રહી હતી ત્યારે પાછળથી આવીને તેના સસરાએ તેને પકડી લીધી હતી અને શરીર પર ગંદી રીતે સ્પર્શ કરવા લાગ્યા હતા. આ વાત અહીંથી અટકી નહિ સસરાએ વહુને કીધું મને એક વખત તારી સાથે સુવા દે નહિ તો હું તને બદનામ કરી દઈશ. આ અંગે હાલ પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના બાપુનગરમાં 34 વર્ષીય પરિણીતા તેના સાસરિયાઓ સાથે રહે છે. તેનો પતિ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. એક દિવસ સવારે સાતેક વાગ્યાના સુમારે મહિલાનો પતિ નોકરી પર ગયો હતો અને તેની સાસુ ઉપરના રૂમમાં સૂતી હતી અને આ મહિલા રસોડામાં ઘરનું કામ કરતી હતી. તે દરમિયાન તેના સસરા રસોડામાં આવ્યા હતા. બાદમાં સસરાએ આ મહિલાને પાછળથી બાથમાં જકડી લીધી હતી. આટલું જ નહીં સસરાએ પુત્રવધૂની સાડી ખેંચવાનો પ્રયત્ન કરતાં મહિલાએ સસરાને તેને છોડી દેવાનું કહ્યું હતું.

પુત્રવધૂએ આક્ષેપ કર્યો છેકે, તે રસોડામાં કામ કરતી હતી તે દરમિયાન તેના પરિવારજનો સુતા હતા અને તેના સસરા રસોડામાં આવી ગયા હતા અને બાદમાં મહિલાને બાહોપાશમાં જકડી લીધી હતી. સસરાએ પુત્રવધૂને સ્પર્શ કર્યો હતો અને શરીરના અલગ અલગ અંગ ઉપર સ્પર્શ કરી સસરાએ છેડતી કરી હતી અને બાદમાં આજે મને મોકો મળ્યો છે એક વાર તારી સાથે સુઈ જવા દે તેવી માગણી કરી હતી. જોકે મહિલાએ બૂમાબૂમ કરતાં તેનો પુત્ર ત્યાં આવી પહોંચ્યો હતો અને આખરે મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે સસરા વિરૂદ્ધ પુત્રવધૂની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.​​​​​​​

બહુ દિવસે મોકો મળ્યાનું કહી બાથમાં ઝકડી લીધી
​​​​​​​મહિલાને તેના સસરાએ પાછળથી પકડી લીધી ત્યારે મહિલાએ તેના સસરાને છોડી દો આ શું કરો છો તેમ કહ્યું હતું ત્યારે સસરાએ કહ્યું કે, બહુ દીવસ પછી આવો મોકો મળ્યો છે તેમ કહીને બાહુપાશમાં ઝકડીને મહિલાની સાડી ઉતારવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. જો કે મહિલાએ પ્રતિકાર કરતા સસરો ધાકધમકી આપવા લાગ્યો હતો.

સસરા બચવા મહિલાએ બૂમાબૂમ કરતાં તેનો 15 વર્ષીય દીકરો જાગી જતા મહિલાના સસરા ત્યાંથી બહાર જતા રહ્યા હતા.ત્યારબાદ મહિલાએ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી. સમગ્ર મામલે સસરાથી ત્રાસીને મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે સસરાની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...