સુંદરતા બની સમસ્યા:સ્વરૂપવાન પરિણીતાનો પતિ ઘરેથી ગયો ને ફોનની રિંગ વાગી..,અજાણ્યો વ્યક્તિ અશ્લિલ વાતો કરતો, વાત નહીં કરે તો મારી નાખવાની ધમકી આપી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘણીવાર અન્ય લોકો પણ પરિણીતાને ઈશારા કરતા પણ તે નજર અંદાજ કરતી હતી
  • ગભરાઈને અંતે પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી પરિણીતા અત્યંત સ્વરૂપવાન હોવાના કારણે ઘણી જગ્યાએ તેને સમસ્યા થતી જેને તે નજર અંદાજ કરતી હતી. પણ હવે તેની સાથે જે બની રહ્યું હતું તે ખૂબ જ અશ્લિલ અને ગંભીર હતું. પરિણીતાનો પતિ જેવો ઘરની બહાર જાય કે તરત જ કોઈ અજાણ્યા નંબર પરથી તેના પર ફોન આવતો અને અશ્લીલ વાતો કરવા લાગતો હતો. આવુ રોજ થતા પરિણીતાએ ગુસ્સે થઈને ફોન કરનારને ધમકાવ્યો હતો. જેથી ફોન કરનાર પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

ફોન પર અશ્લિલ વાતો કરતો હતો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી રેખા (નામ બદલ્યું છે) ખૂબ જ સ્વરૂપવાન હોવાથી ઘણી વખત અજાણ્યા લોકો તેની સામે ઈશારા કરતા પણ રેખા આવા લોકોને નજર અંદાજ કરીને પોતાના પરિવાર સાથે રહેતી હતી.થોડા દિવસ અગાઉ રેખા ઘરે એકલી હતી ત્યારે તેના મોબાઈલ પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને સામેથી વાત કરનાર રેખા સાથે અશ્લીલ વાતો કરવા લાગ્યો હતો. રેખાએ ગભરાઈને ફોન કાપી નાખ્યો પણ આ નંબરથી વારંવાર ફોન આવવા લાગ્યો હતો.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

તું વાત નહિ કરે તો તને જાનથી મારી નાખીશ:પરિણીતાને ધમકી
રેખા આ યુવકને આવી રીતે વાત ન કરવા સમજાવ્યો તો સામે વાળા વ્યક્તિએ રેખાને ધમકી આપી કે, જો તું વાત નહિ કરે તો હું તને જાનથી મારી નાખીશ. આ તમામ ઘટના રેખાનો પતિ ઘરમાં ન હોય તે સમયે બનતી હતી. જેથી ગભરાઈને હવે રેખાએ આ વાત તેના પતિને કરી જે બાદ આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાઇ છે.પોલીસે આ સમગ્ર મામલે જે નંબરથી ફોન આવતા હતા એની વિગત મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.જ્યારે આરોપીને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.