દુષ્કર્મ:અમદાવાદના સરદારનગરમાં દહેગામની પરિણીતા પર ગેંગરેપ, સોડા પીવડાવ્યા બાદ પ્રેમી સહિત ત્રણ શખ્સોનું દુષ્કર્મ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેંગરેપના આરોપીઓ મહેશ પ્રેમ અરજણદાસ સિંધી, હાર્દિક પંડ્યા અને સુમિત ઠાકોર - Divya Bhaskar
ગેંગરેપના આરોપીઓ મહેશ પ્રેમ અરજણદાસ સિંધી, હાર્દિક પંડ્યા અને સુમિત ઠાકોર

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે રહેતી પરિણીતા સાથે પ્રેમી અને તેના મિત્રોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પરિણીતા છેલ્લા એક માસથી એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. તેના ઘરેથી નોકરીએ જવાનું કહીને આ પરિણીતા તેના પ્રેમીના ઘરે પહોંચી હતી. જ્યાં આખો દિવસ રોકાયા બાદ તેને રાત્રે ઘરે જવું હતું પણ પ્રેમીએ જવા દીધી ન હતી. બાદમાં સોડા પીવડાવતા આ પરિણીતા અર્ધ બેભાન થઈ ગઈ અને તેના પ્રેમી તથા બે મિત્રોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ગેંગરેપ મામલે મહેશ પ્રેમ અરજણદાસ સિંધી, હાર્દિક પંડ્યા અને સુમિત ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

પરિણીતા બે દીકરા અને બે દીકરીની માતા
આ અંગે મળતી માહિતી મુજબ દહેગામમાં આવેલા એક ગામમાં પરિણીતા રહે છે અને તે દાણીલીમડા ખાતે આવેલા બેરલ માર્કેટ પાસે કાપડની ફેક્ટરીમાં દોરા તોડવાનું કામ કરે છે. આ યુવતીના દસેક વર્ષ પહેલા લગ્ન થયા હતા અને હાલ તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે અને તે તેના પરિવાર સાથે રહે છે. કુબેર નગરમાં રહેતા મહેશ ઉર્ફે પ્રેમ સિંધી સાથે પરિણીતાને એક મહિનાથી પ્રેમસંબંધ હતો. પરિણીતા તેના પ્રેમી મહેશ ના ઘરે બે વખત ગયેલી હતી અને તેના પ્રેમીના ઘરમાં બીજો એક લાંબુ નામનો માણસ પણ રહેતો હતો. 31મી ઓક્ટોબરે પરિણીતા ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળી હતી અને બાદમાં 10 વાગ્યે નરોડા ખાતે આવી હતી. ત્યાં તેને તેના પ્રેમી મહેશ ઉર્ફે પ્રેમ નો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તું કેટલે છે? જેથી આ યુવતીએ નરોડા પાટિયા પાસે ઊભી છું તેમ કહ્યું હતું. બાદમાં આરોપી મહેશે તેની સાથે રહેતા લંબુ નામના યુવકને તેને લેવા મોકલી હતી.

પરિણીતાને પ્રેમીએ સોડા પીવડાવીને બેભાન કરી
ત્યાર બાદ આ લંબુ રિક્ષામાં બેસાડી યુવતીને મહેશના ઘરે લાવ્યો હતો. આખો દિવસ તે મહેશના ઘરે રોકાઇ હતી અને રાત્રે મોડું થતાં તેણીએ મહેશને ઘરે જવાનું કહ્યું હતું પરંતુ મહેશે કહ્યું કે ઘરે જવાનું નથી અને અહીં જ રહેવાનું છે તેમ કહી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. જ્યારે આ યુવતી તેના પ્રેમીના ઘરે રોકાઈ ત્યારે મહેશ તથા તેના ઘરે અન્ય બે મિત્રો પણ આવેલા હતા. હાર્દિક પંડ્યા અને સુમિત ઠાકોર નામના બે લોકો અહીં હાજર હતા. બાદમાં આ યુવતી સાથે તેનો પ્રેમી મહેશ સુઈ ગયો હતો અને તેને સોડા પીવડાવી હતી જે સોડા પીતા આ યુવતી અર્ધ બેભાન થઈ ગઈ હતી.

પ્રેમી સહિત તેના મિત્રોએ એકબાદ એક દુષ્કર્મ કર્યું
પરિણીતા અર્ધબેભાન થયા બાદ મહેશે તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં મહેશ ઊઠીને બહાર ગયો હતો અને થોડીવાર પછી મહેશનો મિત્ર હાર્દિક પંડ્યા તેમજ સુમિત ઠાકોર પણ આ રૂમમાં આવ્યા અને જબરજસ્તીથી મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. વહેલી સવારે પાંચ વાગ્યે મહેશ ઉર્ફે પ્રેમે યુવતીને રિક્ષામાં બેસાડીને કહ્યું હતું કે તેને છોડી આવે જેથી લંબુ નામનો યુવક યુવતીને નોબલ નગર ખાતે છોડી દીધી હતી. પરંતુ બાદમાં રોડ ઉપરથી પસાર થતી હતી તે સમયે તેને પેટમાં અને ગુપ્ત ભાગે દુખાવો થતો હતો.

મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી
જેથી ત્યાં બેસી ગઈ હતી સવારે તેણીએ તેના માનેલા ભાઇને ફોન કર્યો હતો અને ત્યાં આવે તે પહેલાં જ ત્યાં તેને તેમના સમાજના એક બહેન મળી આવ્યા હતા અને તેને આ હકીકતની જાણ કરી હતી. બાદમાં આ મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને બીજી તરફ સરદાર નગર પોલીસને ઘટનાની જાણ થઈ હતી. સરદાનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાની ફરિયાદ લઈ ત્રણ લોકો સામે સામૂહિક બળાત્કાર ગુજારવાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...