શહેરમાં એક મહિલાને ફેસબુક પર મિત્રતા કરવી ભારે પડી છે કારણ કે મહિલાએ જે યુવક સાથે મિત્રતા કરી તે યુવકે મહિલા સાથે ફોટા પાડીને બ્લેક મેલ કરીને મહિલાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવકના મિત્રએ પણ મહિલાને તેના બીભત્સ ફોટા બતાવી બિભત્સ માંગણી કરવાનું શરૂ કર્યું હતું જે મામલે મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં બંને યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.
ત્રણ વર્ષ પહેલા યુવક સાથે થઈ હતી મિત્રતા
શહેરના વાડજ વિસ્તારમાં રહેતી માહિલાને ત્રણ વર્ષ અગાઉ તેની સોસાયટીના યુવક પાર્થ પંચાલ સાથે મિત્રતા થઈ હતી. તે બાદ પાર્થ મહિલાની પાછળ પાછળ જતો હતો, અને મહિલાને મળવાનું કહેતો. પરંતુ મહિલા મળવાનું ટાળતી હતી. પાર્થે મહિલા સાથે ફોટો પાડ્યો હતો તેના દ્વારા તે મહિલાને બ્લેક મેલ કરીને ગેસ્ટ હાઉસમાં બોલાવતો હતો.
ગેસ્ટ હાઉસમાં મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા
ગેસ્ટ હાઉસમાં મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેના પણ ફોટા લઈ લીધા હતા. જે બાદ ગાંધીનગરના પણ ગેસ્ટ હાઉસમાં બોલાવીને દુષ્કર્મ કર્યું હતું. આમ અનેક વખત દુષ્કર્મ કર્યું હતું, બાદમાં મહિલાના બીભત્સ ફોટા પણ મંગાવ્યા હતા. પાર્થ પોતાની પત્નીને બિભત્સ ફોટા મોકલીને તે પ્રકારના ફોટા મોકલવાની માંગણી કરી હતી જે મહિલાને બદનામીના ડરે મોકલ્યા પણ હતા.
યુવકના મિત્રએ પણ સંબંધ બાંધવા દબાણ કર્યું
પાર્થના અન્ય મિત્ર કિશન ચૌહાણે પણ મહિલાને તેના બીભત્સ ફોટા બતાવ્યા હતા અને મહિલા પાસે બીભત્સ માંગણી કરી હતી. આમ પાર્થ બાદ કિશન પણ મહિલાને ત્રાસ આપીને બીભત્સ માંગણી કરી રહ્યો હતો. પાર્થ અને કિશનથી કંટાળીને મહિલાએ આ મામલે પોતાના પતિને જાણ કરી હતી ત્યારે પતિએ હિંમત આપતા મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ તથા છેડતી સહિતની કલમો અંગે બંને યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે, વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.