સાસરિયાનો ત્રાસ:અમદાવાદમાં પરિણીતા પર મા-બાપના પાસેથી ગાડી અને સોના-ચાંદીના દાગીના કરાવી આપવાનું કહીને મારઝુડ કરતા, પતિ કર્ણાટક ભાગી ગયો

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાદી ડોટ કોમની સંપર્કમાં આવતા કોર્ટમાં લગ્ન કર્યા બાદમાં પતિ સહિત સાસરીયા ત્રાસ આપવા લાગ્યા
  • પરિણીતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પતિ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી

શાદી ડોટ કોમ નામની સાઈટ પર સંપર્કમાં આવ્યા બાદ કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા, બાદમાં પતિ સહિત સાસરીયાઓ વિવિધ માંગણીઓ કરીને પરિણીતાને ત્રાસ આપતા હતા. એટલું જ નહીં પતિ મા-બાપ પાસેથી ગાડી લેવડાવી આપ અને સોના-ચાંદીના દાગીના કરાવી આપ તેવી માંગણીઓ કરીને મારઝુડ કરતો હતો. જેથી કંટાળેલી પરિણીતાએ પતિ સહિત સાસરીયાઓના વિરુદ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

લગ્નના થોડા દિવસો સુધી સારી રીતે રાખી પછી ઝઘડા શરૂ
ચાંદખેડામાં રહેતી 37 વર્ષીય મહિલાએ છ વર્ષ અગાઉ શાદી ડોમ કોમ નામની વેબસાઈટ પરથી એક યુવકના સંપર્કમાં આવી હોવાથી બંન્ને વચ્ચે પ્રેમ થતા ઘી કાંટા કોર્ટમાં કોર્ટ મેરેજ કરી લીધા હતા. બાદમાં મહિલા તેની સાસરીમાં સંયુક્ત પરીવારમાં રહેવા ચાલી ગઈ હતી. જોકે લગ્નના થોડા દિવસો સુધી પતિ સહિત સાસરીયાઓએ સારી રીતે રાખી હતી બાદમાં નાની નાની બાબતે ઝઘડો કરીને મારઝુડ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં પતિ કહેતો કે મા-બાપ પાસેથી ગાડી લેવડાવી આપ અને સોના-ચાંદીના દાગીના કરાવી આપ તેવી માંગણી કરતો હતો. જેથી મહિલાએ માંગણીઓ પૂરી કરવાની ના પાડી ત્યારે ઉશ્કેરાયેલા પતિએ મારઝુડ કરી હતી.

બેંકોની લોન લઈને કર્ણાટક જતો રહ્યો, લેણદાર મહિલાને હેરાન કરતા
જો કે આ દરમિયાન સાસરીયાઓ એવા મેણા મારતા હતા કે, તારા પતિની માંગણીઓ પૂરી કરી દે તો તારી સાથે મારઝુડ કરશે નહીં તેમ કહીને ત્રાસ આપતા હતા. જોકે લગ્ન જીવન ના બગડે તે માટે મહિલા મુંગા મોઢે બધુ સહન કરતી રહી હતી. આ દરમિયાન પતિએ ક્રેડીટકાર્ડ, ડેબીડ કાર્ડ, બેંકોની લોન લઈને કર્ણાટક જતો રહ્યો હતો. બીજી બાજુ લોનની ઉઘરાણી કરવા વાળા અવાર નવાર મહિલાના ઘરે આવીને પૈસાની માંગણી કરતા હતા. જેથી મહિલાએ પતિને ફોન કર્યો ત્યારે પતિએ ફોન કાપીને મને ફોન નહીં કરવાનો તેમ જણાવ્યું હતુ. જેથી તંગ આવેલી મહિલાએ તેના પતિ સહિત સાસરીયાઓના વિરુદ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...