સાસરિયાનો ત્રાસ:અમદાવાદમાં 'મને સાસુ-સસરા હેરાન નથી કરતા' લેટર પર સાસરિયાએ પરિણીતા પાસે સહી કરાવીને માર માર્યો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમવાનું બનાવતા ન આવડતા પરિણીતાને માર મારીને પિયરમાં મૂકી પતિ પરત આવ્યો જ નહીં

અમદાવાદની યુવતીના લગ્ન રાજસ્થામાં થયા હતા. લગ્ન બાદ કરિયાવર લઈને યુવતી રાજસ્થાન ગઈ પણ ત્યાં તેને જમવા બનાવવાની બાબતે રોજ માર મારવામાં આવતો હતો. એક દિવસ પતિ અને સાસરિયા ભેગા મળીને કાગળ પર સહી કરવી લીધી હતી જેમાં લખ્યું હતું કે, મને મારા પતિ અને સાસરીયાથી કોઈ પ્રોબ્લેમ નથી મને મારા પિતા જ અહીંયા રહેવા દેતા નથી. આ પત્ર લખવ્યા બાદ પરિણીતાને તેનો પતિ પિયર મૂકી ગયો અને પાછો ફર્યો નહિ. પોતાની સાથે બનેલી પત્નીની ફરિયાદ પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

અનેકવાર પરિણીતાને માર મારતા હતા
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી માયા (નામ બદલ્યું છે) ના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ મુકેશ સાથે થયા હતા. માયા લગ્ન કરીને મુકેશના ઘરે રાજસ્થાન ગઈ હતી. જ્યાં લગ્નના થોડા દિવસમાં જ માયાને જમવાનું બનાવવા બાબતે પરેશાન કરવામાં એવો અને ઘણી વખત માયા પર હાથ પણ ઉપાડવામાં આવતો હતો.

દીકરીને જન્મ આપ્યા બાદ પણ ત્રાસ યથાવત રહ્યો
એક દિવસ સાસરિયાએ ભેગા મળીને માયાને એક કાગળ પર સહી કરવી લીધી હતી. આ કાગળમાં લખ્યું હતું કે, મને મારા પતિ સાસુ સસરાથી કોઈ પ્રોબ્લેમ નથી પણ મને મારા પિતા જ સાસરીમાં મને રહેવા દેતા નથી. ત્યારબાદ માયાએ દીકરીને જન્મ આપ્યો પણ તેના પર ત્રાસ યથાવત રહ્યો હતો. એક દિવસ મુકેશ માયાને તેની દીકરી સાથે અમદાવાદ મૂકી ગયો અને આજ દિન સુધી પરત ફર્યો નથી.
આ ઘટના બાદ માયાએ આખરે પોલીસની મદદ માંગી છે જે અંગે હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...